ખુશખબર, માલામાલ કરી દેશે સરકારીની આ સ્કિમ, દર વર્ષે ખાતામાં આવશે 1 લાખ રૂપિયા

વાર્ષિક 1 લાખ રૂપિયા મેળવવા માટે આ સરકારી સ્કીમનો જરૂર ઉઠાવો ફાયદો, જાણો દરેક માહિતીઓ

ભવિષ્યને સુરક્ષિત બનવવા માટે જીવન વીમો એક સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. વીમો તમારા ન રહેવા પર તમારા પરિવારને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ એટલે LIC ઘણા પ્રકારની સ્કીમ લઈને આવે છે. જીવન વિમાની સાથે જ એલઆઇસી પેંશનથી જોડાયેલી સ્કીમ પણ લાવ્યા કરે છે. તેમાં એક સામટી રકમ કે પછી વાર્ષિક પ્રીમિયમ આપવું પડે છે, વૃદ્ધા અવસ્થામાં આર્થિક મદદ મેળવી શકો છો.

તેમાંથી એક શ્રેષ્ઠ સ્કીમ છે LIC ની જીવન શાંતિ સ્કીમ. આ એક પેંશન સ્કીમ છે જે વૃદ્ધાવસ્થામાં પોલિસીધારકને એક નક્કી રકમ આપે છે. જીવન શાંતિ સ્કીમ એક નોન લિક્ડ પ્લાન છે. સાથે જ તેમાં તમને વાર્ષિક પ્રીમિયમ આપવું પડે છે. ગ્રાહકો પાસે તત્કાલ વાર્ષિક કે સ્થગિત વાર્ષિક પસંદ કરવાનો વિકલ્પ હોય છે. અહીં પોલિસી ધારકોને તરત કે પછી 5, 10, 15 અને 20 વર્ષ પછી પેંશન શરુ કરવાનો વિકલ્પ મળે છે. સમય વધવાની સાથે પેંશનની રકમ વધી જાય છે.

કેટલું મળશે રિટર્ન : માની લો કે તમે 30 કે 35 વર્ષમાં પોલિસીમાં એકસાથે 5 લાખ રૂપિયા જમા કરવો છો અને 20 વર્ષ પછી પેંશન નક્કી કરવાનું કહો છો તો તમને લગભગ 21.6 ટકા વાર્ષિક વ્યાજના હિસાબે પેંશન મળશે. આ પ્રમાણે 20 વર્ષ પછી તમને દર વર્ષે 1.05 લાખ રૂપિયા કે દર મહિને 9 હજાર રૂપિયા આજીવન મળે છે. જો તમે 10 લાખ જમા કરો છો તો મહિને પેંશન 17500 રૂપિયા થશે એટલે કે 2.10 લાખ રૂપિયા વાર્ષિક આવશે. આ રિટર્ન તમે માસિક, ત્રિમાસિક, ચ માસિક કે પછી વર્ષના આધાર પર પણ મેળવી શકો છો.

પોલિસીની વિશેષતાઓ

આ યોજના તમારા ચોક્કસ સમયગાળા પછી પેંશન લાભ પ્રદાન કરે છે.

લઘુત્તમ 30 વર્ષ અને મહત્તમ 85 વર્ષ સુધીના વ્યક્તિ લઇ શકે છે.

તમે આ પોલિસી પર લોનનો લાભ પણ લઇ શકો છો.

જો તમને પોલિસી સંબંધિત કોઈ સમસ્યા છે તો તમે 3 મહિના પછી ક્યારેય પણ સરેન્ડર કરી શકો છો.

આ પોલિસી માટે કોઈ મેડિકલ ડોક્યુમેન્ટની જરૂર નથી.

તમારી પાસે તરત પેંશન મેળવવા કે પછી પોતાની મરજી અનુસાર 1 થી 20 વર્ષ વચ્ચે પણ પેંશન શરુ કરવાનો વિકલ્પ હોય છે.

તત્કાલ અને સ્થિર વાર્ષિકી બંને વિકલ્પો માટે પોલિસી ને લેતા સમયે વાર્ષિક દરની ગેરેન્ટી આપવામાં આવે છે.

એક વખત પસંદ કરવામાં આવેલ વિકલ્પને બદલી શકાશે નહિ.

યોજના મુજબ વિભિન્ન વાર્ષિકી વિકલ્પ અને વાર્ષિકી ચુકવણી મોડ ઉપલબ્ધ છે.

તમે આ પ્લાનને ઓફલાઈનની સાથે ઓનલાઇન પણ ખરીદી શકો છો.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.