માળી મારી મોજ માં બોલે રે .. ”માં ખોડલ નો ટહુકાર” ભાગ- ૧ નોનસ્ટોપ કીર્તીદાન ગઢવી

ગુજરાતનો લોકસાહિત્યનો માણીગર અને લોકગાયક શ્રી કીર્તીદાન ગઢવીએ લોકસાહિત્ય તરફની કારકીર્દી ભુજથી જ શરૂ કરી, અને અત્યારસુધી કચ્છમાં ૧૦૦૦થી વધુ લોકડાયરાના કાર્યક્રમો કરનાર ગુજરાતના જાણીતા અને લોકોના માનીતા કલાકાર કીર્તિદાન ગઢવી આજે ખુબ જ જાણીતું નામ છે.

અત્યાર સુધી નવરાત્રિમાં ફીલ્મી ગીતો વગાડવાનો ટ્રેન્ડ ચાલ્યો આવ્યો છે જ્યારે કીર્તીદાન જેવા લોકગીતો નાં કલાકારો એ ગુજરાતી ગીતો, સુફી ગીતોને પ્રાધાન્ય આપ્યું છે.

કીર્તીદાન નાં અવાજ માં

સાંઇબો ગોવાળીયો,

મોગલ છેડતા કાળોનાગ,

સુફી ગીત- સૈયા તેરી દિવાની, તેરી સખી મંગલ ગાઓ,

દેવી શ્રી અંબિકા….

જેવા ગીતો ખુબ ફેમશ થયા છે.

જેના પર લોકો મનમુકીને થીરકે છે કલાકારોની ટીમ સાથે જમાવટ કરતા કીર્તિદાન સંગીતમાં માસ્ટરડિગ્રી મેળવી છે.

મુળ આણંદના તેઓએ શાસ્ત્રીય સંગીતની તાલીમ સાથે લોકસાહિત્યમાં પણ ખેડાણ કરીને આ મુકામ હાંસિલ કર્યો છે.

નુસરત ફતેહઅલી ખાન,નારાયણ સ્વામી,હેમુ ગઢવી, લક્ષ્મણબારોટ,દેવરાજ ગઢવી તેના પ્રિય કલાકારો ગણાવ્યા હતા.

લોકડાયરાના જાણીતા કલાકાર તરીકે ગુજરાતમાં અત્યારસુધી વિવિધ જગ્યાએ કાર્યક્રમો આપીને ગઢવીએ એક અલગ જ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ગાયોના લાભાર્થે પ્રોગામો કરીને તેઓએ અત્યારસુધી ગાયો માટે ગોરમાં ૫૦ કરોડ જેટલી રકમ આયોજકોન એકત્ર કરી આપી છે. તેમાં પણ ઉત્તરગુજરાતના ડિસા નજીક આવેલાભાભર ગામાના ડાયરામાં એક જ રાતમાં ગાયોના લાભાર્થેરેકોર્ડ બ્રેક ૯ કરોડ જેટલી રકમ ભેગી થઇ હતી.

ગુજરાત પોતાના ભજન, ભોજન અને ભક્તિ માટે જગવિખ્યાત છે. અહિયાં ભજન, સંતવાણી અને હાસ્ય ના ડાયરા નું જોર વધુ જોવા મળે છે. લોકપ્રિય કીર્તીદાન ગઢવી વિષે વાત કરીએ તેઓ ગાયકકલાકાર તરીકે ખુબજ પ્રખ્યાત છે.

આ સિવાય તેમની સફળતા આસમાનને ઓળંગી રહી છે તેવામાં તેમણે ૨૦૧૫ ની સાલ મા રાજ્ય સરકારે તેમણે એવોર્ડ આપ્યો હતો. તે એક ભજનિક તરીકે નામના મેળવેલ છે. અને આજે પણ તેઓ પુરા ગુજરાત માં ખુબજ પ્રખ્યાત છે.

કીર્તીદાન ગઢવી મોટા મોટા કાર્યક્રમોમાં ગુજરાતી ગીતો, ભજન, ગરબા વગેરે ગાય છે. અને લોકો એમના અવાજના દીવાના છે.

માં ખોડલ નો ટહુકાર કીર્તીદાન નાં ફેમશ આલ્બમ માંથી એક છે જેનો આ ભાગ – ૧ છે એના બીજા ભાગ પણ મૂકશું

વિડીયો 

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.