વોટર લિસ્ટમાં પોતાનું નામ જાણવા માટે હવે સરકારી કચેરીમાં ધક્કા નઈ ખાવા પડે

મતદાતાઓ એ વોટર લિસ્ટમાં પોતાનું નામ જાણવા માટે સરકારી કચેરીમાં ધક્કા ખાવા ન પડે, એટલા માટે માટે ચૂંટણી આયોગ એક ટોલ ફ્રી નંબર બહાર પાડવામાં આવ્યો છે. આ નંબર પર એક એસએમએસ કરીને એ જાણકારી મળી શકશે કે વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં. ઉત્તરપ્રદેશના મુખ્ય નિમણુંક અધિકારી એલ વેંકેટેશ્વર લૂ ના તરફથી આ વિશે જિલ્લામાં નિમણુંક અધિકારીઓને જાણકારી મોકલવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘દરેક લાયક વ્યક્તિને વોટ આપવાનો અધિકાર મળવો જોઈએ. સરકારી મશીનરી વોટ આપવામાં સરળ સ્વભાવ રાખે, અને આ કામની જટિલતાને દૂર કરે.’ જણાવી દઈએ કે વોટ આપવા માટે ફોર્મ ભર્યા પછી પણ વોટરે મતદાતા સૂચિ પ્રકાશનમાં પોતાનું નામ શોધવામાં મુશ્કેલી પડે છે.

ઘણીવાર નિમણુંક કાર્યાલયથી વોટર લિસ્ટ મેળવવામાં સમય લાગે છે. હવે વોટરે પોતાનું નામ જાણવા ચક્કર મારવા પડશે નહીં. એના બદલે આયોગ તરફથી એક ટોલ ફ્રી નંબર પર એક SMS દ્વારા એની માહિતી મેળવી શકાશે. ૨૫ જાન્યુઆરીએ નેશનલ વોટર્સ ડે ના અવસરે આ ટોલ ફ્રી નંબર ૧૯૫૦ લોન્ચ કરવામાં આવ્યો. આ નંબર પર EPIC નંબર (વોટીંગ કાર્ડ નંબર) નાંખવાથી નામ, સરનામું અને બુથ વગેરે બધી માહિતી મળશે.

આયોગના તરફથી ત્રણ મહિનાથી મતદાતા પુનનીરીક્ષણ અભિયાન ચાલવાઈ રહ્યું છે. આ દરમીયા આશરે ૧.૪૦ લાખ લોકો પહેલી વાર મતદાતા બની રહ્યા છે. આ લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે દરેક જિલ્લામાં રેલી કાઢવામાં આવશે, ચૂંટણી શાળાઓ બનાવાશે. મહોલ્લાઓમાં મતદાતાઓની કમિટી બનાવમાં આવશે. સિવિલ ડિફેન્સ, એનસીસી અને વોટર્સ ક્લબ પણ લોકોને જાગૃત કરવામાં મદદ કરશે. આયોગનો એવો પ્રયત્ન રહેશે કે ૧૦૦% મતદાન થાય. આ માટે તેઓ યુવાનોને જોડસે, રેલીઓ કાઢશે, અને સાથે સાથે મતદાતા જાગૃતતા હરીફાઈ કરવાનું કામ કરશે.

મતદાન કરવું એ આપણો અધિકાર છે. માટે દરેકે મતદાન કરવું જોઈએ. અને તમે જેને મત આપો એની જાણકારી પણ કોઈને આપવી જોઈએ નહીં. જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થઈ ગઈ છે, અને જેમની પાસે વોટીંગ કાર્ડ નથી, એવા લોકો ન્યુઝ પેપરમાં સરકાર દ્વારા વોટીંગ કાર્ડ બનાવવા અને એમાં સુધારા માટે અપાતી જાણકારી જોતા રહે. અને એમાં જણાવેલ સરનામે અને સમયે ત્યાં જઈ પોતાની નોંધણી કરાવે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.