ખાવાનું ખાધું, પગ દબાવ્યા અને પછી કર્યો ગુરુના પરિવારનો ખાત્મો, કબુલ્યો ગુનો, જણાવ્યું આ મોટું કારણ

પ્રખ્યાત ગાયક અજય પાઠકની મંડળીના સૌથી ખાસ શિષ્ય હતો હિમાંશુ. એક રીતે તે અજયનો પીએ હતો. દરેક કામમાં ઓલરાઉન્ડર, સ્માર્ટ પર્સનાલિટી, ફેસબુક અને સોશિયલ મીડિયામાં પણ સાકરતીયા હતો. મંડળી સાથે સંગીત વગાડવા અને કાર ચલાવવામાં પણ એક્સપર્ટ થઈ ગયો હતો. રાત્રે ગુરુજી એટલે કે અજયના ઘરે જ ઊંઘ્યો હતો. એમના પગ પણ દબાવ્યા અને આ દરમિયાન એણે આ ઘટનાને અંજામ આપી દીધો. બુધવારે આખા શામલી શહેરમાં આ ઘટનાની જ ચર્ચા હતી.

જણાવવામાં આવે છે કે, લગભગ બે અઢી વર્ષ પહેલા ભજન મંડળી સાથે જોડાવા પર હિમાંશુએ અજય પાઠકનો ભરોસો જીતી લીધો હતો. મંડળીમાં ગીત વગાડવામાં મદદ કરવા સિવાય તે ડ્રાઈવિંગ પણ કરતો હતો. અજય પાઠકના પરિવારમાં એનું આવવા જવાનું પણ હતું. ઘણીવાર રાત્રે એમના ઘરે જ રોકાઈ જતો હતો.

પોલીસ અનુસાર, ઘટના વાળી રાત્રે પણ હિમાંશુ અજય પાઠકના ઘરે રોકાયો હતો. ખાવાનું ખાધું અને અજય પાઠકના પગ પણ દબાવ્યા. પછી રાત્રે જ એણે આખા પરિવારનો ખાત્મો કરી દીધો.

પોલીસ સામે ભોળો બનતો રહ્યો આરોપી :

આરોપી હિમાંશુ પોલીસની પકડમાં આવ્યા પછી પોતાને ભોળો સાબિત કરતો જોવા મળ્યો હતો. મીડિયાની સામે રજુ કરવા પર તે બોલ્યો મેં તો ગુરુજી પાસે પોતાના રૂપિયા માંગ્યા હતા, એમને જણાવ્યું હતું કે મારા પર દેવું છે, બેંક વાળ હેરાન કરી રહ્યા છે. તે રાત્રે પણ રૂપિયા માંગ્યા પણ એમણે ખરું-ખોટું કહ્યું અને રૂપિયા નહીં આપ્યા.

આરોપી હિમાંશુએ અફસોસ કરતા કહ્યું કે, એમણે રૂપિયા નહિ આપ્યા અને ખીજવાયા, અપશબ્દો કહ્યા. આથી એણે ઘણા અપમાનનો અનુભવ કર્યો. એ પછી રૂમમાંથી નીચે આવી ગયો. તેને ખબર નહિ શું થયું. તેને હવે પોતાને ભરોસો નથી થઈ રહ્યો કે, તેણે આ શું કરી દીધું છે. પૂછવા પર જણાવ્યું કે, તેણે ઘરમાં જ રાખેલી તલવાર અને ચાકુ ઉઠાવીને પાઠક પરિવાર પર હુમલો કરી દીધો હતો.

દિવસ થતા અવરજવર થવા પર ઈરાદો બદલ્યો :

એસપી અનુસાર, આરોપી હિમાંશુ એ અજયની કારને મકાનની બહાર ઉભી રાખી. પહેલા માળ પરથી ભાગવત અને વસુંધરાનું શબ ઘસડીને નીચે ઉતાર્યું. ભાગવતનું શબ કારની ડિક્કીમાં નાખી દીધું, પણ વસુંધરાનુ શબ ભારે હોવાને કારણે તેને ઉપાડી શકાયો નહિ. ત્યાં સુધીમાં દિવસ થઈ ગયો હતો અને ઘણો પ્રકાશ આવી ગયો હતો. ગલીમાં અવરજવર જોઈને વસુંધરાનું શબ પાછું રૂમમાં મૂકી દીધું અને એના પર ગોદડું નાખી દીધું. રૂમને બહારથી તાળું મારી દીધું.

એ પછી તે ફરીથી અજય અને સ્નેહાના રૂમમાં ગયો અને એમના શબ પર ધાબળા નાખી દીધા. બધાના મોબાઈલ પોતાની સાથે લઈ લીધા. હિમાંશુએ ઉતાવળમાં મકાનની તપાસ પણ કરી. સ્નેહાના કબાટમાં તાળું ન હતું, કબાટ ખોલીને બેગ બહાર કાઢ્યા અને રૂમ બહારથી બંધ કરીને નીકળી ગયો. અજયના છોકરાના શબને કાર સાથે જ સળગાવી દીધું.

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.