આ કિલ્લામાં ભગવાન શંકરે તપસ્યા કરીને કાળને હરાવ્યો હતો, હજારો વર્ષોથી શિવલિંગના ગળામાંથી પરસેવો બનીને નીકળી રહ્યું છે ઝેર

શિવજીએ આ કિલ્લામાં તપસ્યા કરીને કાળને હરાવ્યો હતો, હજારો વર્ષોથી અહીં શિવલિંગના ગળામાંથી પરસેવાના રૂપમાં નીકળી રહ્યું છે ઝેર

800 ફુટ ઊંચાઈ ઉપર સ્થિત છે કાલિંજર કિલ્લામાં આવેલું મહાદેવનું મંદિર

5 ફૂટ ઉંચી છે શિવલિંગ, ભક્તો પરસેવો શરીર ઉપર લગાવે છે.

બુંદેલખંડના બાંદા જિલ્લામાં જમીન માંથી 800 ફુટ ઊંચાઈ ઉપર ડુંગરાઓ ઉપર સ્થિત કાલિંજરને કાળજયી કહેવામાં આવે તો તે ખોટું નહીં ગણાય. આ કિલ્લાના 18 પુરાણો અને ચાર વેદોમાં વર્ણન છે. આ કિલ્લામાં નીલકંઠ મહાદેવ મંદિર છે. જ્યાં સમુદ્ર મંથનમાંથી નીકળેલા ઝેરના રહસ્યો છુપાયેલા છે. એવું કહેવામાં આવે છે કે મહાદેવે ઝેર પીધા પછી અહીંયા તપશ્ચર્યા કરી ઝેરની અસરને દૂર કરીને કાળની ગતિને હરાવી હતી. 5 ફૂટ ઉંચી શિવલિંગ વિશ્વનો એક વિશિષ્ટ અને એકમાત્ર છે, જે ઝેર પરસેવો બનીને ટપકતો રહે છે.

ભક્તો શરીરમાં લગાવે છે પરસેવો

કાલિંજરમાં આશ્ચર્યજનક શિવલિંગ અને તેમાંથી નીકળતાં પરસેવાનું રહસ્ય ઘણું ઊંડું છે. એવું માનવામાં આવે છે કે સમુદ્રમંથનમાં શિવે જે ઝેર પીધું હતું તેની અસર અહીંયા જોવા મળે છે અને તે અસરની માન્યતામાં બધા નમી જાય છે. ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવે છે અને શિવલિંગમાંથી નીકળતો પરસેવો તેમના હાથમાં લઇને તેને કપાળ અને શરીર ઉપર લગાવે છે. એવું કહેવામાં આવે છે કે તેનાથી શરીરની ગરમી ઓછી થાય છે. સાથે સાથે ખરાબ વિચારો અને ખરાબ દુર્વ્યવહારની અસર થતી નથી.

બુંદેલખંડ દુષ્કાળ માટે જાણીતું છે, પરંતુ કેટલો પણ દુષ્કાળ પડે પણ પાણી નીકળવાનું બંધ થતું નથી. એવું કહેવામાં આવે છે કે સેંકડો વર્ષોથી આ પર્વતમાંથી આ રીતે પાણી બહાર આવી રહ્યું છે, તે બધા ઇતિહાસકારો માટે એક રસપ્રદ કોયડા જેવું છે. મંદિરની બરોબર પાછળ જ પર્વતને કાપીને પાણીનો કુંડ બનાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ સૌથી પ્રાચીન કિલ્લામાં રહેલા ખજાનાનું રહસ્ય પણ આ પ્રતિલિપીમાં છે, પરંતુ આજ સુધી કોઈ તેને શોધી શક્યું નથી. આ મંદિરની ઉપર ડુંગર છે, જ્યાંથી પાણી નીકળતું રહે છે.

તંત્ર સાધનાનું કેન્દ્ર છે કાલીંજર

આ મંદિરમાં ભગવાન શિવ સદીઓથી વાસ કરે છે. ત્રિકોડ સુન્દરી યંત્રના આધારે મંદિરની અંદર એક મંડપ બનાવવામાં આવ્યો છે, જ્યાં સંતો અને ભક્તો દૂર-દૂરથી આવીને સાધના કરે છે. આ મંદિર તંત્ર સાધનાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. સાધુઓ તપસ્યા કરીને સિધ્ધીઓ પ્રાપ્ત કરે છે.

ઈચ્છાધારી નાગોએ બનાવરાવ્યું હતું નીલકંઠ મંદિર

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહિયાં સાંજ થતાની સાથે જ અહિયાં કોઈ રોકાતું નથી. એવું માનવામાં આવે છે કે અંધારું થતાંની સાથે જ અહિયાં સાપ આવે છે અને સવારે જતા રહે છે. નીલકંઠ મંદિરને કાલિંજરના આંગણામાં સૌથી વધુ મહત્વપૂર્ણ અને પૂજનીય માનવામાં આવે છે. પુરાણો અનુસાર આ મંદિર નાગો દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ભરતે કરાવ્યું હતું કાલિંજરનું નિર્માણ

કલિંજરના કિલ્લા ઉપર જે રાજવંશોએ શાસન કર્યું, તેમાં દુષ્યંત-શકુંતલાના પુત્ર ભરતનું નામ સૌથી પહેલું આવે છે. ઇતિહાસકારોના મતે, ભરતે ચાર કિલ્લા બનાવરાવ્યા હતા, જેમાંથી કાલિંજરનું સૌથી વધુ મહત્વ છે. 1249 ઈ.સ. માં અહિયાં હૈહ્ય વંશી કૃષ્ણરાજનું શાસન હતું. તો ચોથી સદીમાં તે નાગો હેઠળ રહ્યું. ત્યાર પછી, સત્તા ગુપ્તોના હાથમાં આવી થઈ. પછી અહિયાં ચંદેલ રાજાઓનું શાસન રહ્યું. તેનો અંત 1545 ઈ.સ.માં થયો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.