હવે વગર ઇન્ટરનેટે પણ આ એપ દ્વારા ખેડૂતો જાણી શકે છે કે કયા પાકમાં કેટલું ખાતર નાખવું વગેરે

દેશભરના ખેડૂતો હવે પોતાના મોબાઈલ ફોન માં તે જાણી શકે છે કે તમને પોતાના વિસ્તારમાં ક્યાં પાક માટે કેટલી માત્રામાં ખાતર નાખવાનું છે. આ જાણકારી કૃષક એપ દ્વારા મળશે. તેને એક વખત ડાઉનલોડ કરવાથી તેના ઉપયોગ માટે ઈન્ટરનેટનું કનેક્શન પણ જરૂરી નથી.

ઈન્ડો યુરોપિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (આઈઆઈસીસીઆઈ)નાં એગ્રિકલચર નેટવર્કે ખેડૂતોમાટે હાલમાં જ બહાર પાડેલ છે. તેમાં આખા દેશના ક્ષેત્રોની માટીનો ડેટા અને 100 થી વધુ પાક ની રિકમેન્ડેડ મેક્રો ન્યૂટ્રિએંટ વેલ્યુ ફીડ કરેલ છે.

આઈઆઈસીસીઆઈ ના ડાયરેક્ટર અનુરાધા સિંધઇ એ જણાવેલ છે કે ગયા વર્ષમાં કેન્દ્ર સરકારે એક સરક્યુલર બહાર પાડેલ છે. તેમાં ફર્ટિલાઇઝર ડીલરની શેક્ષણિક યોગ્યતા બીએસસી એગ્રિકલચર,ડિપ્લો માં ઈન એગ્રિકલચર ઇનપુટ કે પછી કેમેસ્ટ્રીથી એમએસસી હોવું નક્કી કરેલ હતું. તેનો ઉદેશ એ હતો કે ખેડૂતોને આ ડીલરો સાચા ખાતરની સાચી માત્રા પાક અને માટી મુજબ જણાવે.

ખેડૂતો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ના પ્લે સ્ટોરમાં જાઓ અને krashak ટાઈપ કરીને ઇન્સ્ટોલ કરી લો. પછી ઓપન કરો. કોઈ રજીસ્ટ્રેશન લોગ ઈન કે ઓટીપી નથી. ન તો નામ સરનામું એક્સેસ એટલે કે કોઈ જાણકારી માંગવામાં આવતી નથી. એક વખત ડાઉનલોડ કરી લીધા પછી પુરા સમય સુધી ઇન્ટરનેટ થી કનેકટ રહેવાની જરૂર નથી પડતી. હિન્દી અને અંગ્રેજી બંને માં આ એપ છે.

આગળનું સ્ટેપ સૌથી પહેલા પાકની શ્રેણી સિલેક્ટ કરો,પછી પાક સિલેક્ટ કરો, તમારો ખેતીનો વિસ્તાર હેક્ટર કે એકરમાં નાખો. સૉઇલ ટેસ્ટ એટલે કે માટીનું પરીક્ષા કાર્ડ છે તો કાર્ડ મુજબ એનપીકે ની વેલ્યુ નાખો. નથી તો તમારું રાજ્ય,જિલ્લો અને બ્લોક પસંદ કરો. ત્યાર પછી સામાન્ય ઉર્વરક ઉપર ક્લિક કરો. ખાતરના છ સમ્મિશ્રણ ઉપલબ્ધ છે. તે પણ છે કે આ મિશ્રણો ને ક્યારે અને કેવી રીતે નાખવાના છે.

 

આ થશે ફાયદો

ઘેર બેઠા ખાતરની યોગ્ય જાણકારી પાક મુજબ ખેડૂતોને મળી જશે.

માટી પરીક્ષણ કાર્ડ ન હોય તો પણ જાણકારી મળી શકશે.

ઇન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ જાણકારી લઇ શકો છો.કૃષિ વિભાગની સલાહ વગર પણ પાકમાં ખાતર વિષે નિર્ણયો લઇ શકાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.