ખોટા લોકો સાથે રહેવાથી સારા વ્યક્તિએ પણ સજા ભોગવવી પડે છે, પાર્ટની પસંદગી માટે સમજદારી જરૂરી.

રાજાએ બાણ ચલાવ્યુ અને તેનો જીવ લઇ લીધો જેનો કોઈ દોષ ન હતો. પરંતુ એક નાની એવી ભૂલ તેમણે કરી નાખી હતી.

બાળપણથી જ આપણને ઘણી વખત આપણા મિત્રો વિશે, આપણા માતા પિતા પાસેથી સાંભળતા આવ્યા છીએ કે આ મિત્ર સારા છે, તેની સાથે રહો અથવા આ સારા નથી તેનાથી દૂર રહો. આપણે બાળપણથી આવી વાતો સાંભળતા આવ્યા છીએ અને મોટા થઇ ગયા.

આપણે હંમેશાંથી વિચારી રહ્યા છીએ કે મિત્રો ખરાબ કેવી રીતે હોઈ શકે છે? અને જો તે કોઈ એવું વર્તન કરે છે, તો તેનાથી આપણ શું? પણ આપણે એ નથી જાણતા કે ખોટા લોકોની સંગતમાં રહીવાથી ઘણી વખત આપણે તે ભૂલોની સજા ભોગવવી પડે છે જે આપણે કરી નથી. આ વાત અમે તમને એક વાર્તા રૂપ સમજાવીએ છીએ.

રસ્તામાં થાકીને સુઈ ગયા રાજા :-

ઘણા સમય પહેલા એક રાજા એકલા જ ફરવા નીકળ્યા હતા. બીજા રાજ્યમાં જતા જતા તે થાકી જાય છે, તે ત્યાં જ થાકીને બેસી ગયા. રસ્તામાં થાકી ગયા તો એક વૃક્ષ નીચે નીચે આરામ કરવા લાગ્યા. રાજા એકલા હતા તો ધનુષ – બાણ બધું તેની બાજુમાં મૂકી રાખીને સૂઈ ગયેલા.

રસ્તાનો થાક હતો તો તેમને તરત જ ઊંઘ આવી ગઈ. ઊંઘ ધીમે ધીમે ઘણી ગાઢ થઇ ગઈ. થોડા સમયમાં એક કાગડો આવીને તે વૃક્ષના છાયામાં બેસી ગયો અને રાજાએ ઓઢેલી ચાદર ગંદી કરી દીધી.

રાજા ગાઢ નિંદ્રામાં હતા, તો તેમણે પોતાની ગંદી ચાદર ન જોઈ. કાગડો પણ ઉડીને જતો રહ્યો. થોડા સમય પછી તે જ જગ્યા ઉપર હંસ આવી ગયો અને ત્યાં જ બેસી ગયો જ્યાં કાગડો બેઠો હતો. રાજા અચાનક ઊંઘ ઉડી. રાજાએ જોયું કે જે ચાદર ઓઢીને તે સુતા હતા તેની ઉપર કોઈ પક્ષી ચરકી ગયું છે. રાજા એ જોયું તો તેને હંસ દેખાયો. રાજાને ગુસ્સો આવી ગયો અને વગર કંઇ સમજ્યા વિચાર્યે હંસને મારી નાખ્યો. હંસને બાણ લાગ્યું અને તે મરીને નીચે પડી ગયો.

હંસને મળી કાગડાની ભૂલની સજા :-

એક સંત દૂર બેઠા આ બધું જોઈ રહ્યા હતા. તેમણે રાજાને કહ્યું કે તમે એક નિર્દોષ જીવની હત્યા કરી નાખી. જેણે તમારી ચાદર ગંદી કરી તે એક કાગડો હતો આ હંસ નહિ. હંસની માત્ર એટલી ભૂલ હતી કે તે કાગડાની જગ્યાએ આવીને બેસી ગયો હતો. જે ખોટું કામ કાગડાએ કર્યું હતું તેની સજા હંસને મળી. રાજાને એ સાંભળીને ઘણું દુઃખ થયું અને તેણે આ ઘટના ઉપરથી શીખ લીધી.

ઘણીવાર કાગડા જેવા લોકો સાથે હંસ જેવા લોકો ફરે છે અને તેમની ભૂલની સજા તેમણે સહન કરવી પડે છે. જે ભૂલ કરે છે તેને સજા મળે છે, પરંતુ તેને તેના કર્મોની સજા મળે છે, પરંતુ જે લોકો તેમની બૂરી સંગતમાં રહે છે, એવા લોકોને તો કોઈ પણ ભૂલ વગર સજા ભોગવવી પડે છે. ખોટા લોકોની સંગતતામાં રહેવાથી દુર રહો. દુષ્ટ લોકો તમને તેમની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે, પણ તેનાથી દૂર રહેવું જ સારું છે.

આપણે હંમેશા આપણા નિર્ણયોને જ યોગ્ય માનીએ છીએ, પરંતુ ઘણી વખત સામે વાળા કેટલા સાચા છે અને કેટલા નથી આપણે નથી સમજી શકતા. તેવામાં આપણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોતાને આવા લોકોથી દૂર રાખો અને માત્ર તમારા કર્મ પર ધ્યાન આપો તો તમારી સાથે કંઈ ખોટું નહીં થાય.