એક રાજા હતો 365 રાણીઓનો એકમાત્ર પતિ, રોજ રાત્રે અલગ-અલગ બેડરૂમમાં પસાર કરતા હતા રાત

જેમ કે તમે બધા જાણો છો કે આપણા દેશમાં ઘણા મહાન રાજા થઈ ગયા છે, જેમના કારનામાને દુનિયા આજે પણ યાદ કરે છે. ઈતિહાસમાં ઘણા એવા વીર રાજા થયા છે જેમની આજે પણ વીરગાથાઓ ગાવામાં આવે છે. પરંતુ અમુક રાજા એવા પણ છે, જેમને દુનિયા એમના અજીબોગરીબ શોખને કારણે જાણે છે. આજે અમે તમને એક એવા રાજા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની 365 રાણીઓ હતી. દરરોજ તે અલગ અલગ બેડરૂમમાં રાત પસાર કરતા હતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પટિયાલા પર રાજ કરવા વાળા ભુપેન્દ્ર સિંહ મહારાજની કુલ 365 રાણીઓ હતી. પરંતુ કઈ રાણી સાથે એમણે રાત પસાર કરવી છે એના માટે તે રાણીની ઘણી વિચિત્ર રીતે પસંદગી કરતા હતા. પટિયાલાની રાજગાદી પર ભુપેન્દ્ર સિંહે વર્ષ 1900 થી લઈને 1938 સુધી રાજ કર્યુ હતું. એમની કુલ 365 રાણીઓ માંથી અધિકાર ધરાવતી રાણીઓની સંખ્યા માત્ર 10 હતી. આ રાજાએ પોતાની બધી 365 રાણીઓ માટે એક ભવ્ય મહેલ બનાવી રાખ્યું હતું.

જણાવી દઈએ કે રાજા ભુપેન્દ્ર સિંહ આમ તો મહેલમાં ઢગલા બંધ ફાનસ (લાલટેન) સળગાવી રાખતા હતા. પણ એમાંથી 365 ફાનસ ઘણા ખાસ હતા. રાત્રે સળગતા આ ફાનસ જ એ નિર્ણય કરતા હતા કે રાજાએ કઈ રાણી સાથે રાત પસાર કરવી છે. જણાવી દઈએ કે 365 ફાનસ પર રાણીઓના નામ લખેલા હતા. અને સવારે સૌથી પહેલા જે ફાનસ બંધ થઈ જતું હતું, રાજા એ રાણીનું નામ વાંચતા હતા. અને આવનારી રાત્રે રાજા એ રાણી સાથે રાત પસાર કરતા હતા.

અલગ અલગ રાજાના અલગ અલગ શોખ હોય છે. તમને જણાવીએ કે જયપુરના રાજા સવાઈ માધ્હો સિંહ સિંઘ બીજાએ ઇંગ્લેંડની મુસાફરી કરતા પહેલા પોતાના રાજ્યના કારીગરોને મોટા ચાંદીના વાસણો બનાવવાનું કહ્યું હતું. એ વાસણોમાં તે પોતાની સાથે ગંગા જળ લઈ જવાના હતા. એ સમયે વપરાયેલા વાસણો આજે પણ જયપુરના સિટી પેલેસમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે.

બીજા પણ એક રાજા હતા જેમના વિષે જાણીને તમને આશ્ચર્ય થશે. હૈદરાબાદના છેલ્લા નિઝામ વિશ્વના સૌથી મોંઘા હીરા ‘જેકોબ’ નો ઉપયોગ માત્ર પેપર વેટ તરીકે કરતાં હતા. આ હીરો શાહમૃગના ઇંડા જેટલો હતો અને તે સમયે તેની કિંમત લગભગ 50 લાખ હતી. હવે લોકો હીરો ઘરેણાંમાં ઉપયોગમાં લે છે પણ આ રાજાએ એનો કોઈ બીજો જ ઉપયોગ કર્યો હતો. પણ શું આપણે શું કહી શકીએ રાજા હતા માટે શોખ પણ એવા જ પાળતા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

આ માહિતી પત્રિકા/આઈનેક્ટલાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.