કીડીઓથી મુક્તિ મેળવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય.

લોકો જેટલો વસંત ઋતુ વ્હાલી છે, એટલી જ નફરત કીડીઓથી કરે છે અને તે વર્ષનો એ સમય છે, જયારે કીડીઓ તમારા ઘરોમાં પ્રવેશ કરે છે. અને અહિયાં તમને એ ઘરેલું ઉપાયો વિષે માહિતગાર કરાવી રહ્યા છીએ, જેનાથી તમે કીડીઓથી છુટકારો મેળવી શકો છો.

૧. પીપરમીંટ

પીપરમીંટના આ બે ઉપાયોની મદદથી કીડીઓથી છુટકારો મળી શકે છે.

પહેલું : પીપરમીંટના તેલને તમારી બારીઓ અને દરવાજા ઉપર લગાવવાથી કીડીઓ ભાગી જાય છે.

બીજો : ચિકણા સાબુમાં પીપરમીંટ તેલ ભેળવીને, તેમાં ૧:૧ પ્રમાણમાં પાણી ભેળવો અને તે સ્થળ ઉપર છંટકાવ કરો જ્યાં કીડીઓ હોય.

૨. લીંબુનો રસ :

સ્વચ્છ લીંબુના રસને તમારી બારીઓ અને દરવાજા ઉપર છાંટો. તેના એસીડની ગંધ, તેની શોધવાની શક્તિ ઉપર અસર કરે છે.

૩. તજનું લાકડું :

દરવાજા, બારી અને જમીન વગેરે ઉપર, વાટેલા તજનું લાકડું કે તેના તેલને છાંટવાથી કીડીઓને અંદર આવવાથી રોકી શકે છે અને તે ઘણું અસરકારક છે.

૪. મકાઇનો લોટ :

મકાઇના લોટને તમારા દરવાજાની પાછળ કે કીડીઓના દરમાં નાખી દો અને એક જ અઠવાડિયામાં કીડીઓ એકદમથી દુર થઇ જશે.

૫. ઘઉંની ક્રીમ :

ઘઉંની ક્રીમ કીડીઓને રોકવાનો એક ઘણો સચોટ અને સરળ ઉપાય છે. તેને બાગ-બગીચામાં કે જ્યાં કીડીઓ હોય, ત્યાં નાખવાથી કીડીઓ નાશ થઇ જાય છે.

૬. સિરકા :-

૦.૫ -૧ લીટર સફેદ સિરકા માત્ર કીડીઓના દરમાં નાખો, જ્યાં ફરે છે ત્યાં નહિ. બીજી રીત એ પણ છે કે જો તમે સિરકા, ચીકણા સાબુ અને પીપરમીંટના તેલને ભેળવીને તેના દરમાં નાખશો તો તે પાછી ક્યારેય નહિ આવે.

૭. ખાવાના સોડા અને વાટેલી ખાંડ :

કહેવામાં આવે છે કે કીડીઓ પોતાની સાથે પોતાના બચાવ માટે કે પ્રકારનું એસીડીક પદાર્થ લઇને ચાલે છે. ખાવાના સોડા અને વાટેલી ખાંડનું મિશ્રણ તેના આ એસીડીક પદાર્થનો નાશ કરી તેને દુર કરે છે.

૮. કોફી :

વાટેલી કોફીને કીડીઓના દર કે જ્યાંથી તે અંદર બહાર આવે છે, ત્યાં નાખો. થોડા જ દિવસોમાં તે એ જગ્યાએથી એકદમથી ગુમ થઇ જશે.

૯. બોરેક્સ, પાણી અને ખાંડ :

બોરેક્સ, પાણી અને ખાંડનું મિશ્રણ કીડીઓનો નાશ કરવામાં ઘણું જ સારું કામ કરે છે. તે બધાનું એક પાતળું પીશ્રણ બનાવીને તેને નાના નાના પાતળા ગઠાના ટુકડા ઉપર નાખીને તે જગ્યા ઉપર તે જ્યાંથી કીડીઓ આવે છે. તે તેને ખાશે અને પાછી તેના દરમાં લઇ જશે.

૧૦. ઉકળતું પાણી અને વાસણનો સાબુ :

ઉકળતું પાણી અને વાસણ ધોવાનો ચીકણા સાબુને એક કીટલીમાં નાખીને કીડીઓની પાસે નાખો. તમારી તકલીફ જરૂર હલ થઇ જશે.

૧૧. ડાયટોમેસીયસ અર્થ (ડી.ઈ.) :

ડાયટોમેસીયસ અર્થ (ડી.ઈ.) પણ કીડીઓનો નાશ કરેવાનો એક સારો ઉપાય છે. ડી.ઈ. તમારા ઘરની ચારે તરફ છાંટીદો અને તેને ભીનું ન થવા દો. એવું થવાની સ્થિતિમાં તે કામ નહિ કરે. ડી.ઈ. ની અસર તરત નહિ જોવા મળે, પરંતુ એક અઠવાડિયામાં તમારી તમામ તકલીફો દુર થઇ જશે.

૧૨. ચા અને સફરજનનો રસ :

ચાની પત્તિ અને સફરજનનો રસનો ઘોળ પણ કીડીઓને રોકવાનો સારો ઉપાય છે. કહેવામાં આવે છે કે ચાની પત્તી કીડીઓ માટે ન્યુરોટોકસીનનું કામ કરે છે.

૧૩. ચોક :

જ્યાંથી કીડીઓ આવે છે, તેની ચારે તરફ ચોકથી લીટીઓ બનાવો. તે ઘણું અસરકારક છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.