ખીલ ના કારણે થતા કાળા ડાઘને માત્ર 7 દિવસમાં કરે ઠીક આ ટેસ્ટેડ ઘરગથ્થું ઉપાય છે કરી જુઓ

સુંદર અને ડાઘ વગરનો ચહેરો દરેકની પસંદગી હોય છે. પણ જો ચહેરા ઉપર એક નાનો એવો ડાઘ-ધબ્બો પણ જોવા મળે તો તે સુંદરતા સાથે સાથે આત્મવિશ્વાસ પણ ઓછો કરી શકે છે. આમ તો બજારમાં ઘણી જાતની વસ્તુઓ મળે છે જે ચહેરા ઉપરના કાળા ધબ્બા દુર કરી શકે છે પણ તે લગાવ્યા ના થોડા દિવસો પછી જ તેની અસર ખલાશ થઈ જાય છે. એટલા માટે તેને એવા ઉપાયોની જરૂર છે જે લાંબા સમય સુધી ફાયદો કરે અને ડાઘ-ધબ્બા ને મૂળમાંથી મટાડી દે. આવો જાણીએ આવા જ થોડા ઘરગથ્થું ઉપાય.

બદામ અને દૂધ (Reduce blemishes with almonds and milk)

બદામમાં રહેલા વિટામીન ‘ઈ’ જે ત્વચાની જાળવણી કરે છે અને દૂધમાં લૈકટીક એસીડ હોય છે જે ત્વચા માંથી રેસા દુર કરે છે.

આપણા ચહેરા અને ગરદન ઉપર બદામનું તેલ લગાવીને માલીશ કરો 15-20 મિનીટ પછી વધારાનું તેલ લુછી લો. આવું નિયમિત રીતે કરવાથી વહેલા ફાયદો થશે.

બીજી રીતમાં 7-8 બદામ પાણીમાં 12 કલાક માટે પલાળી દો અને પછી છોતરા કાઢીને તેને વાટીને તેમાં થોડું દૂધ ભેળવો. આ પેસ્ટને ડાઘ-ધબ્બા ઉપર લગાવો અને આખી રાત માટે રાખો.

સવારે ઠંડા પાણીથી ધોઈ નાખો. 15 દિવસ માં જ તેની અસર જોવા મળશે.

બટેટા (home remedy with potato)

ચહેરા ઉપરના ડાઘ-ધબ્બા મટાડવા માટે સૌથી સસ્તો અને સારો ઉપાય છે બટેટા. સૌથી પેલા તમે બટેટાની સ્લાઈસ બનાવો તેને ચહેરા ઉપર તેને 10 મિનીટ સુધી ઘસો અને પછી ચહેરા ઉપર લગાવીને 10 મિનીટ માટે મૂકી રાખો.

દિવસમાં 2-3 વખત આમ કરવાથી તેની અસર જલ્દી જોવા મળશે.

ટમેટા (Tomatoes for blemish removal)

ટમેટામાં રહેલા એન્ટીઓક્સીડેંટ અને વિટામીન ‘સી’ ત્વચા ના ડાઘ મટાડવામાં ખુબ અસરકારક હોય છે. ટમેટાને નિયમિત રીતે ઉપયોગ કરવાથી ત્વચામાં નિખાર આવે છે. તેનાથી લાયકોપેન થાય છે જે તડકાથી કાળી પડેલ ત્વચાનો ઈલાજ કરે છે.

ચહેરા ઉપર ટમેટાનો રસ લગાવીને 15-20 મિનીટ સુધી મૂકી રાખો પછી ઠંડા પાણીથી ધોઈ લો.

લીંબુનો રસ

લીંબુ કે બટેટા નો રસ ચણાના લોટમાં ભેળવીને પેસ્ટ બનાવી લો. 15-20 મિનીટ માટે ચહેરા ઉપર લગાવીને ધોઈ લો. તેના નિયમિત ઉપયોગથી ડાઘ-ધબ્બા દુર થાય છે.

