ખેલાડી હોવાની સાથે નિભાવી માં ની ફરજ, મેચની વચ્ચે કરાવ્યું બાળકને સ્તનપાન, મળ્યું આ ઈનામ

એક માં અને બાળકનો સંબંધ સૌથી ગાઢ હોય છે, માં પોતાના બાળક માટે કાંઈ પણ કરી છૂટવા માટે તૈયાર રહે છે. એક માતાની મમતા હંમેશા દરેક વસ્તુ ઉપર હોય છે. તે કોઈ પણ પ્રોફેશનલમાં હોય, કોઈ પણ કામ કરી રહી હોય કે કેટલી પણ ફેમસ હોય, પરંતુ જયારે વાત તેના બાળકના હિતની આવે છે તો તે હંમેશા તેને પ્રાથમિકતા આપે છે.

તેનું એક તાજુ ઉદાહરણ હાલમાં જ વાયરલ થઇ રહેલા એક માં ના ફોટામાં જોઈ શકાય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર એક ફોટો ઘણો ઝડપથી પોપુલર થઇ રહ્યો છે. આ ફોટામાં એક માં સ્પોર્ટ્સ ડ્રેસ પહેરી ખુરશી ઉપર બેસી પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી છે, સુત્રોના જણાવ્યા મુજબ આ માં એક વોલીબોલ ખેલાડી છે.

A stolen moment to feed her 7 month old baby in between a game was captured making it the picture mascot of the Mizoram…

Posted by Ninglun Hanghal on Monday, December 9, 2019

ખાસ કરીને આ આખી ઘટના ‘મિઝોરમ સ્ટેટ ગેમ ૨૦૦૯’ ની છે. ફોટામાં દેખાઈ રહેલી આ મહિલા મિઝોરમમાં એક વોલીબોલ ખેલાડી છે. જયારે તે આ ગેમ રમી રહી હતી, તો તેણે ત્યાં તો પોતાના ૧૦૦ ટકા પ્રદર્શન આપ્યું જ, પરંતુ સાથે પોતાની માતા હોવાની ફરજ નિભાવતા પોતાના બાળકની ભૂખ તરસની પણ પુરતી કાળજી લીધી. આ માતાએ પહેલા વોલીબોલ મેચ રમી. પછી રમત વચ્ચે જયારે હાફ ટાઈમ થયો તો તે તરત પોતાના બાળકને સ્તનપાન કરાવવા લાગી.

હવે કોઈએ આ સુંદર પ્રસંગને કેમેરામાં કેદ કરી લીધો. ત્યાર પછી આ તસ્વીર ઈન્ટરનેટ ઉપર ઘણી લોકપ્રિય થઈ ગઈ. જેણે પણ આ અદ્દભુત દ્રશ્ય જોયું તે માતાની પ્રસંશા કરવા લાગ્યા. લોકોને એ વાત ઘણી પસંદ આવી કે, મહિલાએ એક ખેલાડી હોવાની સાથે સાથે એક માતા હોવાનું કર્તવ્ય પણ સારી રીતે નિભાવ્યું. હવે તેને જ એક મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ કહેવામાં આવી શકે છે.

આ ફોટાને નીંગ્લુંગ હંગલ નામના એક ફેસબુક યુઝરે પોતાની ફેસબુક વોલ ઉપર શેયર કર્યો છે. તેમણે આ ફોટો શેયર કરતા જાણકારી આપી કે, આ ફોટો ‘મિઝોરમ સ્ટેટ ગેમ ૨૦૧૯’ નો છે જ્યાં એક માતા રમતના મધ્યમાં પોતાના ૭ મહિનાના બાળકને સ્તનપાન કરાવી રહી છે.

જાણકારી મુજબ આ મહિલાનું નામ લાલવેન્તલુઆંગી છે, જો કે તુઈકુમ વોલીબોલ ટીમની એક ખેલાડી છે. આ મહિલાનો ફોટો વાયરલ થતા તે મિઝોરમના રમત મંત્રીના ધ્યાનમાં આવી ગયો. તે આ ફોટો જોઇને એટલા ખુશ થયા કે, તેમણે મહિલાને ૧૦,૦૦૦ રૂપિયાના ઈમાનની રકમ પણ આપવાનો નિર્ણય કરી લીધો.

સોશિયલ મીડિયા ઉપર લોકો આ માતાને સલામ કરી રહ્યા છે, ચારે તરફ મહિલાની પ્રસંશા થઇ રહી છે. આ મહિલા તે ઘણી મહિલાઓ માટે એક પ્રેરણા છે જેને લાગે છે કે, બાળકને જન્મ આપ્યા પછી કારકિર્દી કે જોબ પૂરી થઇ શકે છે. તેવું નથી. એક મહિલાની અંદર એટલો પાવર હોય છે કે, તે જોબ અને બાળક બંનેને એક સાથે સંભાળી શકે છે, તમે પણ આ મહિલા પાસેથી પ્રેરણા લો અને પોતાને નીચા ન સમજો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.