સુંદરતા ઉપર કાળા ડાઘ થવા લાગે ત્યારે તમે ખસખસ નો પ્રયોગ કરો ક્લિક કરી ને જાણો ઉપયોગ

પોષ્ટિક અને સ્વાદથી ભરપુર ખસખસ નો ઉપયોગ શાકની ગ્રેવી બનાવવામાં અને શિયાળાના દિવસોમાં સ્વાદિષ્ઠ હલવો બનાવવા માટે કરવામાં આવે છે. તે સ્વાદ અને લાભ થી ભરપુર છે, તેથી જ સ્વાસ્થ્યની તકલીફો ના ઉપચાર કરવા માટે પણ તેને દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. આવો જાણીએ ખસખસ નાં આવા જ ઉત્તમ ગુણો વિષે.

ખસખસ ના 10 ચમત્કારી ફાયદા :

(1) દુઃખાવો દુર કરીને રાહત અપાવે : ખસખસ ને દર્દ નિવારક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી મળી આવતા ઓપિયમ એલ્કલોઇડ્સ તમામ પ્રકારના રોગોને દુર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ખાસ કરીને તેનો ઉપયોગ માંસપેશીઓ ના દુઃખાવા માટે કરવામાં આવે છે. ખસખસ નું તેલ પણ બજારમાં મળે છે. જેનો ઉપયોગ દુઃખાવા વાળી જગ્યા ઉપર કરવામાં આવે છે.

(2) ઊંઘ ન આવે તો ખસખસ નું દૂધ અજમાવો : જો તમને ઊંઘ ન આવવાની તકલીફ છે તો સુતા પહેલા ખસખસ ને ગરમ દૂધ સાથે પીવાથી તમને ખુબ ફાયદાકારક બની શકે છે. તે અનિન્દ્રા ની તકલીફને દુર કરે છે. તે તમને ઊંઘ લેવા માટે પ્રેરિત કરશે.

(3) શ્વાસ સબંધી તકલીફોમાં : શ્વાસ સબંધી તકલીફ થાય તો ખસખસ ખુબ ફાયદાકારક રહે છે. તેની સાથે જ તે ખાંસી ને ઓછી કરીને શ્વાસ ને લગતી તકલીફોમાં લાંબા સમય સુધી આરામ અપાવવામાં મદદ કરે છે.

(4) શરીરને શક્તિથી ભરી દે : ખસખસ ફાઈબર નું ઉત્તમ સ્ત્રોત છે, જેના ઉપયોગથી કબજિયાત ની તકલીફ નહી રહે. તે ઉપરાંત તે ઉત્તમ પાચન માં પણ મદદ કરે છે અને શરીરને શક્તિ આપવા માટે પણ ખુબ લાભદાયક હોય છે.

(5) કિડનીની પથરીમાં ફાયદાકારક : કિડનીની પથરીમાં ઈલાજ માટે પણ ખસખસ નું સેવન કરવામાં આવે છે. તેમાંથી મળી આવતા ઓક્સલેટ્સ શરીરમાં રહેલ વધારાનું કેલ્શિયમ નું અવશોષણ કરીને કિડનીમાં પથરી બનતી અટકાવે છે.

(6) માનસિક તણાવથી બચાવે છે : ખસખસ માનસિક તણાવથી મુક્તિ અપાવવા સાથે સાથે ચામડી ઉપર થતી કરચલીઓ ને પણ ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેંટ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે તમને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

(7) ચામડી ની બળતરા અને ખંજવાળ : ખસખસ ત્વચાને નમી આપવામાં પણ ઉપયોગી થાય છે. તે ત્વચાની બળતરા અને ખંજવાળને ઓછી કરવા સાથે જ એક્જીમાં એવી તકલીફો સામે લડવામાં મદદ કરે છે.

(8) આરોગ્ય સાથે સુંદરતા નો સમન્વય : 8 ઓમેગા-6 ફેટી એસીડ, પ્રોટીન, ફાઈબર થી ભરપુર હોવાની સાથે જ ખસખસમાં ફાઈટોકેમિકલ્સ, વિટામીન બી, થાયમીન, કેલ્શિયમ અને મેન્ગ્નીજ પણ મળી આવે છે, જે પોષણ ની દ્રષ્ટીએ ખુબ ફાયદાકારક છે.

(9) કુદરતી ચમક થી ચહેરો ચમકાવે : ત્વચા ને સુંદર બનાવવા માટે ખસખસ નો ઉપયોગ દુધમાં વાટીને ફેસપેક તરીકે કરી શકાય છે. તે ત્વચાની નમી આપવાની સાથે જ કુદરતી ચમક લાવે છે, અને ચહેરો ચમકી જાય છે.

(10) તરસ લાગવી, તાવ, સોજો કે પેટમાં થતી બળતરા : તે ઉપરાંત ઘણી જાતની નાની નાની તકલીફો જેવી કે વધુ તરસ લાગવી, તાવ, સોજો કે પેટમાં થતી બળતરા થી રાહત મેળવવા માટે ખસખસ નો ઉપયોગ કરવામાં આવે છે. તે પેટમાં વધતી ગરમીને શાંત કરવામાં ઉપયોગી છે.