ખેડૂતોને પાક નુકશાન અને તીડ નુક્શાનમાં સહાય, ખાતામાં પૈસા આપવાની જાહેરાત

ખેડૂતો માટે ખાસ- ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી જેને વરસાદ ના લીધે પાકને નુકશાન થયું હોય તેમજ તીડના લીધે પાક નુકશાન થયું હોય તેમને સહાય આપવામાં આવશે. સરકારે ખાતામાં પૈસા આપવાની જાહેરાત કરી.

૧૮ ડિસેમ્બરે ગુજરાતની રૂપાણી સરકારની કેબિનેટ બેઠક મળી હતી.

આ બેઠકમાં રૂપાણી સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં લેતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠક બાદ કૃષિ મંત્રી આર સી ફળદુ એ પ્રેસ કોન્ફરેન્સને સંબોધતા કહ્યું હતું કે ,૧૭ લાખ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. અને તમામ ૧૭ લાખ ખેડૂતોને નુકશાનનું વળતર ચૂકવવમાં આવશે.

કૃષિમંત્રીએ જણાવ્યું કે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને જે પણ નુકશાન થયું છે અને આ અંગેની જે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી દીધી છે તેમને આવતા અઠવાડિયામાં ચુકવણી થઈ જશે.

જે ખેડૂતોએ હજુ અરજી નથી કરી તેમને ૩૦ ડિસેમ્બર સુધીમાં પાક નુકશાનીની અરજી કરવાની અપીલ કરી છે. તે પછી પણ જો ખેડૂતોની માંગ હશે તો ચર્ચા કરીને ઓનલાઇન અરજી કરવાની તારીખને આગળ પણ લંબાવવામાં આવશે.

કૃષિમંત્રીએ જણાવ્યું કે, તીડના કારણે સુઈગામ અને વાવના ખેડૂતોને નુકશાન થયું છે તેમજ તીડના કારણે જ્યાં નુકશાન થયું ત્યાં સર્વે કરાશે

ખેતીવાડી વિભાગ નુકશાન અંગે સર્વે કરશે જેથી નુકસાનના સર્વે બાદ ખેડૂતોને સહાય કરાશે.

આ માહિતી જીકે એન્ડ કરન્ટ અફેર્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.