2020 માં કેવી રહેશે તમારી આર્થિક સ્થિતિ? આ 4 રાશિઓને થઈ શકે છે નુકશાન

થોડા જ દિવસોમાં નવું વર્ષ શરુ થવાનું છે. ૨૦૨૦ માં કઈ રાશિઓ વાળાને થશે આર્થિક લાભ અને કોને થશે તકલીફ? આર્થિક રાશિફળ દ્વારા તમે જાણી શકો છો કે, આવતા વર્ષે તમારે ક્યારે રોકાણ કરવું જોઈએ અને ક્યારે નહિ? આ વર્ષ નોકરી અને ધંધામાં તમને ધન લાભ થશે કે નહિ? આવો જ્યોતિષીઓ અનુસાર જાણીએ કેવું રહેવાનું છે તમામ ૧૨ રાશિઓનું આર્થિક જીવન?

મેષ રાશિ :

આર્થિક રાશિફળ મુજબ આ વર્ષ તમે ધન સંબંધી બાબતોમાં સારું ફળ પ્રાપ્ત કરશો, આ રાશિમાં નોકરી ધંધા વાળા લોકોને આ વર્ષે તેમના કામ મુજબ પ્રગતી મળશે, થોડા વ્યક્તિના પગારમાં વધારો થઇ શકે છે. વર્ષની શરુઆતના મહિનામાં તમે ઘણા સ્ત્રોતોમાંથી પૈસા કમાશો. આ વર્ષ તમે તમારા સંબંધિઓને પણ આર્થિક મદદ આપી શકો છો. આ વર્ષ તમારું ધન તમારા માતા પિતાના આરોગ્ય ઉપર ખર્ચ થઇ શકે છે. પાર્ટનરશીપમાં ધંધો કરવા વાળા લોકોએ પોતાના પાર્ટનર સાથે સંબંધ સુધારવાની જરૂર છે, ત્યારે આ વર્ષે આર્થિક લાભ થશે.

વૃષભ રાશિ :

આવતું વર્ષ વૃષભ રાશિના વ્યક્તિઓના જીવનમાં ઘણા પડકારો લઈને આવી શકે છે. ૨૦૨૦ માં તમને ઘન હાનીના યોગ ઉભા થઇ રહ્યા છે. આ વર્ષમાં તમારે ધનના રોકાણથી દુર રહેવું જોઈએ, અને કરવું પણ છે તો સમજી વિચારીને જ આ પગલું ભરવું. વૃષભ રાશિના અમુક લોકોના જીવનમાં આ વર્ષ ધાર્યા બહારના ખર્ચમાં વધારો થવાની પણ શક્યતા છે.

પોતાના આર્થિક પક્ષને મજબુત કરવા માટે તમારે આ વર્ષે થોડા મોટા નિર્ણય પણ લેવા પડશે. તે દોસ્તો કે સંબંધીઓથી દુર રહો જે તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. બધું મળીને પૈસાની બાબતમાં આ વર્ષ તમારે ઘણું જાગૃત રહેવાની જરૂર છે.

મિથુન રાશિ :

મિથુન રાશિ વાળાનો આર્થિક પક્ષ ઉતાર ચડાવથી ભરેલો રહી શકે છે, વર્ષની શરુઆતના મહિનામાં તમને ઠીક ઠીક ફળ મળશે. એપ્રિલથી જુલાઈની મધ્યમાં તમને આર્થિક નિર્ણયો લેવામાં તકલીફ થઇ શકે છે. આ સમયે તમારા કોઈ ખોટા આર્થિક નિર્ણય તમને ધનનું નુકશાન કરાવી શકે છે.

આ વર્ષમાં શનિદેવ પણ તમારા આઠમાં ભાવમાં રહેશે જેના કારણે નોકરી ધંધાવાળા લોકોને ઓફીસમાં વધુ મહેનત કરવી પડશે, પરંતુ કામ મુજબ તેને પૈસા નહિ મળે. આ વર્ષ વેપારીઓને પણ ઘણું સમજી વિચારીને ચાલવાની જરૂર છે. આ વર્ષ ધન સંબંધી બાબતોમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે.

કર્ક રાશિ :

2020 માં કર્ક રાશિનું આર્થિક જીવન મિશ્ર રહેશે. એક તરફ જ્યાં અણધાર્યા ખર્ચા તમને તકલીફ આપશે અને ઘણા સ્ત્રોતોમાંથી ધનની પ્રાપ્તિ થવાથી ચહેરા ઉપર હાસ્ય પણ આવશે. આ વર્ષની શરુઆતમાં તમે ધન સંબંધિત કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. જુલાઈથી નવેમ્બર સુધીનો સમય તમારા આર્થિક પક્ષને મજબુતી આપશે.

