ખુબ જ ઈમાનદાર ઓફિસર હતી નેહા, કર્યું હતું નશાના કારોબારીનું લાઇસેંસ રદ્દ, હેવાનોએ 4 ગોળી મારીને…

મહિલા ડ્રગ ઇન્સ્પેકટરે નશાના ધંધાની દુકાનના લાયસન્સ કર્યા હતા રદ્દ. ૧૦ વર્ષ પછી વેપારીઓએ આવી રીતે લીધો બદલો.

પંજાબ રાજ્યમાં હાલમાં જ એક ડોક્ટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી અને નેહા નામની એક મહિલા ડોક્ટરને તેની જ ઓફિસમાં જઈને ગોળી મારી દીધી છે. આ ઘટના શુક્રવારની છે અને કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ ડ્રગ, ફ્રુડ એંડ કેમિકલ્સ ટેસ્ટીંગ લેબોરેટરી ખરડમાં જોનલ લાયસેંસીગ નેહા શૌરીને બલવિંદર સિંહ નામના વ્યક્તિ દ્વારા મારવામાં આવી છે.

પંજાબ રાજ્યમાં બનેલી આ ઘટનાની તપાસ સ્પેશ્યલ ઈન્વેસ્તીગેટીંગ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. અને નેહાના કુટુંબ વાળા પોતાની દીકરીની હત્યાની બાબતની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગણી કરી રહ્યા છે.

આવી રીતે કરવામાં આવી હત્યા :-

ખરડના ડ્રગ, ફૂડ એંડ કેમિકલ ટેસ્ટીંગ લેબોરેટરીમાં કામ કરવા વાળી નેહાની હત્યા તે સમયે કરવામાં આવી જયારે તે પોતાની ઓફીસમાં કામ કરી રહી હતી. પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારની સવારે ૧૧.૪૦ મીનીટે નેહાની ઓફીસમાં ૫૦ વર્ષના બલવિંદર સિંહ આવ્યા તેણે ચાર ગોળી મારી દીધી હતી.

નેહાને ગોળી માર્યા પછી બલવિંદર સ્થળ ઉપરથી ભાગવા લાગ્યો, પરંતુ તેનો પીછો નેહાની ઓફીસમાં રહેલા લોકોએ કર્યો. તે દરમિયાન બલવિંદરને પકડી લેવામાં આવ્યો, પરંતુ તેણે ત્યારે પોતાને પણ ગોળી મારી દીધી અને તેનું મૃત્યુ થઇ ગયું.

નેહાને ઓળખતો હતો બલવિંદર સિંહ :-

બલવિંદર સિંહ મોરીંડામાં એક દવાની દુકાન ચલાવતો હતો અને વર્ષ ૨૦૦૯ માં નેહાએ તેની દુકાન ઉપર દરોડો પાડ્યો હતો. તે દરોડા દરમિયાન નેહાને નશીલી દવાઓ બલવિંદરની દુકાન માંથી મળી હતી. ત્યાર પછી નેહાએ બલવિંદર સિંહની દવાનું લાયસન્સ રદ્દ કરી દીધું હતું. એટલા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે નેહાનું મૃત્યુ એક કાવતરા તરીકે કરવામાં આવ્યું હતું. અને પોલીસ આ કેસની તપાસ દરેક રીતે કરી રહી છે.

ક્યા દસ્તાવેજ કબજે કર્યા :-

નેહા શૌરીની હત્યાને નશો અને ડ્રગ્સના ધંધા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. નેહાની હત્યાની તપાસ કરવા વાળી ઈન્વેસ્ટીગેટીંગ ટીમે તેમના કાર્ય સમય દરમિયાન બનાવવામાં આવેલા મેડીકલ લાયસન્સ અને પેન્ડીંગ કેસોની ચકાસણીથી પોતાની તપાસ શરુ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઈન્વેસ્ટીગેટીંગ ટીમે નેહાના રૂમમાં રહેલા ઘણા દસ્તાવેજોને કબજામાં લઇ લીધા છે અને પોલીસને આશા છે કે આ દસ્તાવેજોની મદદથી તે નેહાની હત્યાની ગુંચવણને ઉકેલી શકાશે. તે ઉપરાંત પોલીસે નેહા અને બલવિંદર સિંહના કુટુંબ વાળાની પણ પૂછપરછ શરુ કરી દીધી છે.

ઓફીસમાં ન હતી પોલીસ હાજર :-

નેહાની સરકારી ઓફીસમાં સુરક્ષાની ખામી હોવાને કારણે બલવિંદર સિંહ પોતાના કામમાં સફળ થઇ શક્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ, ફૂડ નેડ કેમિકલ ટેસ્ટીંગ લેબોરેટરીના માત્ર પાંચમાં માળ ઉપર જ પોલીસ ગોઠવવામાં આવી હતી અને બીજા માળમાં કોઈ પ્રકારની સુરક્ષા આપવામાં આવી ન હતી.

ત્રણ વર્ષ પહેલા થયા હતા લગ્ન :

નેહાના લગ્ન હમણાં જ લગભગ ત્રણ વર્ષ પહેલા જ થયા હતા અને તેના પિતા વરુણ મોંગા પ્રાઈવેટ બેંકમાં કામ કરતા હતા. નેહાને એક બે વર્ષની દીકરી પણ છે. નેહાના પિતા એક નિવૃત્ત કેપ્ટન છે, જેનું નામ એ.કે. શૌરી છે, નેહાના પિતાના જણાવ્યા મુજબ તેમની બહાદુર દીકરીની હત્યા વ્યવસ્થિત પ્લાન સાથે કરવામાં આવી હતી. એ.કે. શૌરીના જણાવ્યા મુજબ નેહાએ ૧૦ વર્ષ પહેલા બલવિંદરની દુકાનનું લાયસન્સ રદ્દ કર્યું હતું અને એટલા સમય સુધી બલવિંદર સિંહએ કાંઈ કેમ ન કર્યું?

નેહાના કુટુંબ વાળા તેની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માગ સરકારને કરી રહ્યા છે. જો કે આ કેસની તપાસ કરી રહેલી ઈન્વેસ્ટીગેટીંગ ટીમનું કહેવું છે કે નેહાની હત્યાની તપાસ વહેલી તકે પૂરી કરી લેવાશે.

આ માહિતી ન્યુજ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.