ખેડૂતના દીકરાએ બાઇકના એન્જીનથી બહુ ઓછા ખર્ચ થી બનાવ્યું ફ્લાઈંગ મશીન ક્લિક કરી જુઓ વિડીયો

જો ધગશ હોય તો સપનામાં ઉડવાની પાંખ આપોઆપ લાગી જાય છે. પછી તેની સામે મોટા માં મોટા વિઘ્નો પણ સામાન્ય લાગવા લાગે છે. આવું જ ઉદાહરણ પુરુ પાડ્યું છે હિસાર જીલ્લાના આદમપુર વિસ્તારનું ગામ ઢાણી મોહબ્બતપુર ના રહેવાસી બીટેક ના વિદ્યાર્થી કુલદીપ ટાક એ.

23 વર્ષીય કુલદીપે દેશી પદ્ધતિથી ઉડનારૃ અલગ જ ફ્લાઈંગ મશીન તૈયાર કર્યું છે. તે મશીન 1 લીટર પેટ્રોલમાં લગભગ 12 મિનીટ સુધી આકાશમાં ઉડે છે. તેને પૈરાગ્લાઈડીંગ ફ્લાઈંગ મશીન કે મીની હેલીકોપ્ટર નું નામ આપવામાં આવ્યું છે.

કુલદીપે 3 વર્ષની સખત મહેનત પછી પૈરાગ્લાઈડીંગ ફ્લાઈંગ મશીનમાં ઉડવામાં સફળતા મેળવી છે. મશીન જોવામાં ભલે સાધારણ દેખાતું હોય, પણ તે ઉડવામાં ગજબનું છે. ઢાણી મોહબ્બતપુરના રહેવાસી કુલદીપના પિતા પ્રહલાદ સિંહ ટાક ગામમાં ખેતીવાડી કરે છે. ચંડીગઢ થી બીટેક નો અભ્યાસ પૂરો કર્યા પછી હવે કુલદીપ આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છે, ફ્લાઈંગ મશીન બનાવવામાં ગામ આર્યનગર ના રહેવાસી સતીષકુમારનું પણ યોગદાન રહેલ છે.

ટાંકી ફૂલ હોય તો 1 કલાક સુધી ઉડી શકે

કુલદીપે જણાવ્યું કે મશીન તૈયાર કરવમાં લગભગ અઢી લાખ રૂપિયા નો ખર્ચ થયો છે. આ ફ્લાઈંગ મશીનથી કોઈને ખતરો નથી. મશીનમાં બાઈક નું 200CC એન્જીન લગાવ્યું છે, તે ઉપરાંત લાકડાના પંખા લગાવ્યા છે, સાથે સાથે નાના ટાયર લગાવ્યા છે.

તેની ઉપર પૈરાગ્લાઈડર લગાવેલ છે જે ઉડવામાં અને સલામત રીતે લેન્ડિંગ કરવામાં ઉપયોગી છે. હાલમાં આ મશીનમાં માત્ર 1 જ વ્યક્તિ બેસી શકે છે, પણ કુલદીપે દાવો કર્યો છે કે થોડા જ મહિનામાં આ મશીન 2 લોકોને લઈને ઉડશે, જેમાં સૌથી પહેલા તે પોતાના પિતાને બેસાડશે.
2 હજાર ફૂટ સુધી ઉડી શકે છે

આ મશીન 10000 ફૂટ ની ઉંચાઈ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે. ગામ ચોધરીવાળી થી આસપાસના ગામોમાં કુલદીપે અત્યાર સુધી લગભગ 2000 ફૂટની ઉંચાઈ સુધી ઉડાડ્યું છે આ મશીન પેટ્રોલથી ઉડે છે જેમાં 5-6 લીટરની ટાંકી છે. આખા ફ્લાઈંગ મશીનમાં સ્થાનિક કક્ષાની વસ્તુનો ઉપયોગ કરવામાં આવેલ છે. એટલે કે કુલ મળીને આ મશીન ની ટાંકી ફૂલ થયા પછી તમે 1 કલાક સુધી આકાશમાં ઉડી શકો છો.

પિતાએ કહ્યું, આખી રાત લાગી રહે છે દીકરો

કુલદીપે જણાવ્યું કે તેના આ સપનાને સાકર કરવામાં તેના પરિવારનું સૌથી મોટું યોગદાન છે. તેના પિતા પ્રહલાદ સિંહ ટાક અને સહયોગી સતીશ આર્યનગરે તેની મહેનતને પ્રોત્સાહન આપ્યું. પિતા પ્રહલાદ સિંહ ખેતરમાં રહે છે. કુલદીપના પિતા પ્રહલાદ સિંહ ટાકે જણાવ્યું કે તેનો દીકરો મોડી રાત સુધી આ મશીનને બનાવતો રહેતો હતો.

તેમનું ના કહેવા છતાં પણ કુલદીપ મશીનને પૂરું કરવામાં લાગ્યો રહ્યો. લગભગ 6 મહિના પહેલા ગોવામાં પાયલોટ ની 3 મહિનાની ટ્રેનીંગ હતી. ટ્રેનીંગ પૂરી થયા પછી પણ કુલદીપનું ફ્લાઈંગ મશીન બનાવવાનો જુસ્સો ઓછો થયો નહી. તે કુલદીપના સહયોગી સતીશ આર્યનગર એ કહ્યું કે તેને પૂરો વિશ્વાસ હતો કે કુલદીપ તેને હવામાં જરૂર ફેરવશે. કુલદીપની માં કમલા બેને જણાવ્યું કે દીકરાને હવામાં ઉડતો જોઈએ ખુબ આનંદ થઇ રહ્યો છે દીકરાએ ઘણા વર્ષોની મહેનત બાદ હવે મળી રહ્યો છે તેનો ફાયદો.

પહેલા પણ બનાવ્યું હતું એયરક્રાફ્ટ જે થઇ ગયું ક્ષતિગ્રસ્ત

સહયોગી સતીશે જણાવ્યું આમ તો આ પહેલા પણ તેને એક એયરક્રાફ્ટ તૈયાર કર્યું હતું, પણ તે ટ્રાયલ દરમિયાન સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઇ ગયું. તેમ છતાં પણ તેમણે હિમ્મત ન હારી. પછી પૈરાગ્લાઈડીંગ ફ્લાઈંગ મશીન બનાવવા નો નિર્ણય લીધો અને આજ તે તેમાં સફળ થઇ જ ગયા.

વિડીયો

https://youtu.be/SlBOefs1hPw