ખોટા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થઈ ગયા છે, તો તરત ભરો આ પગલું, બચી જશો નુકશાનથી

કોઈને પણ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં સાવચેતી રાખવી જરૂરી છે. ભૂલથી બેંક એકાઉન્ટ નંબર નાખતી વખતે એક પણ આંકડો આમ તેમ થઇ જાય તો તમારા પૈસા ખોટા એકાઉન્ટમાં ટ્રાંસફર થઇ શકે છે.

મની ટ્રાંસફર : દરેકે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરવામાં સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. ભૂલથી બેંક એકાઉન્ટ નંબર નાખતી વખતે એક પણ નંબર આમ તેમ થઇ જાય છે, તો તમારા પૈસા ખોટા એકાઉન્ટમાં ટ્રાંસફર થઇ શકે છે.

આજકાલ ઈન્ટરનેટ બેન્કિંગના વધુ ઉપયોગ સાથે જ આ પ્રકારની ભૂલોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો ક્યારે પણ પૈસા ખોટા એકાઉન્ટમાં ટ્રાંસફર થઇ જાય તો શું કરવું જોઈએ? અને આ પૈસા પાછા કેવી રીતે મેળવી શકાય છે. આવો જણાવીએ શું છે આ રીપોર્ટમાં

તરત તમારી બેંકને તેના વિષે જાણ કરી દો.

જો ભૂલથી તમે બીજા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરી દીધા છે, તો સૌથી પહેલા તમારી બેંકને જાણ કરો. એવું ફોન, ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે, પરંતુ સારું રહેશે કે તમે વહેલામાં વહેલી તકે બ્રાંચ મેનેજરને મળો.

ધ્યાન રાખશો કે જે બેંકના ખાતામાં પૈસા ટ્રાંસફર થયા છે, કર્યા છે, માત્ર તે બેંક આ પ્રશ્નને ઉકેલી શકે છે. તમે બેંકને ભૂલથી થયેલા ટ્રાંજેક્શન વિષે વિસ્તારથી જાણકારી આપો.

તેમાં ટ્રાંજેક્શનની તારીખ અને સમય, પોતાનો બેંક એકાઉન્ટ નંબર અને જે એકાઉન્ટ નંબરમાં ભૂલથી પૈસા ટ્રાંસફર થયા છે વગેરે સામેલ છે. તમારે એ સાબિત કરવું પડશે કે પૈસા ભૂલથી એકાઉન્ટમાં ટ્રાંસફર થયા છે. તેના માટે તમે સ્ક્રીનશોટને પણ રજુ કરી શકો છો.

જો જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થયા છે, તે હકીકતમાં છે જ નહિ તો પૈસા તેની જાતે જ પાછા આવી જશે પરંતુ જો તે એકાઉન્ટ નંબર રહેલો છે, તો તમારી ફરિયાદ નોંધી સંપૂર્ણ પ્રોસેસ પૂરી થવાની રાહ જોવી પડશે.

રકમ જે ખાતામાં ટ્રાંસફર થયા છે. તે ખાતાની બેંક બ્રાંચ પણ જવું પડશે.

જો સેંડર અને રીસીવરના એકાઉન્ટ એક જ બેંકમાં છે. તો તે પ્રોસેસ જલ્દી પૂરી થઇ જાય છે પરંતુ જો રીસીવરનું એકાઉન્ટ બીજી બેંકમાં છે તો સમય લાગે છે.

બીજી બેંક હોવાની સ્થિતિમાં જે બેંક એકાઉન્ટમાં તમે ભૂલથી પૈસા ટ્રાંસફર કર્યા છે. તે બેંક બ્રાંચ જઈને ફરિયાદ નોંધાવવાની રહેશે. બેંક પોતાના ગ્રાહકની મંજુરી વગર કોઈને પણ પૈસા ટ્રાંસફર નથી કરી શકતા.

સાથે જ બેંક પોતાના ગ્રાહકો વિષે માહિતી પણ નથી આપતી. એટલા માટે તે બેંકની સંપૂર્ણ સ્થિતિથી માહિતગાર કરાવવાના રહેશે. ત્યાર પછી તે બેંક તે ખાતાના ઓનરને જાણ કરશે અને પૈસા તમારા એકાઉન્ટમાં પાછા ટ્રાંસફર કરવાનું કહેશે.

જો બીજા ખાતા વાળા પૈસા પાછા આપવાની ના કહી દે તો :-

ભૂલથી અમાઊંટ ટ્રાંસફર વાળા મોટાભાગના કિસ્સામાં રીસીવર પૈસા પાછા આપવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ જો તે પૈસા આપવાથી ના કહી દે તો તમે તેની વિરુદ્ધ કેસ નોંધાવી શકો છો.

આ માહિતી ફાઇનસિયલ એક્સપ્રેસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.