ખિસ્સામાં નહી હોય પૈસા તો અંગુઠો લગાવીને રોડવેઝ બસમાં કરી શકો છો મુસાફરી, જાણો કેવી રીતે

 

તમે થોડા સમયમાં જ રોડવેઝ બસોમાં વગર પૈસે પણ મુસાફરી કરી શકશો. પૈસા ન આપો તો કંડકટર પાસે રહેલા એક મશીનમાં માત્ર અંગુઠો લગાવવો પડશે. અંગુઠો લગાવ્યા પછી કંડકટર તમને ટીકીટ આપી દેશે. ત્યાર પછી તમે આરામથી મુસાફરી કરી શકો છો. ખાસ કરીને યુપી પરિવહન નિગમ પ્રબંધન હાલના સમયમાં બસમાં વહેલી તકે ‘કેશલેશ મુસાફરી’ ની સુવિધા આપવાની યોજના ઉપર કામ કરી રહી છે. તેથી કંડકટરને આપવામાં આવતી કેશલેશ ટીકીટ મશીનોનું ટ્રાયલ પણ શરુ થઇ ગયું છે. આવો જાણીએ કેવી રીતે થશે રોડવેઝ બસોમાં આ કેશલેશ મુસાફરી.

આધાર કાર્ડ સાથે લીંક થશે મશીન

પરિવહન નિગમ તેના માટે એક કેશલેસ ટીકીટ મશીનની ટ્રાયલ કરી રહી છે. આ મશીન કંડકટર પાસે હશે. મળેલ જાણકારી મુજબ આ મશીન આધાર કાર્ડ ડેટાબેઝ સાથે લીંક થશે. પૈસા નહી હોય તો મુસાફર આ મશીનમાં જેવો અંગુઠો લગાવશે આધાર કાર્ડ દ્વારા તેની ઓળખ તરત સામે આવી જશે. અહિયાં તે જરૂરી છે કે તે મુસાફરનું આધાર કાર્ડ તે બેંક સાથે લીંક હોવું જોઈએ.

બેંક ખાતામાંથી કપાઈ જશે પૈસા

મુસાફરનો અંગુઠો લગાવતા જ તેનો આધાર કાર્ડ સાથે લીંક બેંક એકાઉન્ટ મશીનમાં આવી જશે અને મુસાફર દ્વારા તેમાં પીન નાખતા જ તેના બેંક ખાતામાંથી પૈસા કપાઈ જશે અને મશીન એને ટીકીટ કાઢીને આપી દેશે. તેના લીધે કોઈ બોગસ ન હોય તે માટે ટીકીટ ઉપર બેંક ખાતામાંથી થયેલ લેવડ દેવડની પૂરી વિગત રહેશે જેની સાથે મુસાફર મેળવી શકશે. આ ટીકીટના મશીન માટે પરિવહન નિગમ એક સુરક્ષિત સોફ્ટવેર બનાવવામાં જોડાયેલ છે.

ભીમ એપ અને એટીએમ થી પણ થશે પેમેન્ટ

આધાર કાર્ડ ઉપરાંત આ મશીનમાં એટીએમ કાર્ડ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અને ભીમ એપ દ્વારા પણ પેમેન્ટ કરવાની સુવિધા રહેલી છે. યુ પી પરિવહન નિગમ જણાવે છે કે આ યોજનાને વહેલી તકે જ સરકાર પાસેથી મંજુરી મળી શકે છે ત્યાર પછી 15000 બસોમાં કેશલેશ ટીકીટ મશીનો પુરા પાડવામાં આવશે. જણાવી દઈએ કે રોડવેઝ બસોમાં હાલમાં 95 ટકા મુસાફરો રોકડેથી ટીકીટ ખરીદીને મુસાફરી કરે છે.