કિડનીના રોગીઓ માટે ડાયટ ચાર્ટ –
મેં મારો અનુભવ તમને લોકોને જણાવ્યો કે હું કીડની ટ્રાંસપ્લાંટ થી કેવી રીતે બચ્યો, આ પ્રયોગ કર્યા પછી ઘણા બધા ભાઈઓના પોઝેટીવ રીપોર્ટ મળે, ઘણા ભાઈઓએ ક્રીએટીનીન અને યુરીયાની તકલીફ સહન કરેલ, તેમણે પોતાનો રીપોર્ટ પણ મોકલ્યો, અને ઘણા ભાઈઓ ને થોડી ઘણી ક્ન્ફ્યુજન હતી કે કિડનીના રોગી શું ખાય અને કઈ સાવચેતીઓ રાખે, તો તેમના માટે આજે તમને બધાને જણાવી રહ્યા છીએ કે કિડનીના રોગીઓ માટે ડાયટ ચાર્ટ ઓમ પ્રકાશ સિંહ મુંબઈ.
કીડની ડાયટ ચાર્ટ
મેં સેંકડો કીડનીના રોગીઓ સાથે વાત કરી જેથી એ જાણવા મળ્યું કે તેમને શું ખાવાનું જોઈએ અને શું ન જોઈએ તેના વિષે તેમને જણાવવામાં આવેલ જ નથી, તેથી હું મારા ૬ વર્ષના અનુભવના આધારે એક સુંદર ડાયટ ચાર્ટ બનાવીને આપી રહ્યો છું પછી ભલે તમારા ડોક્ટર અને વૈધ ને બતાવીને તેમાં થોડી ઓછું વધુ કરી શકો છો.
કીડની રોગમાં પરેજી
કિડનીના રોગીઓને નમકીન ચટપટી ખાટી વસ્તુ તળેલી એવી વસ્તુ બેકરીની બનાવટ જેવા કે પાવ, બ્રેડ, બટર, ખારી બિસ્કીટ, નાંન ખટાઈ, સૂપ, નારીયેલ પાણી, જ્યુસ, ઠંડા પીણા તમામ પ્રકારની દાળ, કારેલા, ભીંડી, રીંગણ, ટમેટા, શિમલા મરચું, કોબી શાકભાજી જેવા કે પલક, ચોળી, મેથી, ફળોનો રસ, સુકા મેવા, અંકુરિત દાળ, બેસન, પાપડ, અથાણું, ચટણી, ફરસન, બેકિંગ પાવડર અને સોડા લેવા ઉપર પ્રતિબંધ છે. Kidney diet chart
કિડનીના રોગીઓ માટે ચા
આદુ અને તુલસીના પાંદડા વાળી કાળી ચા માં થોડા કાળા મરી, સુંઠ, મીઠો લીમડો, નાની ઈલાયચી, મોટી ઈલાયચી, તેજપત્તા, અજમો અને લવિંગ નું ચૂર્ણ નાખીને બનાવો, સવાર સાંજ ૧૦૦-૧૫૦ ગ્રામ ચા આપો, ધ્યાન રાખશો, તેમાં ચા ની પત્તી ન નાખશો.
કિડનીના રોગીઓ માટે નાસ્તો
ઉપમા, પૌવા, કુરમુરા, દાળિયા, ઈડલી, સફેદ ઢોકળા, સાબુદાણા ખીચડી વગર મગફળી નારીયેલની.
કિડનીના રોગીઓ માટે રોટલી
કિડનીના રોગીઓ માટે રોટલી સુકી હોવી જોઈએ, એટલે કે વગર ઘી, તેલ લગાવે, મક્કાઈ, જુવાર, બાજરી ની હોય તો ઉત્તમ, નહી તો ઘઉં થોડા જાડા દળેલા લો મેંદો કે ઝીણું દળેલા લોટની ન બનાવશો.
કિડનીના રોગીઓ માટે શાક
હમેશા બે જાતની શાકભાજી લો એક જમીનની નીચે થતી જેમ કે બટેટા, સૂરણ, મૂળા, ગાજર, અરુઈ, બીટ, શક્કરીયા, બીજા જમીનની ઉપર થતી દુધી, કોબી, ફાનસબિન, સેમ, સરગવો, નેનુઆ, તુરીયા, ચીચીન્હાં, કુંરું, પરવળ, રાયતા વગેરે.
કિડનીના રોગીઓ માટે સલાડ
કાકડી, બીટ, ગાજર, કોબી, મૂળા, ડુંગળી પણ મુળાનું સેવન રાત્રે ન કરવું.
કિડનીના રોગીઓ માટે તેલ મસાલા
ધાણા, હળદર, લીલા મરચા, હિંગ, અજમો, મીઠો લીમડો, નાની ઈલાયચી, લવિંગ, તેજપત્તા, જીરું, શાહ જીરું અને તેલ શુદ્ધ સરસીયા નું તેલ ઉપયોગ કરો.
કિડનીના રોગીઓ માટે દૂધ દહીં પનીર
ફક્ત ગાયનું દૂધ મલાઈ કાઢીને ૧૦૦-૧૫૦ ગ્રામ નાસ્તાના સમયે, દહીં ૧ વાટકી બપોરે ભોજન સમયે અને પનીર ૩૦ ગ્રામ સાંજે ભોજન સાથે લો.(દૂધ અને તેની બનાવટ નાં લો તો વધુ સારું)
કિડનીના રોગીઓ માટે ફળ
સફરજન વગર છોતરાના, બેર, અમરુદ, પપૈયું અને અનાનસ માંથી કોઈ એક ફળ.
કિડનીના રોગીઓ માટે ગળ્યું
૧,૨, રસગુલ્લા, શ્રીખંડ. તેમાંથી જે પણ તમે ખાવ તે તમે ઓછા પ્રમાણમાં જ ખાવ.
ઉપર જણાવેલ ચાર્ટ માં તમારી પ્રકૃતિ અને રીપોર્ટ મુજબ ફેરફાર કરી ને જ અનુસરવું
રીઝલ્ટ જોવા ક્લિક કરો >>>> વગર ડાયાલીસીસે દોઢ મહિનામાં ક્રિએટીનીન 4.2 થી 0.67 થઇ ગયું ક્લિક કરીને જાણો કેવીરીતે
કીડની ની તકલીફો અને ક્રિયેટીનીન ઘટાડવા વાંચો આ આર્ટીકલ >>> કીડની રિએક્ટિવેટર બચાવી શકે છે તમને કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસ થી જાણો કેવીરીતે