આ રીતે તમને એક મિનિટમાં ખબર પડી જશે કે તમને કેન્સર કે હાર્ટની બીમારી તો નથી થઇ ગઈ ને??

બધા લોકોને પોતાનું જીવન ઘણું વ્હાલું હોય છે. એ જ કારણ છે કે એક લાબું અને સારું જીવન જીવવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા વાળા લોકો માટે સારા સ્વાસ્થ્યની સાથે એક લાબું જીવન જીવવાથી વધારે મહત્વનું કંઈ પણ નથી હોતું.

ઘણી વાર લોકોના મનમાં એ સવાલ ઉઠે છે કે તે કેટલું લાબું જીવી શકશે. જો કે વર્તમાન સમયમાં પોતાના આરોગ્યની તપાસ અને ઉંમર વિષે જાણકારી લેવા માટે ઘણા પ્રકારની ટેક્નિક વિકસાવવામાં આવી છે. જેની મદદથી તમે પોતાના આરોગ્યના હિસાબે પોતાની ઉંમરનો અંદાજો લગાવી શકો છો.

પરંતુ હાલમાં જ યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી દ્વારા થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે, કે અમુક કસરતના ટેસ્ટથી તમે જાણી શકો છો કે હાર્ટ અટેક, તણાવ અને કેન્સર થવાની તમને કેટલી સંભાવના છે. સાથે કે આ ગંભીર બીમારીઓને કારણે તમારો જીવ જવાનો કેટલો ભય રહી શકે છે. અભ્યાસ અનુસાર તમે કેટલી ઝડપથી પગથિયાં ચઢો છો, એ વાત પરથી ખબર પડી જાય છે કે તમારી ઉંમર કેટલી લાંબી થશે. આ ટેસ્ટ તમે ટ્રેડ મિલ પર ચઢીને પણ કરી શકો છો.

હકીકતમાં આ સ્ટડીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1 મિનિટમાં તમે કેટલી ઝડપથી 4 માળના પગથિયાં ચઢો છો, એનાથી તમારા હૃદયના સ્વાસ્થ્યની જાણકારી મળે છે, અને સાથે જ કોઈ બીમારીને કારણે જલ્દી મૃત્યુ થવાની સંભાવના પણ ઓછી થાય છે. તમે જો નિર્ધારિત સમયમાં પગથિયાં ચઢી જાવ છો, તો સમજી જાવ કે તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું છે. જો નથી ચઢી શકતા તો તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

સ્ટડીના લેખક ડો. જિસસ પેટેરો (Dr. Jesus Peteiro) એ જણાવ્યું કે, અમારી સ્ટડીના પરિણામ પરથી જાણવા મળે છે કે કસરત કરવા અને ફિટ રહેવાના ઘણા ફાયદા થાય છે. એમણે કહ્યું કે વજન ઓછું કરવા માટે કરવામાં આવેલી કસરતથી બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે. શરીરમાં એનર્જી બની રહે છે. શરીરની ઇમ્યુનીટી મજબૂત થાય છે. જેનાથી કેન્સર થવાનો ભય ઓછો થાય છે. શોધકર્તાઓ અનુસાર, પોતાના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે ઈકોકાર્ડિયોગ્રાફી છે. પરંતુ દરેક વ્યક્તિ માટે આ ટેસ્ટ અફોર્ડ કરવો સંભવ નથી.

શોધકર્તાઓનું કહેવું છે કે જો તમે વગર રોકાયે ઝડપથી 3 અથવા 4 માળ સુધી ચઢી શકો છો, તો સમજી જાવ કે તમારું હૃદય સારી રીતે કામ કરી રહ્યું છે. અને જો નથી ચઢી શકતા તો એ તમારા માટે ચિંતાનો વિષય થઈ શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.