જુયો કેવા કેવા કિંજલ દવે નાં ફોટો ફોટોશોપ થી બનાવી વાયરલ કરતો હતો આ યુવક, થઇ ધરપકડ

કિંજલ દવેને પોતાની પત્નિ ગણાવીને ફેસબુક પર મોર્ફ કરેલી તસવીરો મૂકનારો જેલભેગો, જુઓ કેવા ફોટા મૂકેલા આ યુવકે

ગુજરાતી લોકસંગીત નું મોટું નામ અને ‘ચાર ચાર બંગડી’ થી જાણીતી બનેલી ગાયિકા કિંજલ દવેના મોર્ફ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયાની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
કિંજલ દવેએ ફરિયાદ નોંધાવી હતી કે તેની કેટલીક તસવીરોને ફોટોશોપની મદદથી બનાવી સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અમદાવાદના રહેવાસી નિરજ મકવાણા નામના યુવકની ધરપકડ કરી છે. નિરજે પોતાના અને કિંજલ દવેના ફોટોને ફોટોશોપની મદદથી બનાવ્યા હતા અને કિંજલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

એટલું જ નહીં નિરજે ફોટોશોપની મદદથી કિંજલ દવે સાથે પોતાની કેટલીક તસવીરો મોર્ફ કરી હતી અને કિંજલ દવે સાથે તેના લગ્ન થયા છે અને તે તેની પત્ની છે તેવું લખાણ પણ ફેસબુક પર લખ્યું હતું. જ્યારે તેના જ ફેશ્બુક પર પોતાના લગ્ન બીજી યુવતી સાથે થયેલા ફોટા પણ મુકેલા છે.

ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફોટો વાયરલ કરનારા નિરજ મકવાણા નામના યુવાનની ધરપકડ કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાંચે યુવાન મનોવિકૃત હોવાનું જણાવ્યું છે. આરોપીએ આ તમામ ફોટા મોર્ફ કરીને પોતાના ફેસબુક પેજ સહિતના સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પણ એક યુવકે કિંજલ દવેના ફોટોને એડિટ કરીને તેની તસવીરો વાયરલ કરી હતી. આ અંગે કિંજલ દવેને જાણ થતા અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ફરિયાદ નોંધાવી હતી.

નીચે એના ખુદના ફોટા અને તેના ઓરીજનલ લગ્ન નાં ફોટા છે

આ એના બીજી યુવતી સાથે નાં લગ્ન નાં ફોટા છે

 

 

 

 


Posted

in

by