ખેડૂત પિતાની 3 દીકરીઓ અને ત્રણેય સેનામાં લેફટીનેંટ, જાણો આ દેશપ્રેમી દીકરીયો ને

એક ખેડૂતની ત્રણ દીકરીઓએ એક સાથે શરુ કરીને આર્મી અને લેફટીનેંટ બની. આ ત્રણે બહેનોની સફળ કથા એટલી રસપ્રદ છે કે તમે ગર્વ અનુભવશો.

રોહતક ના એક ખેડૂત પ્રતાપસિંહ દેશવાલ ને બે દીકરી પ્રીતિ (23) અને દિપ્ત (22) અને ભત્રીજી મમતા (24) એ આ સિદ્ધી હાંસલ કરી છે. ત્રણેમાં દેશભક્તિની એટલી ભાવના હતી કે બાળપણથી જ લશ્કરમાં જવાનો મનસુબો બનાવી લીધો હતો. તમામ પડકારોનો સામનો કરીને બે સગી બહેનો અને એક કુટુંબની બહેનોએ હવે લશ્કર માં મેડીકલ વિભાગમાં લેફ્ટનેંટ ના હોદ્દા ઉપર પ્રવેશ મેળવી લીધો છે. દીકરીઓની આ સિદ્ધી થી પિતા ખુબ ગૌરવ અનુભવે છે.

મૂળ ઈજ્જર ના રહેવાસી પ્રતાપસિંહ દેશવાલે જણાવ્યું કે અમારા ઘરમાં કોઈ લશ્કરમાં નથી. પહેલી વખત દીકરીઓએ જયારે તેમનો વિચાર રજુ કર્યો ત્યારે નવાઈ લાગી. પછી જાણીને લોકોની સલાહ લઈને દીકરીઓને ભણાવવાનો વિચાર કર્યો. આમ તો ભણવાનું મોંઘુ હતું અને ખેતીવાડી ના સહારે બધું શક્ય ન હતું, પણ દીકરીઓને દીકરાની જેમ ઉછેરી અને દિવસ રાત મહેનત કરીને દીકરીઓને લેફ્ટનેંટ બનાવીને જ રહ્યા.

દેશમુખ કહે છે કે દીકરીઓને ભણાવવાથી બે ઘર સુધરશે. પાછો સમાજને એક સારો સંદેશ પણ આપવો હતો. તે મમતાની માતા સુમિત્રાએ જણાવ્યું કે પ્રતાપસિંહએ તેમની દીકરીઓને ભણાવી અને હવે તે લશ્કરમાં જઈને દેશ અને કુટુંબનું નામ રોશન કરશે. આર્મી મેડીકલ વિભાગમાં ભરતી થયા પછી હવે જુદા જુદા રાજ્યોમાં ઓર્ડર મળેલ છે.

પ્રીતિ દેશવાલ કલકત્તામાં ભણેલ અને તમિલનાડુના વૈલિંગટન ઉટી માં મિલેટ્રી હોસ્પિટલમાં કામ કરશે. મુંબઈ માં ભણેલ દીપ્તિને યુપીના આગ્રામાં ઓર્ડર મળ્યો છે. પુનાના આર્મ્ડ ફોર્સેજ મેડીકલ કોલેજમાં ભણેલ મમતાને ઉત્તરાખંડ ના રાણીખેત માં ઓર્ડર મળેલ છે.

દેશ માં સૌથી વધુ મહેનતુ લોકો એટલે ખેડૂત અને ખેતી થી સંકળાયેલ પરિવારો જે ખેતી કરી ને દેશ નું પેટ ભરે છે અને એમના જ સંતાનો દેશ ની રક્ષા કરવા સરહદ પર પણ સેવા બજાવી રહ્યા છે.


Posted

in

,

by