જાંબાજ સિપાઈએ એક જ ગોળીથી ઉડાવી દીધા 6 આતંકવાદીઓના માથા… 1 કિમિ દૂરથી ચલાવી હતી ગોળી

દુનિયાભરમાં આર્મીના એવા શુરવીર છે જેમના કિસ્સા સાંભળીને તમારા હોંશ ઉડી જશે. એવી જ એક સાહસિક વાર્તા છે અમેરિકાની સેનાના એક જવાનની, જેણે એક જ ગોળીથી એક સાથે છ આતંકવાદીઓને માર્યા હતા. તેણે એક કી.મી. ના અંતરેથી આતંકીઓને પોતાના નિશાન બનાવ્યા હતા. ૨૦૧૩ માં અફઘાનીસ્તાનમાં બનેલી આ ઘટના વિષે અમેરિકી સેનાએ દંગ કરી દે તેવી વાર્તા જણાવી છે.

૨૦૧૩ માં અમેરીકી સેના અફઘાનીસ્તાનમાં ડીપ્લોય કરી ગઈ હતી. ત્યાં સેના ઘણા આતંકીઓનો સામનો કરવામાં લાગી હતી. દક્ષીણ અફઘાનીસ્તાનના કકારનના એક ડુંગરાળ વિસ્તાર ઉપર અમેરિકી સેનાના સ્નાઈપર બેઠા હતા અને લગભગ એક કી.મી. ના અંતરેથી છ આતંક ફેલાવનારા તેની તરફ આગળ વધી રહ્યા હતા. ડુંગર પર સુતેલા સ્નાઈપર એ જોયું કે આતંકીએ એક સુસાઈડ જેકેટ પહેર્યુ હતું. જવાન સમજી ગયો કે જો તેણે આતંકીને ન અટકાવ્યા તો તેના સાથીઓનો જીવ જોખમમાં પડી જશે. ૨૦ વર્ષના આ જવાને જોયું કે સૌના હાથમાં મશીન ગન પણ હતી.

નિષ્ણાત એ જણાવ્યું કે એટલા અંતરેથી નિશાન લગાવવું ઘણું અઘરું કામ હોય છે. તે ઘણું વધુ મુશ્કેલ ત્યારે થઇ જાય છે જયારે ટાર્ગેટ હલતો રહેતો હોય. સ્નાઈપરએ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યુ અને તેને એક આતંકીના જેકેટ ઉપર એક બટન જોવા મળ્યું. સનાઈપર સમજી ગયો કે તે બટન જેકેટમાં લાગેલા બોમ સાથે જોડાયેલુ હતું, જેને દબાવતા જ આતંકી આત્મઘાતી હુમલો કરશે.

સ્નાઇપરએ જરા પણ મોડું કર્યા વગર એવું સચોટ નિશાન લગાવ્યું કે બંદુક માંથી નીકળેલી ગોળી સીધી તે બટનને ચીરતી નીકળી ગઈ. જેવી જ બટન સાથે ગોળી અથડાઈ કે જેકેટમાં ધડાકો થઇ ગયો અને તેની સાથે પાંચ આતંકીઓના પણ ચીથરા ઉડી ગયા.

આર્મીએ જણાવ્યું કે ૨૦ વર્ષના જવાને દુનિયાની સૌથી શક્તિશાળી L115A3 ગનનો ઉપયોગ કર્યો હતો. તેને ૯૦૦ મીટર એટલે લગભગ ૧ કી.મીના અંતરેથી ટાર્ગેટને માર્યો હતો. તે આતંકીએ ૨૦ કિલોનો વિસ્ફોટક પોતાના જેકેટમાં પહેર્યો હતો. આર્મીએ જણાવ્યું કે આ નવ યુવાન સ્નાઇપરે તે પહેલા તાલીબાનમાં લગભગ દોઢ કી.મી. ના અંતરેથી એક આતંકીને મારી દીધો હતો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.