કિઆરાથી લઈને આલિયા સુધી જાણી લો કેવો રહ્યો 2019 માં આ હિરોઇનોનો જલવો, બોક્સ-ઓફિસ રિઝલ્ટ

આજે આપણે વર્ષ ૨૦૧૯ વિષે જાણવાના છીએ, આ વર્ષે ઘણું બધું જોવા મળ્યું જે આપણે વિચાર્યું પણ ન હતું. રાજનીતિમાં હોય કે ફિલ્મોમાં દરેક જગ્યાએ કાંઈક નવું જ જોવા મળ્યું. આ વર્ષ કાર્તિક આર્યન અને આયુષ્યમાન ખુરાનાના નામે રહ્યું એ વાત તો આપણે બધા જાણીએ છીએ પરંતુ કઈ સુંદરીઓએ સારી ફિલ્મો કરી એ પણ તમને ખબર હોવી જોઈએ. બોક્સ ઓફીસ ઉપર રહ્યો આ સુંદર અભિનેત્રીઓનો જાદુ, આવો જાણીએ કોણ છે તેમાં તમારી ફેવરીટ હિરોઈન?

બોક્સ ઓફીસ ઉપર રહ્યો આ સુંદર અભિનેત્રીઓનો જાદુ

બોલીવુડમાં આ વર્ષે ઘણી ફિલ્મોએ ધમાલ મચાવી અને ઘણી લો બજેટની ફિલ્મોએ ૧૦૦ કરોડથી વધુનો વેપાર કર્યો. પરંતુ આ વર્ષે જે કલાકારોએ પોતાની ઘણી નામના મેળવી તેની યાદી કાંઈક આ મુજબ છે.

આલિયા ભટ્ટ

વર્ષ ૨૦૧૯ આલિયા ભટ્ટને દર વખતની જેમ ઘણી પસંદ કરવામાં આવી છે. જેમા તેની ફિલ્મ કલંક બોક્સ ઓફીસ ઉપર કમાલ ન દેખાડી શકી અને બીજી ફિલ્મ ગલી બોયે બોક્સ ઓફીસ ઉપર સારી કમાણી કરી અને આ ફિલ્મે ‘સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે એશીયાઇ અકાદમી ક્રિએટીવ એવોર્ડ’ નું પણ સ્થાન પ્રાપ્ત કર્યું.આ ફિલ્મનું ૯૨મો ઓસ્કાર અકાદમી એવોર્ડ્સ માટે નામાંકન કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં આલિયાનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. તેની સાથે જ ફિલ્મમાં તેના ઘણા ડાયલોગ પણ ફેમસ થયા છે અને ગલી બોય વર્ષ ૨૦૧૯ની એક ઉત્તમ ફિલ્મ સાબિત થઇ ગઈ.

કૃતિ સેનન

વર્ષ ૨૦૧૯ કૃતિ સેનન માટે ઘણું સારું રહ્યું છે. તેમણે બેક ટુ બેક ૪ ફિલ્મો કરી જે બોક્સ ઓફીસ ઉપર આવીને સારી કમાણી કરી ગઈ. પહેલી ફિલ્મ લુકા છુપી, બીજી ફિલ્મ અર્જુન પતિયાલા, ત્રીજી ફિલ્મ હાઉસફૂલ ૪ અને ચોથી ફિલ્મ પાનીપથ રહી. તેમાંથી ત્રણ ફિલ્મોએ બોક્સ ઓફીસ ઉપર સારો દેખાવ કર્યો. ફિલ્મમાં કૃતીના કામની પણ ઘણી પ્રસંશા કરવામાં આવી.

કીયારા આડવાણી

વર્ષ ૨૦૧૯માં કીયારા આડવાણીએ સફળતાના શિખરો સર કર્યા. તેની ફિલ્મ કબીર સિંહે બોક્સ ઓફીસ ઉપર જોરદાર કમાણી કરી અને આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી. ફિલ્મમાં તેના કામને પણ ઘણું વખાણવામાં આવ્યું અને તેની સાથે જ કીયારા સુપરહિટ હિરોઈનમાં જોડાઈ ગઈ. આ વર્ષે કીયારા આડવાણીની બીજી ફિલ્મ ગુડ ન્યુઝ હશે જે ૨૭ ડીસેમ્બરના રોજ રીલીઝ થવાની છે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ શું કમાલ દેખાડે છે.

ભૂમિ પેડનેકર

વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ ફિલ્મો કરનારી હિરોઈન ભૂમિ પેડનેકર પણ રહી. તેમણે આ વર્ષમાં પાંચ ફિલ્મોમાં કામ કર્યું અને મોટાભાગની ફિલ્મો સફળ રહી. તેની સૌથી પહેલા ફિલ્મ ડોલી કિટ્ટી અને બીજી ફિલ્મ વો ચમકે સિતારે જેવી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં તેના કામની ઘણી પ્રસંશા કરવામાં આવી. ભૂમિ પેડનેકરની ત્રીજી ફિલ્મ સોન ચીડિયા, ભૂમિ પેડનેકરની ચોથી ફિલ્મ સાંડ કી આંખ રહી, પાંચમી ફિલ્મ પતિ પત્ની ઓર વો હતી. તેમાંથી સાંડ કી આંખ અને પતિ પત્ની ઓર વો ફિલ્મો સુપરહિટ રહી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.