ખુબ જ જિદ્દી છે સૌરવ ગાંગુલીની દીકરી, ટ્રોલ થવા પર પણ ના સાંભળી પિતાની કોઈ વાત

આજકાલના બાળકો પોતાના માતા પિતાનું કાંઈ પણ સાંભળતા નથી અને પોતાના મનનું ધારેલું જ કરે છે જે માતા પિતાને પસંદ નથી આવતું.

એવું માત્ર સામાન્ય લોકો સાથે જ નથી બનતું પરંતુ સેલીબ્રેટીઝ સાથે પણ બને છે. અહિયાં અમે ક્રિકેટની દુનિયાના બેતાજ બાદશાહ અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. તેના વિષે એક સમાચાર સામે આવ્યા છે કે ઘણી જીદ્દી છે સૌરવ ગાંગુલીની દીકરી, સોશિયલ મીડિયા ઉપર તે કારણે ટ્રોલ થઇ છતાં પણ સુધરી નહિ.

ઘણી જીદ્દી છે સૌરવ ગાંગુલીની દીકરી

સૌરવ ગાંગુલી જ એ ખેલાડી છે જેમણે ટીમ ઇંડિયાને લડવાનું શીખવ્યુ અને હવે નિવૃત્તિ લઈને બીજી વખત અધ્યક્ષ  તરીકે પદ સંભાળે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા વડા બન્યા પછી દાદાએ પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચનું આયોજન કરીને દુનિયા સામે ફરી એક વખત પોતાના નેતૃત્વ ક્ષમતાનો જાદુ પાથર્યો છે.

માત્ર ત્રીજા દિવસે ભારતની જીત સાથે જ સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ પણ શેર કરી હતી જે ઘણી મજાની છે. ખાસ કરીને સૌરવ ગાંગુલીએ ભારતની જીત પછી તેની સાથે જોડાયેલી એક તસ્વીર શેર કરી.

સૌરવ ગાંગુલીએ આ ટેસ્ટ મેચની પ્રેંજેટેશન સેરેમનીની એક તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી. જયારે કોહલીને જીત પછી ટ્રોફી આપવામાં આવી રહી હતી ત્યારે સૌરવ ગાંગુલી કોઈ વસ્તુને લઈને નારાજ જોવા મળી રહ્યો હતો.

સૌરવ ગાંગુલીની આ નારાજગીને તેના દીકરી સનાએ પકડી લીધી અને સનાને કમેન્ટમાં પૂછી લીધું કે એવું શું છે જે તમને પસંદ નથી આવી રહ્યું. સૌરવ ગાંગુલીએ પણ મજાકમાં દીકરી સનાને વાત ન માનવા વાળી કહી. તેમણે મજાકિયા અંદાઝમાં જવાબ આપ્યો, એ કે તું મારી વાત નથી માનતી. ત્યારપછી થોડું પણ મોડું કર્યા વગર સનાએ તે વાતને લઈને જવાબ આપ્યો કે આ વસ્તુ તે તેમની પાસેથી જ શીખી રહી છે.

ત્યાર પછી બીસીસીઆઈ અધ્યક્ષ પાસે કોઈ પણ જવાબ ન હતો અને તેમણે તેના વિશે કોઈ કમેન્ટ ન કરી. ભારતે બાંગ્લાદેશને ઈડનમાં ૪૬ રનની પાળી રમી અને તેની સાથે જ ભારતીય ટીમે બે મેચોની સીરીઝમાં ૨.૦ થી કબજો કર્યો છે. સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને કલકતામાં ગુલાબી દડાથી ટેસ્ટ મેચ રમવા માટે રાજી કરી લીધા છે. સૌરવ ગાંગુલીએ આ ખાસ સમયે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સહીત ઘણા ચર્ચિત વ્યક્તિઓને આમંત્રણ આપ્યું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.