ખુબ જ સસ્તા ફોન સાથે કેમેરામાં ઝડપાઈ અનુષ્કા, મીડિયાને જોતા જ બેગમાં સંતાડવા લાગી મોબાઈલ.

અનુષ્કા શર્માનું નામ આજે ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ હિરોઈનોમાં જોડાયેલું છે. ૧૧ ડીસેમ્બર, ૨૦૧૭ના રોજ અનુષ્કા ક્રિકેટ જગતના સ્ટાર વિરાટ કોહલી સાથે લગ્નના બંધનમાં જોડાઈ ગઈ હતી. અનુષ્કા એક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડની છે જેમણે પોતાની મહેનત અને કુશળતાના બળ ઉપર ઇન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ભલે અનુષ્કા ઘણા સમયથી ફિલ્મોથી દુર હોય, પરંતુ તેની ગણતરી આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોપ હિરોઈનોમાં કરવામાં આવે છે. અનુષ્કા અવાર નવાર વિરાટ સાથે ક્યારેક લગ્નમાં તો ક્યારેક ઈવેંટમાં જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રી મુંબઈ એયરપોર્ટ ઉપર જોવા મળી. તે દરમિયાન તે એકલી જોવા મળી. હાથમાં મોબાઈલ લઈને અનુષ્કા પોતાની ધૂનમાં બહાર આવી રહી હતી, ત્યારે ફોટોગ્રાફર્સ તેના ફોટા લેવા લાગ્યા.

પરંતુ ફોટોગ્રાફર્સને જોતા જ મોબાઈલને ઝડપથી પોતાના પર્સમાં નાખી દીધો અને તેનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે તેનો સસ્તો ફોન. ખાસ કરીને અનુષ્કાને જોતા જ ફેંસ તેની સાથે સેલ્ફી લેવા તેની પાસે ગયા અને ત્યાં સુધી અભિનેત્રીના હાથમાં તેનો ફોન હતો. પરંતુ જયારે એયરપોર્ટ ઉપર રહેલા ફોટોગ્રાફર્સ અનુષ્કાનો ફોટો લેવા પહોચ્યા તો તેણે ફોનને પોતાની બેગમાં મૂકી દીધો, જેમ કે તે ઇચ્છતી ન હતી કે તેનો ફોન ફોટામાં આવે, આમ છતાં પણ તે ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ અને હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગઈ.

વિડીયોમાં તમે જોશો કે અનુષ્કા પોતાના હાથમાં જે ફોન લઈને બહાર નીકળી રહી છે તે ઘણો જ સામાન્ય ફોન છે. સેલીબ્રેટી હોવાને કારણે હંમેશા લોકોના મનમાં એવી ધારણા હોય છે કે તે મોંઘો ફોન વાપરે છે. મોટાભાગની સેલીબ્રેટી આઈ ફોનનું લેટેસ્ટ વર્જન વાપરે છે. તેવામાં અનુષ્કાના હાથમાં નોર્મલ ફોન જોઈને ફેંસ આશ્ચર્યચકિત છે અને સાથે સાથે તેની સાદગીની પ્રસંશા પણ કરી રહ્યા છે.

અનુષ્કાએ પોતાના હાથમાં જે ફોન રહેલો હતો તેનો રંગ કાળો હતો અને તેની ઉપર ગ્રે કલરનું કવર લાગેલુ હતું. જોતા જ પ્રતીત થઇ રહ્યું હતું કે તે એક ઘણો સિમ્પલ ફોન છે. કેમ કે આઈ ફોન આટલો મોટો નથી હોતો જેટલો મોટો ફોન અનુષ્કાએ લીધો હતો. વિડીયો સામે આવતા જ સોશિયલ મીડિયા ઉપર અનુષ્કાના ફોનને લઈને ચર્ચા શરુ થઇ ગઈ. મોટાભાગના લોકોએ આ ફોનની કિંમતનો અંદાઝ પંદરથી વીસ હજાર વચ્ચે લગાવી. આમ તો મીડિયા અહેવાલ મુજબ અનુષ્કા આઈ ફોન યુઝ કરે છે.

વર્ષ ૨૦૧૮માં અનુષ્કાએ ગુગલ પીક્સલની જાહેરાત કરી હતી અને ઘણી વખત તેની પોસ્ટ તે વાત દર્શાવી ચુકી છે કે તે ગુગલ પીક્સલ યુઝ કરી રહી છે. આમ તો તે કોઈ મોટી વાત તો નથી પરંતુ કલાકારો દ્વારા સામાન્ય ફોન ઉપયોગ કરવો ઘણું ઓછું જોવા મળે છે અને તે પણ જ્યાં સુધી કોઈ બોલીવુડની મોટી હિરોઈન હોય અને સાથે જ દેશના સૌથી પ્રસિદ્ધ ક્રિકેટ સ્ટારની પત્ની. વાત કરીએ વર્ક ફ્રન્ટની તો ટૂંક સમયમાં અનુષ્કા ભારતીય મહિલા ટીમના પૂર્વ કેપ્ટન અને ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મમાં જોવા મળશે.

જુઓ વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.