ખુબ જ શક્તિશાળી છે સુંદરકાંડ, તેને વાંચવાથી દૂર થઇ જાય છે જીવનના દરેક કષ્ટ.

સુંદરકાંડના મહત્વની સાથે જાણો તેને વાંચવાના વિશેષ લાભ, તેનાથી દૂર થાય છે દરેક દુઃખ. હનુમાનજીની કૃપા મેળવવા અને તેને પ્રસન્ન કરવા ખુબ જ સરળ છે. હનુમાનજીની પૂજા કરીને તેની સાથે જોડાયેલા પાઠોનું વચન કોઈ પણ તેમની કૃપા મેળવી શકે છે. માન્યતા છે કે જે લોકો હનુમાનજીના પાઠો કરે છે, બજરંગબલી તેમનું હંમેશા રક્ષણ કરે છે અને તેમની તકલીફો દુર કરી દે છે.

જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દુઃખ છે, તો ચિંતા ન કરશો. બસ મંગળવારના દિવસે સુંદરકાંડના પાઠ કરી લો. સુંદરકાંડના પાઠ કરવાથી તમામ દુઃખોનું નિવારણ થઇ જાય છે. શાસ્ત્રોમાં આ પાઠને ઘણા અસરકારક બતાવવામાં આવ્યા છે. આમ તો જો યોગ્ય રીતે પાઠ કરવામાં આવે, ત્યારે હનુમાનજીની કૃપા જળવાઈ રહે છે. એટલા માટે જયારે પણ આ પાઠ કરો તો નિયમ મુજબ જ તે કરો.

સુંદરકાંડનું મહત્વ : હનુમાનજીને બળ અને બુદ્ધીના દેવતા માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી જીવનની કોઈ પણ સમસ્યા માંથી છુટકારો મળી શકે છે. જે લોકો સુંદરકાંડના પાઠ કરે છે. તેના જીવન માંથી નકારાત્મક ઉર્જા દુર રહે છે અને દરેક કાર્યમાં તેને સફળતા મળે છે. તે ઉપરાંત દરરોજ સુંદરકાંડના પાઠ કરવાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધી પણ થાય છે.

સુંદરકાંડના પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિ હંમેશા દુર રહે છે. જીવનમાં ક્યારે પણ તમને નિરાશા હોય કે કોઈ વસ્તુ તમને દુઃખ આવે. તો બસ આ પાઠ વાચી લો. સુંદરકાંડના પાઠ ઘરે સરળતાથી વાચી શકાય છે. આમ તો આ પાઠ વાંચતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. સુંદરકાંડના પાઠ કરતી વખતે નીચે જણાવેલી બાબતોનું પાલન કરો.

સુંદરકાંડના નિયમ :

(1) ઘણા લોકો મંગળવારના દિવસે વચે છે, તો ઘણા લોકો રોજ તેના પાઠ કરે છે. એટલા માટે તમે તમારા હિસાબે આ પાઠ કરી શકો છો.

(2) આ પાઠ માત્ર સાંજના સમયે કરવામાં આવે છે. એટલા માટે આ પાઠ હંમેશા સાંજે 7 વાગ્યા પછી જ કરો.

(3) જો તમે વિશેષ ફળની પ્રાપ્તિ માટે સુંદરકાંડના પાઠ કરી રહ્યા છો. તો આ પાઠની શરુઆત મંગળવાર કે શનિવારના દિવસે જ કરો.

(4) સુંદરકાંડના પાઠ શરુ કરતા પહેલા પોતાને સ્વચ્છ રાખો. ક્યારે પણ ગંદા હાથ કે પગ સાથે આ પાનના પુસ્તકને ન સ્પર્શો.

(5) સુંદરકાંડના પાઠ કરતા પહેલા પૂજા સ્થળ ઉપર હનુમાનજીની મૂર્તિ જરૂર રાખો. બની શકે તો સાથે રામ સીતાની મૂર્તિ પણ રાખવી.

(6) હનુમાનજીની સામે દેસી ઘી નો દીવો પ્રગટાવો અને તેને મીઠાઈ અર્પણ કરો.

(7) સુંદરકાંડના પાઠ શરુ કરતા પહેલા રામ ભગવાનનું નામ લો અને ત્યાર પછી પાઠ શરુ કરો.

(8) પાઠ પુરા થયા પછી રામજીનું નામ લો અને આંખ બંધ કરીને હનુમાનજીનું ધ્યાન ધરો અને પાઠના પુસ્તકને સારી રીતે મંદિરમાં મૂકી દો.

(9) બની શકે તો સુંદરકાંડ કરતી વખતે તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસની પણ પૂજા કરો.

(10) સુંદરકાંડના નિયમિત પાઠ કરવાથી વ્યક્તિની અંદર નકારાત્મક શક્તિઓ દુર થઇ જાય છે.

આ તો હતી થોડી મહત્વની વાતો, જેનું પાલન તમે સુદંરકાંડ વાંચતી વખતે જરૂર કરો. આ પાઠ વાંચવાના થોડા દિવસોમાં તમને તેનું ફળ મળવા લાગી જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.