દરરોજ ચાલવા જતા લોકો પણ નથી જાણતા ચાલવાની સાચી રીત, જાણી લો રીત અને તેના ફાયદા

આજના સમયમાં ચારેય બાજુ બીમારી બીમારી પ્રદુષણ પ્રદુષણ જોવા મળે છે. કોઈ પણ ઘરમાં જોઈએ તો એકાદ વ્યક્તિ બીમારીથી ગ્રસ્ત માણસ મળશે. દરેક પ્રકારની જે બીમારી છે તેનું જે સોલ્યુસન પ્રકૃતિએ આપ્યું છે કે ધરતીના સમ્પર્કમા રહેવું. જેમ કે જયારે આપણે જમીન પર ઉભા રહીયે ત્યારે આપણા પગના નીચે કોઈ પ્રકારનાં પ્લાસ્ટીક કે રબરની ચંપલ વગેરે ઇન્સ્યુલેટર ન હોવું જોઈએ.

જયારે ધરતીમાં કે માણસની વચ્ચે કોઈ વસ્તુ ના રહે ત્યારે જે ધરતીના વીજ ઇલેક્ટ્રોન્સ છે તે બધા આપણા શરીરની અંદર આવાનું શરુ થઇ જાય છે. આપણે બીમાર કેમ થઈએ છીએ? આપણી એજિંગ કેમ થાય છે બીમારી અને એજિંગનો સીધો કારણ છે તે છે પ્રીરેડિકલ્સ એટલે કે જે ઈલેક્ટ્રો મેગ્નેટિક જે આપણા ચારેય તરફ છે

જે મોબાઈલ ના ટાવર માંથી, કોમ્પ્યુટર, મોબાઈલ, આપણા ઘરની વીજળી આ બધાએ આપણને ચારે બાજુ ઈલેક્ટ્રોમેગ્નેટિક થી જકડી લીધું છે અને જકડ્યા પછી આપણે પોતાના શરીર ને ધરતી થી પણ કાપી લીધું એટલે એ ઈલિક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે પગ થી જમીન માં જતી રહેવી જોઈતી હતી તે શરીર માં જ રહી. રબરના અને પ્લાસ્ટિકના બુટ ચંપલ પહેરવાનું શરુ કરી નાખ્યું. એ રબલ અને પ્લાસ્ટિકે આપણા શરીર ની અર્થિન્ગ બિલકુલ ખત્મ કરી નાખી એટલા માટે આપણે બીમાર રહેવા લાગ્યા.

બીમારીથી બચવા માટે સૌથી સારું, સૌથી સરળ અને સૌથી સસ્તો ઉપાય છે રોજ ઓછામાં ઓછું 40 મિનિટ સુધી જમીન પર ખુલ્લા પગે ચાલવું. જો તમે લીલા ઘાસ ઉપર ચાલો છો તો તે ઘણું સારું છે જો તમારા ઘરના નજીક લીલા ઘાસ નથી તો ઘરના કે ઓફિસની અંદર ખુલ્લા પગે ચાલવું. ઘર માં ખુલ્લી જમીન ના હોય તો કોન્ક્રીટ ના ફ્લોર ઉપર ચાલી શકો છો પણ તેની ઉપર કોઈ પ્રકારનું પ્લાસ્ટિક કવર કે સીલિંગ ન હોવી જોઈએ. ક્યારેય પણ ડામર ના રોડ ઉપર કે લાકડા પર કે પ્લાસ્ટિક વગેરે છે તેની ઉપર ન ચાલવું જોઈએ. સૌથી વધારે વિજ્ઞાન આજનું છે 2018 ની અંદર આપણને જણાવે છે કે સ્વસ્થ રહેવાની એક જ રીત છે ગ્રાઉન્ડિંગઅર્થિંગ એટલે કે ઘરતી ઉપર ખુલ્લા પગે રહેવું.

આજથી વિસ વર્ષ પહેલાના સમય માં આપણા ઘરો માં રિવાજ હતો કે ચંપલ, બુટ વગેરે ઘર ની બહાર જ કાઢી ને પોતાના ઘરની અંદર ખુલ્લા પગે ચાલો. તે એક પુરી રીતે વૈજ્ઞાનિક કારણ હતુ તે આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારી રીત હતી. જે આપણે આપણી પરંપરાથી, આપણા રિવાજો થી જોડી નાખી હતી, જે હજુ પણ આપણા ઘણા લોકો નાં ઘરો માં જળવાઈ છે કે ચંપલ વગેરે ઘર ની બહાર રાખી ને જ અંદર જવું પણ જે મોટા બંગલા કે વધુ પડતા હેલ્થ કોન્સીયસ હોય તે ઘરો માં અલગ ચંપલ પહેરે છે તે અજાણતા જ પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે પણ જે લોકો ખુલ્લા પગે વધુ માં વધુ ચાલતા તે લોકો ઓછા બીમાર થતા હતા પણ જ્યારથી આપણે અર્થિન્ગ ઇન્સ્યુલેશન શરુ કર્યું એટલે કે આપણે ચામડાના બુટ છોડીને પ્લાસ્ટિક અને રબર ના બુટ પહેરા લાગ્યા ત્યાર થી આપણે વધારે બીમાર રહેવા લાગ્યા

જો તમારે સ્વસ્થ રહેવું છે તો ચામડાના બુટ પહેરો અને ધરતી પર ખુલ્લા પગે ઓછામાં ઓછામાં 40 મિનિટ ચાલવાનું શરુ કરી દો. ઓફિસ માં જો બની શકે તો બુટ મોજા પહેરી ને કામ કરો છો તો બંદ કરી દો ઓફિસ માં ખુલ્લા પગે કામ કરો ઘર માં બીજા ચંપલ વગેરે ના પહેરો. ખુલ્લા પગે ખુલ્લી જમીન પર ચાલસો તો એક્યુપ્રેશર પોઇન્ટ પણ દબાશે ને શરીર ને વધુ ફાયદો મળશે.

ઘણા પગપાળા યાત્રાઓ પર જાય છે જેમકે અંબાજી કે અન્ય તીર્થસ્થાનો માં ખુલ્લા પગે જવા વાળા ને એનર્જી કુદરત જ આપે છે એ બીમાર પડ્યા વિના હેમખેમ માતાજી નાં દર્શને પહોચી જાય છે. પહેલા રસ્તા માં કાંટા વગેરે ખુબ વાગતા એટલે ચામ્બડા ના ચંપલ બુટ બનાવવા માં આવ્યા જે નુકશાન નહોતા કરતા પણ હવે રબ્બર અને પ્લાસ્ટિક નાં બુટ ચંપલ હોય છે જે વધુ પહેરવા નુકશાન દાયક છે ઘરે થી ખુલ્લા પગે ગાર્ડન વગેરે માં મોજ થી ફરો એનાથી ફાયદો જ થશે ઓછામાં ઓછુ ઘરમાં તો ચંપલ બુટ નાજ પહેરતા

ડો. શિવદર્શન મલિક