ખેડૂતો માટે જાણો આ હેલ્થ માટે ખુબ સારા એવા કીવી ની ખેતી વિષે, કીવી ની ખેતી કરી કમાયો લાખો

કિવિની ઉત્પતિ સ્થાન ચીન છે, આમ તો કીવી ને ચીન ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઇટાલી, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલીયા, ફ્રાંસ, પાકિસ્તાન, ઈરાન, નેપાળ, ચીલી, સ્પેન અને ભારતમાં ઉગાડવામાં આવી રહેલ છે. ભારતમાં તેની ખેતી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં કરવામાં આવી રહેલ છે. તેની ખેતી ખુલ્લી જમીન વાળા રાજ્યોમાં જેવા કે ઉત્તર પ્રદેશ, કર્નાટક, કેરલ માં પણ થવા લાગી છે. આ ફળને 1000 મીટરથી ૨૫૦૦ મીટર ની દરિયાઈ ઉંચાઈ ઉપર કરી શકાય છે.

પ્રકાર : તેના પ્રચલિત જાતોમાં અબ્બોટ, અલીસન, બ્રુનો, હેવર્ડ અને તોમુરી છે.

કેવી રીતે ઉગાડવી : કીવીનું ઝાડ એક વેલ હોય છે જે 9 મીટર સુધી વધી શકે છે અને તે 4 થી 5 વર્ષ પછી ફળ આપવાનું શરુ કરી દે છે. ફૂલ આવવાથી પાક પાકે ત્યાં સુધીનો સમયગાળો લગભગ 100 દિવસ હોય છે. આ એકલિંગી ઝાડ હોય છે. તેથી માળા કલમો સાથે નર ની જોડાયેલ કલમોને લગાવવામાં આવે છે જેથી સારી રીતે વિકાસ થઇ શકે અને વધુ ઉત્પાદન મેળવી શકાય. આઠ માળા વેલો માટે એક નર વેલ જરૂરી હોય છે. તેની કલમોને વસંત ઋતુ માં લગાવવામાં આવે છે. તેને દ્રાક્ષ ની જેમ ફ્રેમ ઉપર ચડાવવી જોઈએ. તેની કાપ કૂપ ઉનાળા અને શિયાળો બન્ને સિઝનમાં કરવી જોઈએ જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય. કીવીને ઘાંસથી દુર રાખવું ખુબ જરૂરી હોય છે, તેના ફળ નવેમ્બર મહિનામાં પાકવાના શરુ થઇ જાય છે. કીવી ને ખુબ પાણીની જરૂર પડે છે તેથી સિંચાઈની યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે.

500 ગ્રામ એનપીકે મિશ્રણ દરેક વર્ષ દીઠ વેલ 5 વર્ષ ની ઉંમર સુધી આપવી જોઈએ ત્યાર પછી 900 ગ્રામ નાઈટ્રોજન, 500 ગ્રામ ફોસ્ફરસ અને 900 ગ્રામ પોટાશ ને દર વર્ષે વેલ ને આપવું જોઈએ, મૂળ બળતા બચાવવા માટે બાવીસ્ટીન 2 ગ્રામ પ્રતિ લીટર પાણીના હિસાબે છોડમાં આપવું જોઈએ. તેનું ઉત્પાદન શરેરાશ 80 થી 90 ગ્રામનું હોય છે. તેના ફળને 0 ડીગ્રી તાપમાન ઉપર કોલ્ડ સ્ટોરેજ માં 4 થી 6 મહિના રાખી શકવામાં આવે છે પરંતુ સામાન્ય અવસ્થામાં 8 અઠવાડિયા સુધી ફળ ખરાબ થતું નથી. એક વેલ થી દર વર્ષે 40 થી 60 કિલો ફળ મળે છે.તેનો શરેરાશ પાક 20 થી 25 ટન પ્રતિ હેક્ટર છે. ફળને બજારમાં મોકલતા પહેલા 3 થી 4 કિલો ની ક્ષમતા વાળા કાર્ડબોર્ડ માં પેક કરવા જોઈએ. બજાર શરેરાશ ભાવને જોતા 1 એકર બગીચામાંથી લગભગ 8 લાખ રૂપિયા દર વર્ષે કમાઈ શકાય છે.

કલમ મળવાનું સ્થળ :

(1) ડૉ. વાય.એસ. પરમાર યુનીવર્સીટી ઓફ હોર્ટીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, નૌની જીલ્લો સોલન હિમાચલ પ્રદેશ, 01792 252326, 252310

(2) શેખ ગુલઝાર, શ્રીનગર, જમ્મુ કાશ્મીર, 9858986794

કીવી ખાવાના લાભ જાણવા ક્લિક કરો >>> ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં પણ ડોક્ટર આપે છે કીવી ખાવાની સલાહ જાણો આટલા બધા ફાયદા

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.