એક્ટિંગ નહિ પણ ઓવર એક્ટિંગના બાદશાહ છે આ 5 અભિનેતા, નામ જાણીને તમે પણ કહેશો આ વાત

ભારતીય સિનેમામાં બોલીવુડ પછી જો કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધુ કારોબાર કરે છે, તો તે છે સાઉથ ઇન્ડીયન ફિલ્મો. એના દરેક દીવાના છે ત્યાંની ફિલ્મોમાં વાર્તા પણ હોય છે. તે ફિલ્મોમાં એક્શન સીન એટલા ભયંકર હોય છે જે દર્શકોના મગજથી ઉપરથી નીકળી જાય છે. છતાય તે ફાઈટ સીનને જોઇને લોકો ખુશ થાય છે અને તાળીઓ પાડે છે. સાઉથની ફિલ્મો લોકો તેના એક્શનના કારણે જ જુએ છે, કારણ કે હીરો દેખાવમાં જેવો પણ હોય, ડાયલોગ્સ અને એક્શન સીન જ તેને લાજવાબ બનાવે છે. હવે સાઉથના કેટલાક અભિનેતા એવી એક્ટિંગ કરે છે જે ઓવર થઇ જાય છે. એક્ટિંગ નહી પણ ઓવર એક્ટિંગના બાદશાહ છે આ 5 અભિનેતા, છતાય સાઉથમાં તેનો બોલબાલા છે.

એક્ટિંગ નહી પણ ઓવર એક્ટિંગના બાદશાહ છે આ 5 અભિનેતા :

રવી તેજા :

રવી તેજાને સાઉથનો અક્ષય કુમાર કહીએ તો ખોટું નથી. કારણ કે રવી ફિલ્મોમાં એક્શન, રોમાંસ, કોમેડી અને સૌથી વધારે દેશ પ્રત્યે સક્રિય રહેવા વાળી ફિલ્મોમાં કામ કરે છે. રવી તેજાના એક્શન સીન કોઈ પણ જોઈ લે તો ફની લાગે છે, સાથે તમને લાગશે કે તેમની ફિલ્મમાં માત્ર એક્શન જ છે જેની મદદથી ફિલ્મો હિટ થઇ શકે છે. તે એક્શન સીનમાં રવી એટલી ઓવરએક્ટિંગ કરે છે કે તમને તેને જોતા જોતા બગાસા આવવા લાગશે.

દગ્ગુંબતી વેંકટેશ :

આ લીસ્ટમાં બીજું નામ દગ્ગુંબતી વેંકટેશનું આવે છે, જેણે સાઉથ સિનેમા સિવાય બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેની એક્ટિંગ એટલી ઓવર હોય છે કે તેમને ખુબ જ ઓછા લોકો પસંદ કરે છે. તેની મોટા ભાગની ફિલ્મોમાં ઈમોશન ખુબ હોય છે, અને ઈમોશન પણ કઈક એવા દેખાય છે, જેમાં ખુબ ઓછા લોકો હશે જે ઈમોશનલ થઇ જાય છે. એક્શન સીન પણ તેમના લોકો ઓછા પસંદ કરે છે.

પવન કલ્યાણ :

સાઉથ સિનેમાના પોપ્યુલર એકટર પવન કલ્યાણ આ દિવસોમાં રાજનીતિમાં જોડાયેલા છે. પણ ફિલ્મોમાં પણ તેમણે ઘણા મહત્વના પાત્રો ભજવ્યા છે. પણ આ લીસ્ટમાં પવનનું નામ ત્રીજા નંબરે આવે છે અને તેમને ઓવર એક્ટિંગના ઉત્સાદ કહે છે. જો તમે તેમની એક પણ ફિલ્મ જોઈ હશે તો તમે સમજી જ ગયા હશો કે અમે શું કહેવા માંગીએ છીએ.

અજીત કુમાર :

સાઉથ સિનેમા અજીત કુમારની ફિલ્મોના ડંકા વગાડે છે અને તેમની ફેન ફોલોવિંગ પણ ખુબ વધુ છે. અજીતનો અલગ જ અંદાજ છે અને તેમના એક્શન સીનના લોકો કાયલ છે. છતાંપણ અજીતની જબરદસ્ત એક્ટિંગમાં પણ ક્યાંકને ક્યાંક ભૂલ આવી જ જાય છે. અમે તમને તેમની એક ફિલ્મ વેવગમ વિષે જણાવીએ જેમાં તેમણે ખુબ વધુ ઓવર એક્ટિંગ કરી છે.

નંદાપૂરી બાલકૃષ્ણ :

અમારી આ લીસ્ટમાં પાંચમાં સ્થાને નંદાપૂરી બાલકૃષ્ણ આવે છે, જે સાઉથની ઘણી ફિલ્મોમાં તમને નજર આવશે. બાલકૃષ્ણ પણ બીજાની જેમ ખુબ વધુ ઓવર એક્ટિંગ કરે છે. જે ક્યારેક ક્યારેક દર્શકોને હજમ નથી થઇ શકતી અને તેમની મોટા ભાગની ફિલ્મોમાં ફીડબેક બકવાસ જ આવે છે.