ચર્ચાનો વિષય બન્યુ ખુશી કપૂરનું નવું ટેટુ, શું લખ્યું છે જાણશો તો આંખ ભરાઈ આવશે

ટેટુ બનાવરાવવું આજકાલ ફેશનનો એક ભાગ બની ગયો છે. મોટા પ્રમાણમાં લોકો પોતાના શરીર ઉપર ટેટુ કરાવે છે. પરમેનેન્ટ ટેટુ ઘણું સમજી વિચારીને બનાવરાવવું જોઈએ, કેમ કે જો તમે એક વખત ટેટુ બનાવરાવી લીધું તો તેને દુર કરવું ઘણું મુશ્કેલ બની જાય છે. તેને દુર કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. હંમેશા પ્રેમી જોડીઓ એક બીજાના નામના ટેટુ બનાવરાવે છે.

ઘણા લોકો ફેમસ વ્યક્તિના કોટના ટેટુ બનાવરાવે છે. ઘણા લોકો તો પોતાના માં બાપ પ્રત્યે પ્રેમ દેખાડતા એમના સંબંધિત ટેટુ બનાવરાવે છે. દરેકના મગજમાં ટેટુને લઈને જુદા જુદા આઈડિયા હોય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા એવા કલાકાર છે જેમણે ટેટુ બનાવરાવ્યા છે. બોલીવુડમાં કંગના રનૌત, આલિયા ભટ્ટ, શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોડા, દીપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા જેવા ઘણા કલાકાર છે જેમણે ટેટુ બનાવરાવ્યા છે.

હવે આ યાદીમાં એક બીજી છોકરીનું નામ જોડાઈ ગયું છે. આમ તો આ છોકરી કોઈ અભિનેત્રીતો નથી પરંતુ તેની બહેને હાલમાં ફિલ્મ ‘ધડક’ થી બોલીવુડમાં જોરદાર એન્ટ્રી કરી છે. તમે સમજી ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ શ્રીદેવીની દીકરી જાહનવીની નાની બહેન ખુશી કપૂરની. હાલમાં જ ખુશીએ પોતાના શરીર ઉપર એક ટેટુ બનાવરાવ્યુ છે. અમે ખુશીના ટેટુની વાત એટલા માટે કરી રહ્યા છીએ, કેમ કે તેનું ટેટુ ઘણું વિશેષ છે અને જયારે તમને તેના વિષે ખબર પડશે તો તમે પણ ઈમોશનલ થઇ જશો.

પરિવારને સમર્પિત છે ટેટુ :

પોતાની ફેશન સેન્સને કારણે જ સમાચારોમાં રહેનારી ખુશી કપૂરે એક એવું ટેટુ બનાવરાવ્યુ છે, જે ચર્ચાનો વિષય બની ગયું છે. તે કોઈ સામાન્ય ટેટુ નથી પરંતુ એક વિશેષ ટેટુ છે. અમે ટેટુને વિશેષ એટલા માટે કહી રહ્યા છીએ, કેમ કે ખુશીનું આ ટેટુ સ્વર્ગીય માં શ્રીદેવી, પપ્પા બોની કપૂર અને જાહનવી કપૂર સાથે સંબંધિત છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ જાહનવી અને ખુશી પોતાની માં ની ઘણી નજીક હતી, પરંતુ માં ના ગયા પછી બન્ને બહેનો એક બીજાની વધુ નજીક આવી ગઈ છે. ખુશીએ આ ટેટુ પોતાના બર્થડે ઉપર બનાવરાવ્યુ હતું અને તેનું આ ટેટુ પરિવારને સમર્પિત છે. ઇશા અંબાણીના લગ્નના દિવસે ખુશી કપૂરએ મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલો લેંઘો પહેર્યો હતો તે દરમિયાન આ ટેટુનો ખુલાસો થયો.

આવું લખાવ્યું છે ટેટુમાં :

જણાવી દઈએ કે ખુશીએ આ જે ટેટુ બનાવરાવ્યુ છે તે રોમન ભાષામાં લખાવ્યું છે. સમાચારોના જણાવ્યા મુજબ ખુશીનું ટેટુ તેના પોતાના જન્મ દિવસથી શરુ થાય છે અને જાહનવી, શ્રીદેવી અને બોની કપૂરના જન્મ દિવસ ઉપર પૂરું થાય છે.

તેમણે ટેટુમાં રોમન નંબરમાં પોતાના ઘરવાળાની બર્થ ડેટ લખાવી છે. જેમ કે ખુશીનો જન્મ દિવસ ૫ નવેમ્બરના રોજ આવે છે, તો તેમણે તેને રોમનમાં V લખાવ્યું છે. જાહનવીની બર્થ ડેટ ૬ માર્ચ છે તો તેમણે VI લખાવ્યું છે. તેવી જ રીતે શ્રીદેવીનો જન્મ દિવસ ૧૩ તારીખે આવે છે તો XIII, અને બોની કપૂરનો જન્મ દિવસ ૧૧ નવેમ્બરના રોજ આવે છે તો XI બધા લખાવ્યું છે. આ બધા આંકડા મળીને આ ટેટુ ખુશી માટે ઘણું વિશેષ છે.