જો તમે ચહેરા ઉપર થઇ રહેલા ખીલ પીમ્પલ્સ થી, છો પરેશાન તો કરો આ ઘરેલું ઉપાય

ચહેરા ઉપરથી ડાઘ ધબ્બા, ઝુરીયાં અને પીમ્પલ્સ દુર કરવા માટે આપણે ઘણા પ્રકારની ક્રીમ અને ફેશ પેકનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે તે કેમિકલ્સ યુક્ત હોય છે તેથી જો સ્કીનને માફક ન આવે તો આ બ્યુટી બનાવટની આડ અસર પણ થઇ શકે છે. તમે ઘરમાં જ ઘરેલું ટીપ્સનો ઉપયોગ કરીને ખીલથી છુટકારો મેળવી શકો છો જે કરવામાં સરળ હોય છે અને મોંઘા પણ નથી પડતા.

ચહેરા ઉપર પીમ્પલ્સ ખીલ મુહાસે ફૂસી ઘાટા થવા નું સૌથી મુખ્ય કારણ ચામડીનું સુકું થઇ જવું અને ચામડીને જરૂરી પોષણ ન મળવું છે. તે ઉપરાંત ખીલ થવાના થોડા બીજા કારણો હોઈ શકે છે. હાર્મોન ઈમ્બેલેંસ, પેટ સાથે સંકળાયેલી બીમારીઓ થવી, વધુ તળેલું અને તૈલી ખાવાથી, બ્યુટી ક્રીમથી આડ અસર થવી.

વરાળથી ખીલ કેવી રીતે દુર કરવા : ચહેરા ઉપરથી ખીલ દુર કરવા માટે જરૂરી છે કે પહેલા ચામડી ઉપર જમા ધૂળ અને માટી ના કણ સાફ કરો. તમે ગરમ પાણી થી ચહેરાને વરાળ આપીને સ્કીનને ચોખ્ખી કરી શકો છો. તમે પાણીમાં લીંબુનો રસ પણ ભેળવી શકો છો.

કપૂર અને નારીયેલ તેલ : નારીયેલના તેલમાં કપૂર ભેળવીને લગાવવાથી ખીલ ના ડાગ, ધબ્બા સાફ થાય છે. આ લેપ 10-15 મિનીટ લગાડ્યા પછી ચહેરાને ધોઈ લો, આ ઉપાયને 8-10 દિવસ કરવાથી ખીલના નિશાન સાફ થવા લાગે છે.

ગુલાબજળથી ખીલ કેવી રીતે દુર કરવા : ગુલાબજળને ચહેરો સાફ કરવામાં ખુબ ઉપયોગી છે. ગુલાબજળમાં કાળા મરીના દસ થી બાર દાણા વાટીને ભેળવો અને રાત્રે ચહેરા ઉપર લગાવીને સવારે હુફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાયથી સ્કીન ઉપર નિખાર આવે છે અને મુહાસા પણ સાફ થાય છે. લીંબુનો રસ ગુલાબજળમાં ભેળવીને પ્રયોગ કરવાથી ચહેરાની ગંદકી બહાર નીકળે છે.

મુલતાની માટી અને ચંદન : ચહેરા ઉપરથી ખીલ મુહાસે, ઝુરીયા અને કાળા ડાઘ દુર કરવામાં ચંદન એક ઉત્તમ ઉપાય છે. દૂધ અને હળદર પાવડર ચંદનમાં ભેળવીને ઉબટન બનાવી લો. આને ત્વચા ઉપર લગાવવાથી સ્કીન ની બળતરા અને ખીલ મુહાસેનો ઈલાજ કરી શકાય છે. મુલતાની માટીનો ફેસ પેક સ્કીન માટે રામબાણ છે. ચહેરા ઉપર ઝુરીયા, બ્લેકહેડ્સ, ડાઘ ધબ્બા, ગઠ્ઠા, ખીલ કે પછી કોઈ નિશાન હોય, તેના ઘરેલું ઈલાજ મુલતાની માટીથી કરી શકો છો.

મુહાસે દુર કરવા માટે ઉપાય બેસન થી : થોડું કપૂર, લીંબુનો રસ અને હળદર પાવડર ત્રણથી ચાર ચમચી બેસનમાં ભેળવીને લેપ બનાવો અને ચહેરા ઉપર લગાવો. આ લેપ જયારે સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણી થી ધોઈ લો. બેસન ને લસ્સી કે દહીં માં ભેળવીને ચહેરા ઉપર લગાવવાથી પણ ઝાઈયાં અને ખીલ મુહાસે દુર થાય છે.