તમે આ સમયે ધન રોકાણ કરવામાં સફળ થશો. વર્ષ તમારે કોઈ પણ પ્રકારના રોકાણ કરવાથી દુર રહેવું જોઈએ. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થવાથી તમારે ઘણું ધનનો ખર્ચ થશે. આ વર્ષ તમારા માટે ધન કમાવાની શક્યતાઓથી લઈને આવશે પરંતુ તમારે સતર્ક રહેવાની પણ જરૂર છે.

સિંહ રાશિ :

૨૦૨૦ મુજબ સિંહ રાશિ વાળાને આ વર્ષ આર્થિક રીતે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા આર્થિક જીવનમાં ઉતાર ચડાવ આવવાની શક્યતા છે, પરંતુ તેમ છતાં પણ તેમાંથી પણ તમે ઘણું બધું આ વર્ષે મેળવી શકો છો. ભાવનાઓમાં આવીને લોકો ઉપર પૈસા ખર્ચ કરવાથી દુર રહો. આ રાશિના જે લોકો વેપાર કરે છે તેને વેપારમાં નફો કમાવા માટે સારું બજેટ પ્લાન કરવાની જરૂર રહેશે. તેના માટે તમે તમારા ઘરના વડીલોની મદદ લેશો તો ફાયદામાં રહેશો. આ રાશિના થોડા લોકોને આ વર્ષમાં પિતૃક સંપત્તિથી લાભ થવાની પણ શક્યતા છે.

કન્યા રાશિ :

આ વર્ષ તમારે ધનની બાબતમાં સારા ફળ પ્રાપ્ત થશે. આ વર્ષ તમારી પાસે પૂરતા પ્રમાણમાં ધન રહેશે એટલા માટે તમે વાહન ખરીદવાની ઈચ્છા આ વર્ષે કરી શકો છો. જે લોકોએ તમારી પાસેથી ઉછીતા પૈસા લીધા હતા તે આ વર્ષે તમને ઉછીતા પૈસા પાછા આપી શકે છે. આ વર્ષ તમે તમારા ખર્ચા ઉપર પણ કાબુ રાખશો, અને તેના કારણે ઘણું ધન બચાવવામાં તમે સફળ થશો.

તમારી આર્થિક સ્થિતિ આ વર્ષે એટલી સારી રહેશે કે, તમે તમારા નજીકનાને પણ આર્થિક મદદ કરી શકો છો. નોકરી ધંધા સાથે જોડાયેલા લોકોને કોઈ મુશ્કેલી પડી રહી છે તો તેમણે પોતાના જીવનસાથી સાથે વાત કરવી જોઈએ.

તુલા રાશિ :

આ વર્ષ તમારે તમારો આર્થિક પક્ષ મજબુત કરવામાં ઘણી મહેનત કરવી પડશે. આર્થિક બાબતોમાં આ વર્ષ તમારા માટે સામાન્ય રહેશે. જો તમે ધન પ્રાપ્તિ માટે તમારા પ્રયાસ વધારો છો, તો આ વર્ષ જાન્યુઆરીથી લઈને એપ્રિલ અને ત્યાર પછી જુલાઈથી લઈને નવેમ્બર સુધીનો સમય તમને અનુકુળ રહેશે.

તમારા કામમાં ધ્યાન આપવું પડશે ત્યારે જ તમે ધનની પ્રાપ્તિ કરી શકો છો. આ વર્ષ નોકરી ધંધા વાળા લોકોને ધન સાથે જોડાયેલી તકલીફો માંથી છુટકારો મળી શકે છે. આ વર્ષ તમે ઉધાર ચૂકવવવામાં પણ સફળ થઇ શકો છો. બધું મળીને જોવામાં આવે તો તુલા રાશિ વાળાને આ વર્ષ પૈસા કમાવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે.

