કિડની રોગ એટલેકે કિડની ખરાબ થવાની સમસ્યાના લક્ષણ અને કીડની ને તંદુરસ્ત રાખવા ના ઉપાય

આપણા દેશમાં કિડની રોગ એટલેકે કિડની ખરાબ થવાની સમસ્યા ખુબ ઝડપથી વધી છે. આપણી બદલાતી ખાણી-પીણીની આદતો અને ભાગ-દોડ ની જિંદગી, પ્રદુષિત પાણી અને પ્રદુષણના લીધે કિડનીને લગતા રોગો વધી રહ્યા છે.

આપણે દિવસભરમાં થોડી એવી ભૂલો કરી દઈએ છીએ, જેની કિડની ઉપર ખરાબ અસર થાય છે. જો સાચા સમયે આ ભૂલોને સુધારી લેવામાં આવે તો કિડની ને હેલ્ધી રાખી શકાય છે. અમે કેટલાક કારણ અને બચવાના ઉપાય તમને બતાવી રહ્યા છીએ જે તમારા માટે ઉપયોગી છે.

યુરીન રોકીને રાખવું:

યુરીન રોકીને રાખવાથી બ્લેડર ફુલ થયી જાય છે. આવામાં યુરીન રીફ્લેક્ષની સમસ્યા થવાથી યુરીન ઉપર કિડની તરફ જઈ શકે છે. તેમાં બેક્ટેરિયા ના લીધે કિડની ઇન્ફેકશન થઈ શકે છે.

ઓછુ કે વધુ પાણી પીવું:

રોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તેના કરતા ઓછુ પાણી પીવાથી બોડીમાં જમા થયેલા ટોક્શીન્સ કિડની ફંક્શન પર ખરાબ અસર કરે છે. એ જ રીતે વધુ પાણી પીવાથી પણ કીડની પર પ્રેશર વધે છે.

વધુ મીઠું ખાવું:

જમવામાં વધુ મીઠું અથવા વધુ પ્રમાણમાં સોલ્ટી ફૂડ ખાવાની ટેવથી કિડની ખરાબ થયી શકે છે. મીઠામાં રહેલું સોડીયમ બ્લડ પ્રેશર વધારે છે, જેનાથી કીડની પર ખરાબ અસર પડે છે.

બિનજરૂરી દવાઓ ખાવી:

નાની-મોટી સમસ્યાઓ માટે એન્ટીબાયોટીક અથવા વધુ પેનકિલર્સ લેવાની ટેવના લીધે કિડની પર ખરાબ અસર પડી શકે છે. ડોક્ટર્સને પૂછ્યા વગર આવી દવાઓ ના લેવી જોઈએ.

સિગારેટ અથવા તમાકુની આદત:

સિગરેટ પીવાથી અથવા તમાકુ ખાવાથી બોડીમાં ટોક્શીન્સ જમા થવા લાગે છે, જેનાથી ડેમેજ થયી શકે છે. તેનાથી બ્લડ પ્રેશર પણ વધે છે, જેની ખરાબ અસર કીડની પર પડે છે.

કિડની ઇન્ફેકશનથી બચવાના ઘરેલું ઉપાય:

દહીં:

રોજ એક વાટકી દહીં ખાઓ.(દહીં મથી લો પછી જ ખાયો ક્યારેય સીધું દહીં નાં ખાયો) આ કીડનીમાં સારા અને ખરાબ બેક્ટેરિયા નું સ્તર જાળવે છે.

લીંબુ પાણી:

રોજ એક ગ્લાસ પાણી પીઓ. તેમાં રહેલા એન્ટી-ઓક્ષીડન્ટ કિડની ઇન્ફેકશનથી બચાવે છે.

આદુંની ચા:

દરરોજ ૨ વખત એક કપ પાણીમાં આદુંનો નાનો ટુકડો ઉકાળીને પીઓ.

એલોવેરા જ્યુસ:

રોજ સવારે ખાલી પેટે ૨ ચમચી એલોવેરા જ્યુસ પીઓ. તેનાથી કીડની ઇન્ફેકશન નો ખતરો ટળે છે.

વીડિઓ જુઓ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.