જાણો ક્યારે છે હોલિકા દહન? હોળી સુધી નહિ કરવા જોઈએ આ કામ

શાસ્ત્રોમાં ફાગણ સુદ આઠમથી લઈને હોલિકા દહન સુધીના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં હોળીના આઠ દિવસ પહેલા શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. હોળી પહેલા આ આઠ દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષ હોળાષ્ટક ૩ માર્ચથી શરુ થઇ રહ્યા છે, જે હોલિકા દહન (૯ માર્ચ) ના દિવસ સુધી રહેશે.

માન્યતા છે કે, હોળાષ્ટકની શરુઆતના દિવસોથી જ શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા હતા. આ કાળમાં દરેક દિવસ અલગ અલગ ગ્રહ તરીકે હોય છે. એટલા માટે હોળાષ્ટકમાં શુભ કાર્ય નથી કરવામાં આવતા. પરંતુ જન્મ અને મૃત્યુ પછી કરવામાં આવતા કાર્ય કરી શકો છો. આવો જાણીએ કે આ આઠ દિવસોમાં કયા કયા કામ ન કરવા જોઈએ.

હોળાષ્ટક દરમિયાન ન કરો આ કામ :

હોળાષ્ટકના ૮ દિવસ કોઈ પણ માંગલિક શુભ કાર્ય કરવા માટે શુભ નથી હોતા. તે દરમિયાન લગ્ન, ભૂમિ પૂજન, ગ્રહ પ્રવેશ, માંગલિક કાર્ય, કોઈ પણ નવા બિઝનેસ કે નવું કામ શરુ ન કરવું જોઈએ.

શાસ્ત્રો મુજબ, હોળાષ્ટક શરુ થવા સાથે જ ૧૬ સંસ્કાર જેવા કે નામકરણ સંસ્કાર, જનોઈ સંસ્કાર, ગૃહ પ્રવેશ, વિવાહ સંસ્કાર જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ.

કોઈ પણ પ્રકારના હવન, યજ્ઞ કર્મ પણ આ દિવસોમાં નથી કરવામાં આવતા. તે ઉપરાંત નવવિવાહિતાઓને આ દિવસોમાં પિયરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.

હોળાષ્ટકનું મહત્વ :

હોળાષ્ટકનો સમયગાળો ભક્તિ શક્તિનો પ્રભાવ દર્શાવે છે. આ સમયગાળામાં તપ કરવું જ સારું રહે છે. હોળાષ્ટક શરુ થાય ત્યારે એક ઝાડની ડાળી કાપીને તેને જમીન પર મુકવામાં આવે છે. તેના પર રંગબેરંગી કપડાના ટુકડા બાંધી દે છે. તેને ભક્ત પ્રહલાદનું પ્રતિક માનવામાં આવે છે.

માન્યતાઓ મુજબ જે ક્ષેત્રમાં હોલિકા દહન માટે એક ઝાડની ડાળી કાપીને તેને જમીન ઉપર લગાવે છે. તે ક્ષેત્રમાં હોલિકા દહન સુધી કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતું.

હોળાષ્ટકની પૌરાણીક માન્યતા :

માન્યતા છે કે હોળી પહેલાના આઠ દિવસ એટલે કે આઠમથી લઈને પુનમ સુધી વિષ્ણુ ભક્ત પ્રહલાદને ઘણી યાતનાઓ આપવામાં આવી હતી. પ્રહલાદને ફાગણ સુદ પક્ષની આઠમે જ હિરણ્યકશિપુએ બંદી બનાવી લીધા હતા. પ્રહલાદને જીવતા મારવા માટે જાત જાતની યાતનાઓ આપવામાં આવી. પરંતુ પ્રહલાદ વિષ્ણુ ભક્તિને કારણે ભયભીત ન થયા, અને વિષ્ણુ કૃપાથી દરેક વખતે બચી ગયા.

પોતાના ભાઈ હિરણ્યકશિપુની મુશ્કેલી જોઈ તેની બહેન હોલિકા આવી. હોલિકાને બ્રહ્માએ અગ્નિથી ન સળગવાનું વરદાન આપ્યું હતું. પરંતુ જયારે હોલિકાએ પ્રહલાદને લઈને અગ્નિમાં પ્રવેશ કર્યો તો તે પોતે સળગી ગઈ અને પ્રહલાદ બચી ગયા.

ભક્તની ભક્તિથી પ્રસન્ન થઇને નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને પ્રહલાદનું રક્ષણ કરી હિરણ્યકશિપુનો વધ કર્યો. ત્યારથી ભક્ત ઉપર આવેલા આ સંકટને કારણે આ આઠ દિવસોને હોળાષ્ટકના રૂપમાં મનાવવામાં આવે છે. પ્રહલાદ ઉપર યાતનાઓથી ભરેલા આ આઠ દિવસોને જ અશુભ માનવાની પરંપરા બની ગઈ. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય કરવામાં આવતા નથી.

તેની સાથે જ એક કથા એ પણ છે કે, ભગવાન શિવની તપસ્યાનો ભંગ કરવાને કારણે શિવે કામદેવને ફાગણની આઠમ ઉપર જ ભસ્મ કર્યા હતા. ધાર્મિક ગ્રંથ અને શાસ્ત્રો મુજબ હોળાષ્ટકના દિવસોમાં કરવામાં આવેલા વ્રત અને કરવામાં આવેલા દાનથી જીવનના દુઃખોમાંથી મુક્તિ મળે છે, અને ઈશ્વરના આશીર્વાદ મળે છે. આ દિવસોમાં વસ્ત્ર, અનાજ અને પોતાની ઈચ્છાનુસાર ધનનું દાન પણ તમે કરી શકો છો.

આવી રીતે કરો હોળાષ્ટકના દિવસની શરુઆત :

હોળાષ્ટકના દિવસોમાં જ સંવત અને હોલિકાના પ્રતિક લાકડા કે દંડાને દાટવામાં આવે છે. આ સમયમાં અલગ અલગ વસ્તુથી હોળી રમવામાં આવે છે.

પુરા સમય દરમિયાન શિવજી કે કૃષ્ણજીની ઉપાસના કરવામાં આવે છે. હોળાષ્ટકમાં પ્રેમ અને આંનદ માટે કરવામાં આવેલા તમામ પ્રયાસ સફળ થાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.