વૃશ્ચિક રાશિ :

૨૦૨૦ તમારા આર્થિક પક્ષને મજબુત કરી શકે છે. નવા વર્ષના આર્થીક રાશિફળ મુજબ તમારી આર્થિક સ્થિતિ આ વર્ષે તમારા માટે ચિંતાનો વિષય નહિ રહે. આ વર્ષ તમે તમારા ભાઈ બહેનોને આર્થિક મદદ કરવા માટે પણ આગળ આવી શકો છો. તમારું ધન ધાર્મિક કાર્યોમાં પણ ખર્ચ થઇ શકે છે. જો તમે બેંકમાંથી લોન લીધી હતી તો તેને આ વર્ષે તમે ચૂકવી શકો છો. ધંધાના વિસ્તાર માટે વિચાર કરો છો તો સમજી વિચારીને ખર્ચ કરવાનો રહેશે. પૈસા સાથે જોડાયેલી કોઈ પણ મોટી યોજનાને આગળ વધારતા પહેલા અનુભવી લોકોની સલાહ લેવી.

ધનુ રાશિ :

ધનુ રાશિના વ્યક્તિઓને પોતાની મહેનત મુજબ જ ધનની પ્રાપ્તિ થશે. આ વર્ષ જો ટૂંકા ગાળાનું રોકાણ કરશો તો તમને આવનારા સમયમાં તેનું સારું ફળ મળી શકે છે. આ વર્ષ તમારે પૈસાની બાબતમાં તમારા કરતા બીજા ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. ઘરના કોઈ સભ્યની તબિયત આ વર્ષે બગડી શકે છે, જેના કારણે તમારે ધન ખર્ચ કરવો પડી શકે છે. તેની સાથે જ થોડા ધાર્યા બહારના ખર્ચા પણ તમને હેરાન કરી શકે છે. ધન સાથે જોડાયેલા મુદ્દા જો કોર્ટ કચેરીમાં જતા રહ્યા હતા તો આ વર્ષ તેમાં તમને સફળતા મળવાની શક્યતા છે.

મકર રાશિ :

તમારી આર્થિક સ્થિતિ આ વર્ષે વધુ સારી નથી માનવામાં આવતી. આર્થીક રાશિફળ ૨૦૨૦ મુજબ આ વર્ષ તમારે પૈસા સાથે જોડાયેલી બાબતોમાં ઘણી સાવચેતી રાખવી પડશે. તમારી બેદરકારી આ વર્ષ તમને મોટું નુકશાન કરાવી શકે છે એટલા માટે સાવચેત રહો. વર્ષની શરુઆતમાં તમને ભલે થોડી તકલીફો આવે પરંતુ સપ્ટેમ્બર પછી તમારી આર્થિક સ્થિતિ સુધરવાની આશા છે. આ રાશિના થોડા વ્યક્તિને આવક કરતા વધુ ખર્ચ આ વર્ષમાં થઇ શકે છે, જેના કારણે જ તે માનસિક તનાવમાં આવી શકે છે. આર્થિક તકલીફોથી બચવા માટે તમારે સારું બજેટ બનાવવું જોઈએ.

કુંભ :

કુંભ રાશિ વાળાની આર્થિક સ્થિતિ સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષ તમારી આવકમાં તો કોઈ ઘટાડો નહિ આવે પરંતુ થોડા કારણોથી તમે તેનો સદઉપયોગ નહિ કરી શકો. તમારા બારમાં ભાવમાં બેઠેલા શનિ તમારા ખર્ચમાં આ વર્ષે વધારો કરી શકે છે. જો તમે પરણિત છો તો તમારા જીવનસાથી સાથે વાત કરીને તમે સારું બજેટ બનાવી શકો છો. જુનથી નવેમ્બર સુધીનો સમય આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આર્થિક રાશિફળ ૨૦૨૦ મુજબ જો તમે વિદેશો સાથે જોડાયેલો કોઈ પણ વેપાર કરો છો તો તમને લાભ આ વર્ષમાં પ્રાપ્ત થઇ શકે છે.

મીન રાશિ :

આર્થિક રાશિફળ ૨૦૨૦ મુજબ આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થવાનું છે. ૨૪ જાન્યુઆરીના રોજ શનિદેવ તમારા અગ્યારમાં ભાવમાં પ્રવેશ કરી જશે. તે દરમિયાન લાંબા સમયગાળાના લાભની શરુઆત થશે અને તમારી મહેનત કામ કરી જશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થવાથી પણ તમને સારો લાભ મળશે. તે ઉપરાંત વિદેશી કંપનીઓમાં કામ કરવા વાળા લોકો અને વિદેશોમાં વેપાર કરવા વાળા લોકોને વધુ નફો પ્રાપ્ત થઇ શકે છે. ખર્ચા ઉપર નજર કરીએ તો બધું મળીને જોઈએ તો આ વર્ષ તમારા આર્થિક પક્ષને મજબુત કરશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.