ખાવા પીવામાં જ રહેલો છે મહાદેવને ખુશ કરવાનો ઉપાય, જાણો ક્યા અનાજથી મળે છે કેવું વરદાન.

ભોલે ભંડારી સોના ચાંદીથી નહિ માત્ર અનાજ અને રસથી જ થઇ જાય છે પ્રસન્ન, માગવું છે વરદાન તો ચડાવો અનાજ

ભગવાન શિવને ભોલે ભંડારી કહેવાય છે. શ્રદ્ધાથી એક લોટો પાણી પણ ચડાવી દો, તો પણ ભગવાન શિવ ખુશ થઇ જાય છે. મહાદેવને ક્યારેય આંડબર પસંદ નથી. મહાદેવ ખૂબ જ ગણ્યા ગાંઠ્યા અને સુંદર વસ્ત્રો પહેરતા નથી અને તેમના ભક્તો પાસે એવી આશા પણ નથી રાખતા કે સોના ચાંદી ચડાવવાથી જ ખુશ થાય છે.

મહાદેવને જે પણ શ્રદ્ધાથી ધ્યાન કરીને તેમને વસ્તુઓ ચડાવે છે, તે તેવી જ રીતે તેમની મનકામના પૂર્ણ કરી દે છે. ઘર ઉપર રાખવામાં આવેલા તમારા અનાજ અને ખાવા પીવાની વસ્તુઓમાં જ ભગવાન શિવને ખુશ કરવાનો ઉપાય છુપાયેલો છે.

ચોખા :-

શિવમહાપૂરાણમાં બતાવવામાં આવ્યું છે કે શિવલિંગ ઉપર સફેદ ચોખા ચડાવવા વાળા ઓને ધનલાભ મળે છે. જો તમને ધનલાભ ન થઇ રહ્યો હોય અથવા તમારા રૂપેયા પૈસા ક્યાંક રોકાઈ ગયા હોય તો શિવજીને સોમવારના દિવસે ચોખા ચડાવો. એક મુઠ્ઠી ચોખા શિવજીને ચડાવો અને પછી કોઈ ગરીબને દાન આપો. જેનાથી જે ભૂખ્યાનું પેટ ભરશો તે પણ તમને આશીર્વાદ આપશે અને શિવજી ખુશ થઇને તમારા ઘરમાં અપાર ધન સંપત્તિ લાવશે.

જવ :-

આપણા જીવનમાં આપણે ઘણી વાર તે મુશ્કેલીઓથી ઘેરાયેલા રહીએ છીએ. જે આપણા દ્વારા નથી ઉભી કરવામાં આવી. ઘણી વાર પ્રયત્ન કરવા છતાં પણ આપણે તે મુશ્કેલી માંથી બહાર નથી નીકળી શકતા ઘણી વાર એવું દોષના કારણે થાય છે. આવા દોષને મટાડવા માટે શિવલિંગ ઉપર જવ ચડાવો. તેનાથી તમામ દોષ સમાપ્ત થઇ જાય છે અને સાથે સાથે મનુષ્યના જીવનમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે.

ઘઉં :-

શિવલિંગ ઉપર ઘઉં ચડાવવાથી પણ ખૂબ લાભ મળે છે. જો તમાર લગ્નનો લાંબો સમય થઈ ગયો હોય અને તમને સંતાન સુખ મળી ન રહ્યું હોય તો ઘઉં ચડાવવાથી તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં શિવલિંગ ઉપર ઘઉં ચડાવવાથી બુધ્ધિક સ્તરનો વિકાસ થાય છે.

પાણી :-

તમે જોયું હશે કે બીજું કાઈ શિવલિંગ ઉપર ચડાવે કે ન ચડાવે પાણી જરુર ચડાવવામાં આવે છે. શિવલિંગ પર પાણી ચડાવવાથી સંતાન સુખ તો મળે છે અને શરીર પણ નીરોગી રહે છે. પાણી ચડાવવાથી શિવ ખુશ રહે છે.

દહીં :-

શિવલિંગ ઉપર લોકો પંચામૃત ચડાવે છે, પરંતુ જે વ્યક્તિ શિવલિંગ ઉપર દહીં ચડાવે છે, તો તેનું સમાજમાં માન સન્માન વધે છે. ઘણીવાર લોકો દૂધ અને જળ શિવલિંગ ઉપર ચડાવે છે, પરંતુ દહીં ઝડપથી શિવલિંગ પર ચઢતું નથી જોવા મળતું. દહીં ચડાવવાથી શિવ ખુશ થાય છે.

ઘી :-

ગાયનું શુદ્ધ દેશી ઘીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને શિવલિંગ ઉપર ચડાવવું ઘણું જ શુભ માનવામાં આવે છે. શિવલિંગ ઉપર શુધ્ધ દેશી ઘી ચડાવવાથી શારીરિક બળ મળે છે. શરીરને જેમ તમે દેશી ઘી આપો છો, તો શરીરને શક્તિ મળે છે. તેવી જ રીતે શિવલિંગ ઉપર પણ દેશી ઘી ચડાવવાથી, મહાદેવ ખુશ થાય છે અને શરીરને શક્તિ આપે છે.

ખાંડ ભેળવેલું દૂધ :-

શિવલિંગ ઉપર દૂધ ચડાવવું ઘણું જ શુભ હોય છે. શિવલિંગનો જ્યારે પણ અભિષેક કરીએ છીએ ત્યારે દૂધ જરુર ચડાવીએ છીએ. જેમ કે દૂધમાં હળવી ખાંડ ભેળવીને તેને શિવજીને અર્પણ કરો કે અભિષેક કરો. તેનાથી તમને તમામ ભૌતીક સુખ મળશે.