ફુદીનો અને આંબળા : રાત્રે આંબળા પાવડરને પાણીમાં પલાળીને મૂકી દો અને સવારે ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરો અને 10-15 મિનીટ પછી ચહેરો ધોઈ લો. આ ટીપ્સથી ચહેરાની ઝુરીયા દૂર થાય છે અને ચહેરા ઉપર ગ્લો આવે છે.

ખીલ મુહાસે હાથથી ફોડવાથી તેના ડાઘ ધબ્બા ચહેરા ઉપર રહી જાય છે. ખીલના ડાઘ અને નિશાન દુર કરવા માટે ફુદીનાને વાટીને એક પેસ્ટ બનાવો અને ચહેરા ઉપર લગાવો. એક મહિના સુધી આ ઉપાય કરવાથી ચહેરો સુંદર અને સ્વચ્છ થાય છે.

ખીલની દવા છે કુવારપાઠું : ત્વચાને ફ્રેશ અને હેલ્દી બનાવી રાખવામાં કુવારપાઠું પણ ઉપયોગી છે. તમે ચહેરા ઉપર કુવારપાઠું જેલ નો ઉપયોગ કરી શકો છો. કુવારપાઠું ના પાંદડાને કાપીને સ્કીન ઉપર ઘસી શકો છો. તેનાથી ચહેરા ઉપર જામેલો મેલ સાફ થઇ જાય છે.

તુલસી અને લીંબુ : તુલસીના તાજા પાંદડા લઇ અને સુકવીને તેને વાટી લો અને તેમાં થોડુ પાણી ભેળવીને પેસ્ટ બનાવો અને ચહેરા ઉપર લગાવો. તુલસીના આ ઉપાયથી ખીલ મુહાસે અને ઝુરીયા દુર થાય છે.

ચિકાસવાળી ત્વચા ઉપર લીંબુ ઘસવાથી ત્વચાની ચિકાસ દુર થાય છે ખીલ પણ સાફ થાય છે. મધને લીંબુમાં ભેળવીને પેસ્ટ બનાવો અને ચહેરા ઉપર લગાવો અને 15-20 મિનીટ પછી ધોઈ લો. આ ટીપ્સથી ચહેરા ઉપર નિખાર આવે છે અને ખીલ ઠીક થઇ જાય છે.

ખીલ માટે ઘરેલું ઉપાય લીંબડો : ત્વચા ચિકાસવળી હોય તો પાણીમાં લીંબડાના પાંદડા ઉકાળીને તેનાથી ચહેરો ધુવો, તે ઉપરાંત ઉકળેલા પાંદડાને વાટીને પેસ્ટ બનાવીને ચહેરા ઉપર લગાવો. લીંબડાના સાબુથી પણ ચિકાસવાળી ત્વચાથી રાહત મળે છે.

ખીલ મુહાસેનો દેશી ઈલાજ કારેલા : એક વાર સારું થઇ ગયા પછી જો તમને ફરી વખત ખીલ નીકળવા લાગે તો એક થી બે કારેલા કાપીને પાણીમાં ઉકાળીને ઠંડુ થાય પછી પીવો. આ ઉપાયને સતત કરવાથી વારંવાર ખીલ નીકળવાનું બંધ થશે.

સલાડ અને ફળ વધુ ખાવ, વારંવાર ચહેરાને હાથ ન લગાવો, તળેલું અને ફાસ્ટ ફૂડ ખાવા ઉપર નિયંત્રણ કરો, ધૂળ માટી થી બચવા માટે પાણીથી ચહેરાને ધુવો, કેમિકલ યુક્ત બ્યુટી ક્રીમ કે દવાનો ઉપયોગ ઓછો કરો. સ્કીનને હેલ્દી રાખવા માટે દિવસમાં 3 લીટર પાણી પીવો.

વારંવાર ખીલ નીકળવાથી કેવી રીતે અટકાવવા : ખાવા પીવામાં થોડી કાળજી રાખવી અને ખાવાની ખોટી ટેવોને સુધારો કરી આપણને વારંવાર ખીલ થવાને અટકાવી શકીએ છીએ. રીફાઇન્ડ તેલ, ઠંડા ક્રીમ, ચા, કોફી, જંક ફૂડ અને ઠંડા પીણા જેવી વસ્તુના સેવન થી દુર રહેવું.