ખસ ખસ છે ખુબ ખાસ, સ્વાસ્થ્ય લાભ જાણીને ચકિત થઇ જશો

 

ખસ ખસ શુક્ષ્મ આકારના બીજ હોય છે. તેને લોકો પોપી સીડના નામથી પણ ઓળખે છે. ખસ ખસ તરસને છીપાવે છે અને જ્વર, સોજો અને પેટની બળતરાથી રાહત અપાવે છે અને તે એક દર્દ નિવારક પણ છે. લાંબા સમયથી પ્રાચીન સભ્યતાથી તેનો ઉપયોગ ઔષધીય ફાયદા માટે કરવામાં આવી રહેલ છે. પોષ્ટિક અને સ્વાદ થી ભરપુર ખસખસ નો ઉપયોગ લાડવા પર નાખવા, શાકભાજીની ગ્રેવી બનાવવા અને શરદીના દિવસોમાં સ્વાદિષ્ઠ હલવો બનાવવા માટે કરવામાં આવે છે. તે સ્વાદ અને સ્વાસ્થ્ય થી ભરપુર છે, તેથી આરોગ્ય સમસ્યાઓના ઉપચાર કરવા માટે પણ તેને દવા તરીકે ઉપયોગ કરાય છે. આવો જાણીએ ખસખસ ના એવા જ ઉત્તમ ગુણો વિષે.

અનિન્દ્રા

ખસખસ ઊંઘ સાથે જોડાયેલ તકલીફોમાં મદદ કરે છે કેમ કે તેના સેવનથી તમને અંદરથી સુવા માટે મજબુત ઈચ્છા ઉત્પન થાય છે. જો તમે પણ અનિન્દ્રા ની તકલીફથી પરેશાન છો તો સુતા પહેલા ખસખસ ની પેસ્ટને ગરમ દૂધ સાથે સેવન કરવું તકલીફમાં ઘણું અસરકારક સાબિત થઇ શકે છે.

શ્વાસ સબંધી વિકાર

ખસખસ ના બીજમાં શાંતિદાયક ગુણ હોવાને કારણે તે શ્વાસ ની બીમારીઓના ઈલાજ માં ઘણી અસરકારક હોય છે. તે ખાંસી ને ઓછી કરવામાં મદદ કરે છે અને અસ્થમા જેવી સમસ્યાઓ ની સામે સમય સુધી રાહત પૂરી પાડે છે.

પોષણ

ખસખસ ના બીજ ઓમેગા ૬ ફેટી એસીડ, પ્રોટીન, ફાઈબર નો સારો સ્ત્રોત છે. તે ઉપરાંત તેમાં જુદા જુદા ફાઈટોકેમિકલ્સ, વિટામીન બિ, થાયમીન, કેલ્શિયમ અને મેગજીન પણ હોય છે. તેથી ખસખસ ને એક ઉચ્ચ પોષણ વાળું આહાર માનવામાં આવે છે.

કબજીયાત

ખસખસ ફાઈબરનો ઘણો સારો સ્ત્રોત છે. તેમાં તેના વજનથી લગભગ ૨૦-૩૦ ટકા આહાર ફાઈબર રહેલા હોય છે. ફાઈબર સ્વસ્થ મળ ત્યાગ માં અને કબજિયાત ની તકલીફ દુર કરવામાં ઘણું ફાયદાકારક હોય છે. લગભગ ૨૦૦ ગ્રામ ખસખસ તમારા રોજના ફાઈબરની જરૂરિયાતને પૂરી કરી શકે છે.

શાંતિકર ઔષધી

સુકી ખસખસને કુદરતી શાંતિ પૂરી પાડનારી ઔષધી માનવામાં આવે છે કારણ કે તેમાં થોડા એવા પ્રમાણમાં ઓપીપમ એલ્કલોઈડસ નામનું રસાયણ હોય છે. આ રસાયણ તંત્રિકાની અતિસંવેદનશીલતા, ખાંસી અને અનિન્દ્રા ને ઓછી કરીને તમારી તંત્રિકા તંત્ર ઉપર એક ન્યુનતમ અસર ઉભી કરે છે.

એન્ટીઓક્સીડેંટ

માનવામાં આવે છે કે ખસખસ માં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેંટ રહેલ હેવાને કારણે તેમાં અદ્દભુત એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે. આ એન્ટીઓક્સીડેંટ ફ્રી રેડીકલ ના હુમલાથી અંગો અને ઉત્તકો નું રક્ષણ કરે છે. તેથી આ બંધ ભયથી બચવા માટે આપણે આહારમાં ખસખસ નો ઉમેરો કરવો જોઈએ.

દર્દ નિવારક

ખસખસમાં રહેલ એપીપમ એલ્કલોઈડસ નામનું રસાયણ હોય છે, જે દર્દ નિવારક તરીકે ઘણું અસરકારક હોય છે. ખસખસ ને દાંતના દુખાવા, માંસપેશીઓ અને નસો ના દુખાવા દુર કરવા માટે ઉપયોગ કરી શકાય છે. ખસખસ એક જાણીતી દર્દ નિવારક પણ છે.

ત્વચાની જાળવણી

આયુર્વેદમાં તો હમેશા થી જ ખસખસ ને ત્વચા માટે સારી માનવામાં આવે છે. આ એક મોશ્ચ્રરાઈઝર જેવું કામ કરે છે અને ત્વચાની બળતરા અને ખંજવાળ ને ઓછી કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત તેમાં રહેલ લીનોલિક નામનું એસીડ એક્જીમાં ના ઉપચારમાં પણ મદદગાર થાય છે.