દેશની પહેલી મહિલા શહિદ કિરણ સિંહ શેખાવત, ફક્ત 27 વર્ષની ઉંમરમાં દેશ માટે આપી દીધો જીવ

આપણા દેશમાં હજુ પણ ઘણા એવા વિસ્તાર છે જ્યાં મહિલાઓ સુરક્ષિત નથી, એવા ઘણા વિસ્તાર છે જ્યાં મહિલાઓને શિક્ષણ પણ નથી અપાતું. એવામાં અમુક બહાદુર દીકરીઓ એવી પણ છે, જે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપી છે. આજે અમે ભારતની એક એવી જ વીર પુત્રી વિષે તમને જાણકારી આપીશું, જે દેશની પહેલી મહિલા શહીદ બની. આવો એ બહાદુર દીકરી વિષે થોડી માહિતી તમને જણાવીએ.

લેફ્ટિનેંટ કિરણ શેખાવત. આ નામ છે રાજસ્થાનની બહાદુર દીકરીનું, હરિયાણાની શૂરવીર વહુનું, અને ગર્વથી આખા દેશનું માથું ઉંચુ કરી દેવા વાળી મહિલા ઓફિસરનું. 24 માર્ચ 2015 ની રાત્રે દેખરેખ રાખતું ડોર્નિયર વિમાન ગોવામાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનાએ આપણી પાસેથી કિરણ શેખાવતને પણ છીનવી લીધી હતી. કિરણ શેખાવત દેશમાં ઓન ડ્યુટી શહીદ થવા વાળી પહેલી મહિલા અધિકારી હતી.

1 મે 1988 ના રોજ ગામ સેફરાગુવારમાં વિજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે કિરણનો જન્મ થયો હતો. પાંચ વર્ષ પહેલા કિરણ ભારતીય સેનામાં જોડાય ગઈ હતી. કિરણના લગ્ન હરિયાણાના મેવાતના કુથરલા ગામના વિવેક સિંહ છોકર સાથે થયા હતા. વિવેક છોકર પણ ભારતીય સેનામાં લેફ્ટિનેંટના પદ પર કાર્યરત છે. ડોર્નિયર વિમાન દુર્ઘટના સમયે વિવેકની ડ્યુટી કેરલમાં હતી. કિરણના પિતા વિજેન્દ્ર સિંહ શેખાવત અને સસરા શ્રીચંદ પણ ભારતીય નૌકાદળ માંથી રિટાયર્ડ થયા હતા. કિરણની સાસુ સુનીતા દેવી ગામની સરપંચ છે.

રાજસ્થાન પત્રિકા અનુસાર કિરણની જેઠાણી રાજશ્રી કોસ્ટગાર્ડની પહેલી મહિલા પાયલટ છે. 24 માર્ચ 2015 ના રોજ ડોર્નિયર વિમાન દુર્ઘટનાનું શિકાર થઇ ગયું હતું. વિમાનમાં નિરીક્ષક અધિકારી કિરણ શેખાવત પણ શહીદ થઇ ગઈ. બે દિવસ પછી 26 માર્ચના રોજ એમનું શબ શોધી શકાયું. કિરણને અંતિમ વિદાઈ આપવા માટે હજારો લોકો આવ્યા હતા. એમનો અંતિમ સંસ્કાર એ જગ્યા પર કરવામાં આવ્યો, જ્યાં કિરણ અને વિવેકના લગ્ન થયા હતા. એમની ચિતાને મુખાગ્નિ કિરણના પતિ વિવેક સિંહ છોકરે આપી હતી. બહાદુર દીકરી કિરણ શેખાવત પર આખા દેશને ગર્વ છે. વર્ષ 2015 માં કિરણે ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર નૌકાદળની મહિલા ટુકડીનું નૈતૃત્વ કરી રાજસ્થાનનું નામ આખા દેશમાં રોશન કર્યુ હતું.

આવી દીકરીઓ પર દેશને ગર્વ છે. ગર્વ છે એમના માતા પિતાને જે એમને દેશની સેવા કરવાં માટે પ્રોત્સાહન આપે છે. અમને સપોર્ટ કરે છે. આવી બહાદુર દીકરીઓ પોતાના માતા પિતા અને દેશનું નામ રોશન કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.