કોઈએ તમારા વિરુદ્ધ ખોટી FIR લખાવી હોય તો તરત કરો આ કામ તમારો વાળ પણ નહિ થાય વાંકો

જો આપની વિરુધ્ધ કોઈએ ખોટી એફ.આઈ.આર. કરી હોય તો આપ એને ચેલેન્જ કરી શકો છો. એવામાં જો આપની દલીલ સાચી રહી તો આપને હાઇકોર્ટ દ્વારા રાહત મળી શકે છે.

અમે જણાવી રહ્યાં છીએ કે કોઈ ખોટી એફ.આઈ.આર. કરી હોય તો એનાથી કેવી રીતે બચી શકાય. આ બાબતે હાઇકોર્ટના વકીલ સંજય મેહરાનું કહેવું છે કે ઇંડિયન પિનલ કોડની કલમ 482 અંતર્ગત આવા પ્રકારના કિસ્સામાં ચેલેન્જ કરી શકાય છે. કોર્ટેને યાચિકાકર્તાની દલીલ સાચી લાગે તો રાહત મળી શકે છે.

જો કોઈએ તમારી વિરુધ્ધ ખોટી એફ.આઈ.આર. કરી હોય તો આ કલમનો ઉપયોગ કરી શકો છો. આ કલમ દ્વારા વકીલના માધ્યમથી હાઇકોર્ટમા વિનંતિપત્ર (દયાની અરજી) લગાવી શકાય છે.

આ અરજીની સાથે આપ આપની નિર્દોષતાના પુરાવા પણ આપી શકો છો. જેમાં આપ વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ,ફોટોગ્રાફ્સ,ડોક્યુમેંટ્સ દયાની અરજી સાથે અટેચ કરી શકો છો. જેનાથી આપ આપની નિર્દોષતાને મજબૂતીથી કોર્ટમાં રજૂ કરી શકશો.

ચોરી,મારામારી,બળાત્કાર અથવા કોઈ બીજા મામલામાં આપને ષડયંત્ર કરીને ફસાવ્યા હોય તો આપ હાઇકોર્ટમા અપીલ કરી શકો છો. હાઇકોર્ટમા કેસ ચાલતો હોય તે દરમ્યાન પોલિસ તમારી વિરુધ્ધ કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરી શકે.

એટલુંજ નહીં

જો તમારી વિરુધ્ધ વોરંટ પણ બહાર પડ્યો હોય તો પણ કેસ ચાલતો હોય તે દરમ્યાન આપની ધરપકડ નહીં કરી શકે. કોર્ટ તપાસ અધિકારીને તપાસ માટે જરૂરી દિશા-નિર્દેશ પણ આપી શકે છે.

જો તમે આ કલમ દ્વારા હાઇકોર્ટમા યાચિકા દાખલ કરવા માંગતા હો તો પહેલાં એક ફાઇલ તૈયાર કરો. આ ફાઇલમાં એફ.આઈ.આર. ની કોપીની સાથે પુરવાના જે પણ જરૂરી ડોક્યુમેંટ્સ હોય તે જોડો. આપ વકિલ ના મધ્યમથી પુરાવા તૈયાર કરી શકો છો. આપના પક્ષમાં કોઈ સાક્ષી હોય તો એમાં એનો પણ ઉલ્લેખ કરો.

વાંચવા ક્લિક કરો >>>  જો પોલીસ FIR ન નોંધે તો શું કરવું જોઈએ ? ક્લિક કરી ને જાણો બીજા રસ્તા અને ન્યાય ની લડત લડો