સાડા 6 લાખ રૂપિયા રૂ ના બેગમાં ભરીને રસ્તા પર ભટકી રહ્યો હતો આ 7 વર્ષનો નાદાન, સત્ય જાણીને પોલીસનો પરસેવો છૂટ્યો

પાલઘર જીલ્લાના વેતરના સ્ટેશન ઉપર ૭ વર્ષનો બાળક એકલો રખડી રહ્યો હતો. જયારે આજુ બાજુ વાળા લોકોએ બાળકને એકલો રખડતો જોયો તો તેમણે રેલ્વે પોલીસને જાણ કરી. ત્યારબાદ રેલ્વે પોલીસે જાગૃતતા દેખાડતા બાળક સાથે સંપર્ક કર્યો. જયારે પોલીસે તેનું નામ પૂછ્યું તો બાળકે પોતાનું નામ નાસીર બતાવ્યું. પોલીસે જયારે બાળકના બેગની તપાસ કરી તો તેમના હોંશ ઉડી ગયા. બેગમાં સાડા છ લાખ રૂપિયાની રોકડ રકમ હતી. પોલીસે ઘણી મુશ્કેલી પછી બાળકના કુટુંબ વાળાને શોધી કાઢ્યા.

આ કિસ્સો ફિલ્મનો નથી પણ સાચો છે. નાસીર પોતાના પિતા સાથે બાંદ્રા સ્ટેશનના ડહાણ રોડ જતી લોકલ ટ્રેનમાં બેઠો હતો. તેના પિતા શબ્બીર ક્ય્યાજ કેટરિંગનો બિઝનેસ કરે છે. શબ્બીરે જ નાસીરની બેગમાં રોકડ રકમ મૂકી દીધી. ૭ વર્ષના નાસીરને તેની ખબર ન હતી કે તેની બેગમાં સાડા છ લાખની રોકડ રકમ છે. તેને નાલાસોપારા સ્ટેશન ઉપર ઉતરવું હતું પરંતુ ડહાણુ લોકલ ટ્રેનમાં વધુ ભીડને લીધે નાસીર લોકલ ટ્રેનમાં રહી ગયો. જયારે તેના પિતા શબ્બીર નાલાસોપારા સ્ટેશન પર ઉતરી ગયા.

પોતાના પિતાથી છુટો પડી ગયેલો નાસીર વેતરના સ્ટેશન ઉપર ઉતરી ગયો. એકલા રખડતા બાળકને સ્ટેશન પર તુષાર પટેલ અને મનીષ રેકટે નામના યુવકે જોયો, તો તેમણે રેલ્વે પોલીસને તેની જાણ કરી. ત્યાર પછી બાળકની પુછપરછ પછી આખી હકીકત જાણવા મળી. બાળકની બેગમાં ૬ લાખ ૪૮ હજાર ૬૪૦ રૂપિયાની રોકડ રકમ મળી. પોલીસે બાળકને તેના માં બાપને સોંપી દીધો.

રેલ્વે પોલીસ નિરીક્ષક ભાસ્કર પવારે જણાવ્યું, કે ૭ વર્ષના આ બાળકને અન્ય યાત્રીઓ દ્વારા રેલ્વે પોલીસને સોંપ્યા પછી તેની બેગ માંથી સાડા છ લાખની રોકડ રકમ મળી. આ રકમ તેના પિતા શબ્બીરની હતી. અમે નોટ સાચી હોવાની તપાસ પણ કરી. સ્થાનિક બેંક અધિકારીઓની મદદથી નોટ સાચી હોવાની વાત સામે આવી. ત્યાર પછી અમે રોકડ રકમ પણ બાળકના પિતાને સોંપી દીધી.

રેલ્વે પોલીસે પોતાનું કામ સારી રીતે નિભાવ્યું અને એ બાળક અને એના પિતાના પૈસા એમને પાછા આપ્યા. આવા જ અધિકારીઓની આપણા દેશને જરૂર છે. અને તમામ મિત્રોને વિનંતી કે પોતાના બાળકોને સાચવીને રાખે. જરૂરી નથી કે દરેકના ભાગ્ય સારા જ હોય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.