ખાવાના નામ પર સિનેમા હોલના માલિકોની લૂંટ પર લાગી બ્રેક, હવે લઇ જઈ શકાય છે બહારથી ખાવાનું.

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક અઠવાડીએ ઘણી નવી ફિલ્મો રીલીઝ થતી હોય છે આ ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર કરોડોનો ધંધો કરે છે. શું તમે પણ તમારા મિત્રો, સંબંધિઓ અને પરિવાર સાથે ફિલ્મો જોવા મલ્ટીપ્લેકસ જાવ છો? જો તમારો જવાબ હા છે, તો તમને એ પણ ખબર હશે કે મલ્ટીપ્લેકસમાં બહારનું ખાવાનું લઇ જવા ઉપર પ્રતિબંધ છે. તમે બહારથી ખરીદેલી કોઈ પણ ખાવા પિતાની વસ્તુ અંદર નથી લઇ જઈ શકતા. ઘણા લોકોની તેને લઇને ફરિયાદ રહે છે કે અરે તેમને બહારનું ખાવાનું અંદર કેમ નથી લઇ જવા દેવામાં આવતા. શું તેની પાછળ કોઈ કાયદો કે નિયમ છે કે પછી મલ્ટીપ્લેકસ વાળાની મનમાની? અમે તમને તેના વિષે જણાવી રહ્યા છીએ.

સિનેમાઘરોમાં લઇ જઈ શકો છો બહારનું ખાવાનું :

ખાસ કરીને જેટલા પણ નાના મોટા મલ્ટીપ્લેકસ છે. તે બધામાં એક વાત સામાન્ય છે કે ત્યાં ખાવા પિતાની વસ્તુ બહારથી ખરીદવામાં આવેલી વસ્તુની સરખામણી એ ઘણી મોંઘી હોય છે અને જો કોઈ પૈસા બચાવવાના ચક્કરમાં બહારથી કોઈ વસ્તુ ખરીદીને અંદર લઇ જવા માંગે? તો મલ્ટીપ્લેકસ વાળા તેને અંદર નથી લઇ જવા દેતા. જયારે કોઈ વ્યક્તિ બહારથી વસ્તુ ખરીદીને અંદર લઇ જવા માંગે છે. તો એમને સુરક્ષાના કારણો આપીને તે વસ્તુ અંદર લઇ જવાની મનાઈ કરી દેવામાં આવે છે.

મલ્ટીપ્લેકસમાં મળતી ખાવા પીવાની વસ્તુઓ અને બહાર થી મળતી વસ્તુઓની કિંમતમાં દિવસ રાતનો ફરક હોય છે. જ્યાં બહાર તમને જે પોપકોર્ન ૨૦ રૂપિયા માં મળે છે તે પોપકોર્ન અંદર ૧૫૦ થી ૨૦૦ રૂપિયા માં વેચવામાં આવે છે. હવે લોકો ને મજબુરી માં મલ્ટીપ્લેકસ ની અંદર જ વધુ પૈસા ચૂકવીને આ વસ્તુ ખરીદવી પડે છે.

આરટીઆઈ હેઠળ થયો ખુલાસો :

હાલમા જ એક યુવક એ RTI ની હેઠળ જયારે તેમના નિયમના વિષયમાં જાણવા માગ્યું તો આરટીઆઈ માં એ ખુલાસો થયો કે તમે કોઈ પણ પ્રકારની રોક ટોક વગર સિનેમા હોલમાં બહારનું ખાવાનું લઇ જઈ શકો છો, બહાર નું ખાવાનું લઇ જવા ઉપર કોઈ પ્રતિબંધ નથી, અને જો તમારે સિનેમા હોલ માં કોઈ ખાવાનું લઇ જવા થી અટકાવે છે તો તે ગેર કાયદેસર છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ ના વાણીજ્ય કર કમિશ્નર એ યુવક ની આરટીઆઈ નો જવાબ આપતા કહ્યું છે કે મલ્ટીપ્લેકસ સંચાલકો પાસે એવો કોઈ અધિકાર નથી. જેથી તે બહાર થી ખરીદવામાં આવેલી વસ્તુ ને અંદર લઇ જવા થી મનાઈ કરી શકે.

બહાર નું ખાવા નું લઇ જવા ઉપર શું કહે છે નિયમ :

નિયમો ના જણાવ્યા મુજબ સિનેમા હોલમાં માત્ર તે ખાવા પીવાની વસ્તુ ઉપર પ્રતિબંધ છે. જેની ઉપર કોઈ લેબલ અને સિક્કો ન લાગેલો હોય અથવા જે બંધ પેકેટ માં ન હોય અને સિનેમાઘરોમાં પણ માત્ર બંધ પેકેટમાં જ વસ્તુ વેચી શકે છે. ખુલ્લા ખાદ્ય પદાર્થ ને છોડી ને તમે બહારથી કોઈ પણ ખાવા પીવા ની વસ્તુ અંદર લઇ જઈ શકો છો. ગયા વર્ષે જુલાઈ માં મહારાષ્ટ્ર પણ આ મુદ્દો ઉઠાડવામાં આવ્યો હતો ત્યારે મહારાષ્ટ્ર સરકાર એ દર્શકોને મોટી રાહત આપતા એ વાત ની મંજુરી આપી હતી કે સિનેમાહોલ અને મલ્ટીપ્લેકસ ની અંદર ખાવા પીવાની વસ્તુ પોતાની સાથે લઇ જઈ શકે છે. તે ઉપરાંત બોબ્મે હાઇકોર્ટ એ પણ મલ્ટીપ્લેકસ માલિકો ને તાકીદ કરતા કહ્યું હતું કે ખાવા પીવાની વસ્તુની કિંમત ઓછી કરવામાં આવે.

કાયદાનું રક્ષણ હોવા છતાં દર્શકો “કોણ માથા કૂટ કરે” એવું વિચારીને મલ્ટીપ્લેક્ષના માલિકોને છૂટો દોર આપે છે. તે ત્યાંથી જ ખાવાની સામગ્રી ખરીદે છે. “અપણે એકલા શુ કામ માથાકુટમાં પડીએ” એવું પણ ઘણા વિચરે છે. આવા પોતાનું જ વિચારવાના કારણે આપણે ઘણી જગ્યાએ સમાધાન કરી લઈએ છીએ. આપણી આ જ વિચરણસરની આપણને અને આપણા દેશને પાછળ રાખે છે. તમારો વિચાર પણ કોમેન્ટમાં જરૂર જણાવો. આને લાઇક અને શેયર  પણ જરૂર કરો. જેથી આ વિચારનું બી દરેકના મનમાં રોપી શકાય. જેથી ક્યારેક તો એ વ્રુક્ષ જરૂર બનશે. અને સમાજમાં સુધારાનું નવું પરિવર્તન આવી શકે. ૨૬મી જાન્યુઆરીની શુભકામનાઓ. જય હિન્દ….