જાણો કયા દિવસે છે કડવા ચોથ, જાણો ચંદ્રને અર્ધ્ય આપવાનું મુહૂર્ત અને બધી જ વિગત

કડવા ચોથ ૨૦૧૯ તારીખ અને અર્ધ્ય મુહુર્ત :

સુહાગની મંગળકામના માટે રાખવામાં આવતું કડવા ચોથનું વ્રત આસો માસના વદ પક્ષની ચોથના રોજ રાખવામાં આવે છે. ચોથ તિથીમાં ચંદ્રોદયવ્યાપિનીનું મહત્વ છે. આ વર્ષે કડવા ચોથનું વ્રત ૧૭ ઓક્ટોબર ગુરુવારના રોજ છે. કડવા ચોથનું વ્રત ત્રીજની સાથે ચોથની સવારે કરવું શુભ છે. ત્રીજ તિથી ‘જયા તિથી’ હોય છે. તેનાથી પતિને પોતાના કાર્યોમાં સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે.

ચોથ માતા કરે છે સુહાગનું રક્ષણ :

જ્યોતિષશાસ્ત્રના જાણકાર પંડિત ગણેશ પ્રસાદ મિશ્ર જણાવે છે કે, પરિણીત મહિલાઓ માટે કડવા ચોથ મહત્વનું હોય છે. આ દિવસ ચોથ માતા સાથે તેમના નાના પુત્ર ગણેશજીની મૂર્તિ સ્થાપિત થાય છે. કડવા ચોથના દિવસે ભગવાન શિવ, પાર્વતી, સ્વામીકાર્તિક અને ચંદ્રની પૂજાનો સમય હોય છે. ચોથ માતા પરિણીતોને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે, અને તેના સુહાગનું હંમેશા રક્ષણ કરે છે. તેમના પરિણીત જીવનમાં પ્રેમ, શ્રદ્ધા અને ઉત્સાહ જાળવી રાખે છે.

ચંદ્રને અર્ધ્ય દાનના મુહુર્ત :

કડવા ચોથના દિવસે ચોથ માતાની વિધિ પૂર્વક પૂજા અર્ચના પછી ચંદ્રને અર્ધ્ય દાન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, રાત્રે ચંદ્રના કિરણો ઔષધીય ગુણોથી ભરેલા હોય છે. ચંદ્રને અર્ધ્ય આપતી વખતે પતિ-પત્નીને પણ ચંદ્રના શુભ કિરણોના ઔષધીય ગુણ પ્રાપ્ત થાય છે, એટલા માટે ચંદ્રને અર્ધ્ય આપતી વખતે પતિ પત્ની બંને હાજર રહે છે. અર્ધ્ય દાન પછી પતિ પત્નીને જળ પીવરાવી વ્રત પૂરું કરાવે છે.

અર્ધ્ય દાન – રાત્રે ૭ વાગીને ૫૮ મિનીટ પછી :

મહિલાઓ કડવા ચોથનું વ્રત નકોરડા રાખે છે. આ વ્રતમાં દિવસ આખો અન્ન જળનો ત્યાગ કરવાનો રહે છે. આમ તો પત્નીઓ રાતના સમયે ચંદ્રને અર્ધ્ય દાન પછી પતિના હાથે જળ ગ્રહણ કરીને વ્રત પૂરું કરે છે, અને પછી ભોજન ગ્રહણ કરે છે. બીમાર અને ગર્ભવતી મહિલાઓને વચ્ચે વચ્ચે જળ અને ચા પીવાની છૂટ રહે છે. તેમના માટે વ્રતના નિયમોમાં થોડી રાહત આપવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.