કોણ છે રાજસ્થાનની ‘સુમન રતનસિંહ રાવ’, જેણે આપી 120 દેશોની સુંદરીઓને બરાબરની ટક્કર

દેશમાં અને વિશ્વમાં દર વર્ષે મિસ ઇંડિયા અને મિસ વર્લ્ડની હરીફાઈઓ થતી રહે છે. અને તેમાં દેશ અને દુનિયાની સુંદરીઓ ભાગ લે છે. મિસ યુનિવર્સ પછી હવે મિસ વર્લ્ડ ૨૦૧૯ની પણ જાહેરાત થઇ ગઈ છે. જમૈકાની રહેવાસી ટોની એન સિંહે આખી દુનિયાની અતિસુંદર સુંદરીઓને હરાવીને મિસ વર્લ્ડ ૨૦૧૯નો એવોર્ડ જીતી લીધો છે.

આ હરીફાઈમાં ઇંડિયા તરફથી રાજસ્થાનની સુમન રતન રાવે પણ ભાગ લીધો. ભલે સુમન મિસ વર્લ્ડનો એવોર્ડ ન મેળવી શકી પરંતુ તેમણે ૧૧૭ દેશોની સુંદરીઓને પાછળ રાખી આ હરીફાઈમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. આજે અમે તમને સુમન રતન રાવના જીવન સાથે જોડાયેલી થોડી વિશેષ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ સુમન રતન રાવ વિષે.

સુમન રતન રાવ રાજસ્થાનની રહેવાસી છે. આ વર્ષે સુમને મિસ ઇંડિયાનો એવોર્ડ જીત્યો હતો. સુમનના દાદાનું ઘર રાજસ્થાનના ઉદયપુર નજીક આઈડેરા ગામના આવેલું છે. સુમનના પિતાનું નામ રતન સિંહ રાવ છે. અને સુમનની માતાનું નામ શુશીલા કુંવર છે. સુમનને બે ભાઈ પણ છે જેના નામ જીતેન્દ્ર રાવ અને ચિરાગ સિંહ રાવ છે. એક સમાચાર મુજબ સુમનનું મોસાળ પણ રાજસ્થાનમાં જ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે સુમને મિસ ઇંડિયા હરીફાઈમાં ભાગ લેવા માટે પોતાના ઓડીશન ઉદયપુર માંથી જ આપ્યા હતા.

આ ઓડીશનમાં સિલેક્ટ થયા પછી તેમણે મિસ ઇંડિયાનો એવોર્ડ જીત્યો અને મિસ વર્લ્ડ હરીફાઈમાં ભાગ લીધો. સુમનનું કુટુંબ મુંબઈમાં રહે છે. આજથી ૨૯ વર્ષ પહેલા તેના પિતા એકલા જ મુંબઈમાં આવ્યા હતા. અહિયાં આવીને તેમણે બિઝનેસ શરુ કર્યો. જયારે વર્ષ ૧૯૯૯માં તેમનો બિઝનેસ સંપૂર્ણ રીતે સેટ થઇ ગયો ત્યારે સુમન માત્ર ૧3 મહિનાની હતી અને તેના પિતા આખા કુટુંબને સાથે લઈને મુંબઈ આવી ગયા.

સુમનનો સંપૂર્ણ અભ્યાસ મુંબઈમાં જ થયો છે. હાલમાં સુમન મુંબઈ માંથી જ સીએનો અભ્યાસ કરી રહી છે. સુમન ક્યારેક ક્યારેક પોતાના દાદાજીને મળવા ગામ પણ જાય છે. સુમને નવી મુંબઈ બ્યુટી ક્વીન હરીફાઈમાં પણ ભાગ લીધો હતો, પણ તે જીતી ન શકી.

સુમન રમત ગમત હરીફાઈમાં ભાગ લેવામાં પણ આગળ છે. રમત સાથે સાથે સુમન બીજી પણ ઘણી બાબતોમાં રસ ધરાવે છે. મીડિયા અહેવાલ મુજબ સુમન આજકાલ ડાંસ પણ શીખી રહી છે. તે ઉપરાંત તેને રમતમાં પણ ઘણો રસ છે. સુમન બાસ્કેટબોલ ઘણું સારું રમે છે. ફેમિના મિસ ઇંડિયા ૨૦૧૯ દરમિયાન તેમણે ઘણી બધી બાસ્કેટબોલ મેચ રમી હતી.

સુમન બાળપણથી જ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાના સપના જોતી હતી. મોટી થયા પછી પણ સુમન પોતાના બાળપણના સપના ભૂલી નથી અને મિસ ઇંડિયા બન્યા પછી મિસ વર્લ્ડ કાંટેસ્ટમાં ભાગ લીધો. ભલે તે મિસ વર્લ્ડ હરીફાઈ જીતી ન શકી પણ તેણે વિશ્વની અન્ય સુંદરીઓને પાછળ રાખીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી દેશને સન્માન અપાવ્યું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.