ખુશખબરી : વૈષ્ણો દેવીની મુસાફરી કરનારા શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ વિશેષ સુવિધાઓ.

વૈષ્ણો દેવી માતાના મંદિરને લઇને ભક્તોમાં શ્રદ્ધા અને વિશ્વાસ ખુબ જ ભરેલો છે. સમગ્ર દેશના ખૂણે ખૂણા માંથી લોકો માતાના દર્શન માટે આવી પહોચે છે અને એટલું લાંબુ ચડાણ ચડીને માતાના દર્શન માટે પહોચે છે. માતાના દર્શન માટે બાળકોથી લઇને વૃદ્ધ સુધી આવે છે. જોકે, જૂના સમયમાં માતા વૈષ્ણોનું ચડાણ ઘણું ખૂબ મુશ્કેલ ભરેલું બનતું હતું. પરંતુ આજના સમયમાં દર્શનાર્થીઓ માટે શ્રાઇન બોર્ડના ઘણા એવા કામ કરે છે. જેનાથી લોકો માટે યાત્રા સરળ બની જાય.

માતા વૈષ્ણો દેવીના દર્શન માટે ચાલી ને આવતા શ્રદ્ધાળુઓ માટે શ્રાઇન બોર્ડ એક ખુશખબરી લઇને આવે છે. શ્રાઇન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક અને પાંચ માળની બિલ્ડિંગનું નિર્માણ શરૂ કરાવી દીધું છે. દુર્ગા ભવનનું પુનર્નિર્માણ માટે રાજ્યપાલે ઇલેક્ટાનિક રીતે રાજભવનથી જ પાયાનો પથ્થર રાખ્યો છે. આ બિલ્ડિંગ 14,800 સ્ક્વેર ફૂટમાં બની રહ્યું છે. જેમાં રાજભવનમાં ચાર હજાર શ્રદ્ધાળુ મફત રોકાઈ શકશે.

આ બિલ્ડિંગની રચનામાં પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. પરંતુ આ બિલ્ડિંગના નિર્માણ પછી મુસાફરોને ખૂબ ફાયદો થશે, કારણ કે તેમની પાસે હોટેલમાં રોકાવા માટે વધુ મહેનત નહિ કરવી પડે. આ નવા મકાનમાં મુસાફરોની સુવિધાઓનું ધ્યાન રાખતા અહીંયા લોકર, શૌચાલય, ધાબળા, સ્નેક્સ, ચાર લીફ્ટ સુધીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ આ બિલ્ડિંગ ભૂકંપ અવરોધિત રહેશે. બિલ્ડિંગની ઉપરની છત વર્તમાન ટ્રેકની ઊંચાઈ સમાન હશે અને તેની ડિઝાઇનને એ રીતે તૈયાર કરવામાં આવશે કે લોકો અહીં અહિયાં આરામ કરી શકે.

શ્રદ્ધાળુઓ માટે બનાવામાં આવતી આ નવી બિલ્ડિંગ માતાના ભવન ઉપર બનેલી અત્યાર સુધીની સૌથી મોટું બિલ્ડીંગ હશે અને જૂના ભવનથી બમણું હશે. આ બિલ્ડિંગના બનાવવામાં આવેલા પ્લાન હેઠળ ભવનનો બહારનો દરવાજો ટ્રેક સાથે સીધો જોડાયેલો રહેશે. આ ભવન વર્ષ 2031 સુધી બનીને તૈયાર થઈ જશે, જ્યાં શ્રદ્ધાળુઓને મફત રહેવાની વ્યવસ્થા હશે.

આ નવા ભવનને બનાવતી વખતે રાજ્યપાલે શ્રાઇન બોર્ડના સીઇઓને સૂચના આપી કે તે આ બિલ્ડિંગના નિર્માણ કાર્યને ઝડપથી કરાવે જેથી કરીને શ્રદ્ધાળુઓને આ સુવિધા વહેલામાં વહેલી મળી શકે. રાજ્યપાલે જણાવ્યું કે આ નવી બિલ્ડીંગમાં વેસ્ટ પાણીને રીસાયકલ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાની વાત થઇ રહી છે.

આ બિલ્ડિંગના નિર્માણ સાથે એક વાત સ્પષ્ટ થાય છે કે જો તેનું નિર્માણ થઇ જાય છે, તો તે શ્રદ્ધાળુઓ માટે સરળ ઘણું સારું રહેશે જે તેમના પ્રવાસને સરળ અને સુવિધાજનક બનાવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.