દરેક લોકોના સંપૂર્ણ પેકેજથી પણ વધારે છે કીકુ શારદાની એક એપિસોડની ફી, જાણીને લાગી જશે હસવા પર બ્રેક

એક એપિસોડની લાખોમાં ફી લે છે બચ્ચા યાદવ ઉર્ફ કીકુ શારદા, જાણીને થઇ જશો ચકિત. પ્રખ્યાત કોમેડિયન અને ધ કપિલ શર્મા શો માં બચ્ચા યાદવના પાત્રમાં દેખાતા કીકુ શારદા પોતાના શાનદાર સેંસ ઓફ હ્યુમરથી દરેકને ખુબ હસાવે છે. પણ કીકુ શારદાની ફી તમારા હાસ્ય પર બ્રેક લગાવી શકે છે. જી હાં, શું તમે જાણો છો કે કીકુ શારદા એક એપિસોડ માટે કેટલી ફી લે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કીકુ શારદા શો ના પ્રતિ એપિસોડ માટે 5 થી 7 લાખ રૂપિયા ફી લે છે. તેમજ કીકુનું માનીએ તો ઘણી વાર શો માં એવું થાય છે, જયારે સ્ક્રિપ્ટની બહારની પોતાની લાઈનો બોલવામાં આવે છે. તે કહે છે કે સ્ક્રિપ્ટમાં ના લખ્યું હોય એવું પણ અમે બોલીએ છીએ, અને દર્શકો તેને પસંદ કરે છે અને અમે એવું કરતા રહીએ છીએ.

જણાવી દઈએ કે, કીકુ શારદાએ આ સ્થાન ઘણી સ્ટ્રગલ પછી પ્રાપ્ત કર્યું છે. કીકુ શારદા ટીવી સિરિયલ ‘હાતિમ’ માં હોબોના પાત્રથી ઘણા પ્રખ્યાત થયા હતા. ત્યારબાદ તેમણે ‘F.I.R’ માં કોન્સ્ટેબલ મુલાયમ સિંહ ગુલગુલે અને કોમેડી શો ‘અકબર બીરબલ’ માં અકબરનું પાત્ર ભજવ્યું હતું. તેમણે કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં અલગ અલગ પાત્રોની ભૂમિકા ભજવી, ખાસ કરીને પલકના પાત્રને લોકોએ ખુબ પસંદ કર્યું. તેમણે 2013 માં ‘નચ બલિયે 6’ અને 2014 માં ‘ઝલક દિખલા જા 7’ માં ભાગ લીધો. હાલમાં તે ધ કપિલ શર્મા શો માં પોતાની કોમેડી ટાઈમિંગથી લોકોને હસાવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2003 માં કીકુ શારદાએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી, તે દરમિયાન તેમણે પ્રિયંકા સાથે લગ્ન કરી લીધા હતા. તેમના બે બાળકો આર્યન અને શૌર્ય શારદા છે. તે પોતાની પત્નીને પોતાની લકી ચાર્મ માને છે, કારણ કે લગ્ન પછી તેમનું કરિયર સતત ઉપર જ આવ્યું છે. તે સોશિયલ મીડિયા પર પત્ની અને બાળકો સાથે ફોટા પણ શેર કરતા રહે છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.