ફુદીનો (Mint leaves to reduce scars)

ફુદીનો ખીલ ઉપર સારી રીતે કામ કરીને તેને સુકવીને ત્વચા ના ડાઘને સાફ કરે છે. ફુદીનાના પાંદડામાં પાણી ભેળવીને તેને વાટી લો. આ પેસ્ટ ધબ્બા ઉપર લગાવો અને 15-20 મિનીટ માટે મૂકી રાખો પછી ઠંડા પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં 1 વખત જરૂર કરો.

ચહેરાના ડાઘ દુર કરવા માટેના ઉપાય

(૧) ડાઘ કાળા ઘાટા હોય કે આછા હોય આ ઉપાય દરેક જાતના ડાઘ અને ધબ્બા દુર કરવામાં ઉપયોગી છે. થોડું કુવારપાઠું જેલ અને તેમાં લીંબુનો રસ, હળદર અને થોડા બેકિંગ સોડા ભેળવીને લેપ તૈયાર કરી લો અને ડાઘ ઉપર લગાવો.

(2) કાળા ડાઘ મટાડવા માટે લીંબુનો રસ, હળદર અને મધ ભેળવીને તેનો લેપ લગાવો.

(3) જો ડાઘ ઘાટા હોય અને વધુ દુર થી પણ ચહેરા ઉપર કાળા ડાઘ દેખાય છે તો આવા ડાઘ દુર કરવા માટે એક થી બે ટીપા ગ્લીસરીન, થોડું લીંબુનો રસ અને થોડું મધ ભેળવીને એક મિશ્રણ તૈયાર કરો અને ડાઘ ધબ્બા ઉપર લગાવીને થોડી વાર હળવું માલીશ કરો અને 30 મિનીટ પછી ચહેરો ધોઈ લો. આ ઘરગથ્થુ ઉપાયને સાચી રીતે અને નિયમિત કરવાથી હઠીલા ડાઘ પણ ધીમે ધીમે દુર થવા લાગે છે.

(4) સંતરા ના છોતરાથી પણ કાળા ડાઘનો ઈલાજ સરળતાથી ઘરમાં જ કરી શકાય છે. ઘાટા ડાઘ હોય આ ઉપાય થી સાફ થવા લાગશે. સંતરાના તાજા છોતરા વાટીને તેમાં મધ ભેળવીને ડાઘ ઉપર લગાવો.

(5) ચંદન પાવડરમાં થોડું ગુલાબજળ નાખો અને તેનું ઉબટન બનાવી ચહેરા ઉપર લગાવો અને ચાલીસ થી પચાસ મિનીટ પછી ચહેરો ધોઈ લો. આ ઘરગથ્થુ રીત નિયમિત રીતે કરવાથી ચહેરા ઉપર નિખાર આવે છે અને ડાઘ સાફ થવા લાગે છે.

ખીલ ના કાળા ડાઘ કેવી રીતે દુર કરવા :

ચહેરાના ડાઘ જો વધુ કાળા અને ઘાટા ન હોય તો થોડા સરળ જેવા ઉપાય કરીને ડાઘ નો ઈલાજ કરી શકો છો. ખીલ થવાના કારણે ઘણીવાર એવા ડાઘ થઇ જાય છે, આવો જાણીએ ખીલ ના ડાઘ દુર કરવાની રીત અને ઉપાય શું છે.

એવા ડાઘ જે જયારે પણ સાફ કરવાના હોય તો દુધનો પ્રયોગ કરો. ઠંડા દુધનો પ્રયોગ કરો. ઠંડું દૂધ લઇ રૂ ની મદદથી પણ તમે ડાઘ-ધબ્બા ને સાફ કરી શકો છો. દુધમાં જો થોડી હળદર ભેળવી લો તો તે વધુ અસરકારક રહેશે. સ્ક્રીન ઓઈલી હોય તો હળદર સાથે લીંબુનો રસ ઉપયોગ કરો.