ખેડૂતે વિકસાવી આ ટેકનીક, જેનાથી દરેક ઘરે ઘરે કમાઈ શકે છે મહિનાના 50,000 રૂપિયા.

ટેકનીકની બાબતમાં ઇઝરાયેલ દુનિયાનો સૌથી હાઈટેક દેશ માનવામાં આવે છે. ભારત સહીત દુનિયાના ઘણા દેશ આ નાના એવા દેશ માંથી શીખવા જાય છે. પરંતુ ભારતનો એક ખેડૂત છે, ઇઝરાયલના લોકો તેમાંથી શીખવા આવે છે. હવે ખેડૂત એ જે ટેકનીક વિકસાવી છે. હવે તો ઇઝરાયલમાં લાગુ કરવામાં આવી રહી છે.

આ હાઈટેક ટેકનીકનું નામ ‘ચોકા સીસ્ટમ’ છે. તે એક એવી ટેકનીક છે જેને દેશના દરેક ખૂણા, દરેક ગામના ખેડૂત પોતાની ગણતરીએ ઉપયોગ કરી શકે છે. કદાચ એ જ કારણ છે કે ઇઝરાયલમાં પણ લોકપ્રિય થઇ રહી છે. આ ટેકનીક છે ખેડૂતને કમાણી કરાવવાની, તેને ગામમાં જ રોજગાર આપવા, પાણી બચાવવા તરફ જમીનને સારી રાખવાનું. આ ખેડૂતનું માનીએ એ તો ટેકનીક છે, જેના આધારે ગાયોને ફાયદાકારક રીતે જાળવી રાખવા માટે તેને બચાવી પણ શકાય છે.

‘ચોક સીસ્ટમ’ ની જે ગામ માંથી શરુઆત થઇ છે તે દરેક ઘર માત્ર દૂધના ધંધા માંથી દર મહીને ૧૦ થી ૫૦ હજાર રૂપિયા કમાય છે. ઇઝરાયલને જ્ઞાન આપવા વાળા એક ખેડૂતનું નામ લક્ષ્મણ સિંહ. 62 વર્ષના લક્ષ્મણ સિંહ રાજસ્થાનના જયપુર માંથી લગભગ 80 કી.મી. દુર લાહોડીયા ગામના રહેવા વાળા છે.

આ ગામ એક સમયે ભીષણ દુષ્કાળનો ભોગ બનેલું હતું. ગરીબી અને જાગૃતતાની ખામીને લીધે અહિયાં કોઈ પણ દિવસે ઝગડા તોફાન થતા રહે છે, યુવાન ગામ છોડીને શહેરમાં મજુરી કરવા માટે મજબુર થઇ રહ્યા હતા.

લગભગ ૪૦ વર્ષ પહેલા લક્ષ્મણ સિંહએ પોતાના ગામને બચાવવા માટે અભિયાન શરુ કર્યો. ફેરફારની અસર થઇને આજે ઇઝરાયલ જેવો દેશ આ ગામનું પ્રતિક છે. આજે લાપોડીયા સહીત રાજસ્થાનના ૫૮ ગામ ચોકા સીસ્ટમને કારણે પ્રગતી તરફ છે. અહિયાં પાણીની સમસ્યા ઘણે અંશે ઓછી થઇ છે. ખેડૂત વર્ષમાં ઘણા પાક ઉગાડે છે. પશુપાલન કરે છે. અને પૈસા કમાય છે. ૩૫૦ ઘર વાળા આ ગામમાં આજે ૨૦૦૦ ની લગભગ વસ્તી રહે છે.

ચોક સીસ્ટમથી પશુઓને ઘાસ મળે છે અને જળસ્તર સારું રહે છે.

ગામના વિકાસ માટે રૂપિયાની ઓછામાં ઓછી જરૂર પડે તેના માટે શ્રમદાનનો આશરો લેવામાં આવ્યો. ગામના લોકોને તેની સાથે જોડવા માટે ૧૯૭૭ માં તેમણે ગ્રામ વિકાસ નવયુક્ત ઉભું કરવાનું છે કે તે પોતાના ગામના મજુર નહિ પરંતુ માલિક છે.

આવી રીતે બને છે ‘ચોકા સીસ્ટમ’ :-

ચોકા સીસ્ટમ દરેક પંચાયતની સાર્વજનિક જમીનો ઉપર બને છે. એક ગ્રામ પંચાયતમાં ૪૦૦ થી ૧૦૦૦ વીઘા જમીન ખાલી પડી રહે છે, આ ખાલી જમીનમાં ચોકા સીસ્ટમ ગ્રામ પંચાયતના સહયોગ દ્વારા બનાવવામાં આવે છે. ખાલી પડેલી જમીનમાં જ્યાં વરસાદનું ૯ ઇંચ પાણી સંગ્રહી શકે ત્યાં ત્રણ મોટી દીવાલ બનાવવામાં આવે છે. મુખ્ય દીવાલ ૨૨૦ ફૂટ લાંબી હોય છે અને બન્ને સાઈડની દીવાલો ૧૫૦-૧૫૦ ફૂટ લાંબી હોય છે.

આ ગામમાં હવે નથી થતી ક્યારે પણ પાણીની તંગી :-

જમીનનું લેવલ ૯ ઇંચનું કરવામાં આવે છે, જેથી ૯ ઇંચ જ પાણી અટકી શકે તેનાથી ઘાસ નહિ સડે. તેનાથી વધુ જો પાણી અટકે તો ઘાંસ જામશે નહી. દર બે વીઘા ધામન ઘાસનાં બીજ આ ચોકામાં નાખી દે છે ત્યાર પછી ટ્રેક્ટર દ્વારા બે કાપણી કરવામાં આવે છે.

વર્ષ આખું તેમાં પશુઓને ચરવાનું ઘાસ રહે છે. આ ઘાસના બીજ ઉપરાંત દેસી બાળળ, ખીજડો, બોર જેવા ઘણા ઝાડના બીજ પણ નાખવામાં આવે છે. ચોકા સીસ્ટમની આજુ બાજુ ઘણા ખાડા બનાવી દેવામાં આવે છે. જેમાં વરસાદનું પાણી અટકી શકે. જેમાંથી ઢોર ચોકામાં ચરીને ખાડા માંથી પાણી પી શકે.

એક બીજાની અદેખાઈ અને ટાંટિયા ખેચવાનું બંધ કરી જો ખેડૂત અને પંચાય પોતાના ગામનું વિચારી આ રીતે જો “સૌનો સાથ, સૌનો વિકાસ” થી કાર્ય કરે તો ગામડા તુટતા બચી જાય, દરેકને ગામમાં જ રોજગારી મળી રહે, અને ઉદ્યોગો આવવાથી થતી ખાનાખરાબીથી બચી શકાય. જય જવાન, જય કિશન, જય હિન્દ…