ઈન્ટરનેશનલ પૉપ સ્ટાર છે કુમાર સાનૂની દીકરી, ક્યારેક બ્રાઉન રંગના કારણે સહન કરવી પડી હતી મુશ્કેલી

બોલીવુડમાં સ્ટાર કીડનો સમય ચાલી રહ્યો છે અને એક પછી એક સ્ટારકીડ સામે આવી રહ્યા છે. કોઈ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, કોઈ વેબ સીરીઝમાં કામ કરી રહ્યા છે, અને કોઈ ફિલ્મો બનાવવાનું કામ શીખી રહ્યા છે. પરંતુ હવે સામે આવી ગાયક કુમાર સાનુની દીકરી શૈનન જે પહેલાથી જ ઇન્ટરનેશનલ સ્ટાર છે. ઇન્ટરનેશનલ પોપ સ્ટાર છે કુમાર સાનુની દીકરી, આવો જાણીએ તેના વિષે થોડી વાતો.

ઇન્ટરનેશનલ પોપ સ્ટાર છે કુમાર સાનુની દીકરી :

બોલીવુડના પોપુલર ગાયક કુમાર સાનુની દીકરી ઇન્ટરનેશનલ પોપ સ્ટાર છે, અને તેમણે પોતાના ઈન્ટરવ્યુંમાં ઘણી સરળ વાતો કરી. તે દરમિયાન તેમણે પોતાના જીવન સાથે જોડાયેલી થોડી વાતો જણાવી જે તે પહેલા તમે ક્યારેય નહિ સાંભળી હોય. જયારે શૈનનને પૂછવામાં આવ્યું કે, તેને બાળપણથી જ સિંગિંગનો શોખ રહેલો છે, કે પાછળથી તેમાં રસ જોવા મળ્યો છે.

તેની ઉપર શૈનન જણાવ્યું કે, સંગીત હંમેશાથી મારા ફેમીલીનો ભાગ રહ્યું છે. મને અભિનય, ડાન્સિંગ અને ગાયકી ત્રણેય ઘણા પસંદ હતા. અને ધીમે ધીમે મને અનુભવ થયો કે, હું મ્યુઝીક કરવા માગું છું અને મારે એ કરવું જોઈએ.

શૈનન આગળ જણાવે છે કે, પપ્પા હંમેશા કહેતા હતા કે કોઈની નકલ કરવાને બદલે પોતાનું કાંઈક નવું કામ કરવું જોઈએ. તે કિશોર કુમારને ખુબ પસંદ કરે છે, પરંતુ તેણે ક્યારેય તેમના જેવા બનવાનો પ્રયાસ નથી કર્યો. તે ઉપરાંત કુમાર સાનુની દીકરી શૈનને પપ્પાની પ્રસંશા કરતા એ પણ કહ્યું કે, પપ્પાની અંદર ઘણા બધા ઈમોશન્સ છે જેના વિષે કોઈ વિચારી પણ નથી શકતા. ઉદાહરણ તરીકે જો તે રોમાંટિક ગીત ગાતા હતા તો તે હાસ્ય સાથે ગાતા હતા, પરંતુ જો તે ઈમોશનલ થતા હતા તો દુ:ખી અને ઉદાસ જેવા થઇ જતા હતા.

શૈનને તેમના વિષે આગળ જણાવ્યું કે, તે એક ગીત માંથી બીજા ગીતમાં સરળતાથી ઢળી જાય છે, અને મેં તેમને દરેક રીતે જોયા છે. હું હંમેશા પ્રયાસ કરું છું કે, જેટલું બની શકે મારા પપ્પા જેવી બની શકું અને તે જેટલા જમીન સાથે જોડાયેલા છે, એટલી જ હું પણ જળવાઈ રહું. મારા પેરેન્ટ્સે હંમેશા મને શીખવ્યું છે કે, કેવી રીતે પોતાના ઈગો, સ્ટારડમ અને શો ઓફથી દુર રહી શકાય છે. હું હંમેશા પ્રયાસ કરું છું કે, સૌની રીસ્પેક્ટકરું અને સૌના ટેલેન્ટની પણ રીસ્પેક્ટ કરી શકું. કુમાર સાનુની દીકરી શૈનન અંગ્રેજીમાં ગીત ગાય છે, અને તેનો સ્ટારડમ ઇન્ટરનેશનલ લેવલનો છે.

બોલીવુડની શાન છે કુમાર સાનુ :

૯૦ના દશકમાં કુમાર સાનુએ બોલીવુડમાં શાહરૂખ ખાન, આમીર ખાન, સલમાન ખાન, અનીલ કપૂર, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી માટે ઘણા બધા ગીત ગાયા છે. લગભગ દરેક ફિલ્મમાં કુમાર સાનુનું એક રોમાંટિક કે સેડ સોંગ રહેતું હતું. ક્યારે ક્યારે તો ફિલ્મના બધા ગીત જ કુમાર સાનુ ગાતા હતા અને એક એક દિવસમાં ઘણા ઘણા રેકોડીંગ કરતા હતા.

કુમાર સાનુનો અવાજનો કોઈ જોટો નથી અને તેના અવાજને લોકો મીઠો કહેતા હતા જે દરેક પ્રકારના ગીતો માટે પરફેક્ટ હતા. કુમાર સાનુને લોકો દા કહેતા હતા અને તે બંગાળના છે. કુમાર સાનુંએ પોતાનું પહેલુ રેકોડીંગ કિશોર કુમાર સાથે કર્યું હતું અને તેમની સાથે લતા મંગેશકરે પણ પોતાનો અવાજ આપ્યો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.