કોઈ બીજા કામ માટે બની હતી આ વસ્તુઓ, સાચો ઉપયોગ જાણીને નવાઈ પામી જશો

શું તમને ખબર છે કે જે વસ્તુનો ઉપયોગ આપણે રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તે ખરેખર કોઈ બીજા કામ માટે બનાવવામાં આવેલ હતી.

જેમ કે વિયાગ્રાનો સાચો ઉપયોગ હ્રદયની બીમારીઓને કન્ટ્રોલ કરવાનો હતો. પણ આજકાલ તેનો ઉપયોગ ક્યાં કામ માટે થઇ રહેલ છે તે આપણે બધા જાણીએ છીએ. વિયાગ્રા નો સાચો ઉપયોગ જેમ કે આજે બદલાઈ ગયેલ છે આમ તો આવી ઘણી વસ્તુઓ ને કોઈ બીજા કામ માટે બનાવવામાં આવેલ હતી, પણ લોકો તેને કોઈ બીજા કામ માટે ઉપયોગ કરવા લાગ્યા. તો આવો જાણીએ કે આ યાદીમાં એવી કઈ કઈ વસ્તુ રહેલ છે જે બનાવેલ કોઈ બીજા કામ માટે હતી પણ તેનો ઉપયોગ કોઈ બીજા માટે થઇ રહેલ છે.

કોકા કોલા

કોકા કોલા આજે ફેમસ સોફ્ટ ડ્રીંક છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે કોકા કોલાને બનાવવાનો મુખ્ય હેતુ કોઈ બીજો જ છે. કોકો કોલાને વર્ષ ૧૮૮૬ માં ડૉ. જોન પેમ્બટનએ સૈનિકોને થતી ઈજા ઉપર પેન કિલર તરીકે ઉપયોગમાં લેવા માટે બનાવેલ હતી. કોકા કોલાને’મોરફીન’ ની જગ્યાએ કોકા પાંદડા અને આલ્કોહોલને ભેળવીને બનાવવામાં આવેલ હતી, જે આજે સોફ્ટ ડ્રીંક બની ગયેલ છે. (અને કેટલાય લોકો ને ખરાબ અસર કરે છે)

ઓશીકું

ઓશિકાનો ઉપયોગ આરામથી સુવા માટે કરવામાં આવે છે. પણ ઓશિકાને સુતી વખતે નાક, કાન કે મોઢા માં કીડા મકોડા ન જતા રહે તેના માટે બનાવેલ હતું. જુના સમયમાં ઈજીપ્તના નાગરિક ઓશિકાનો ઉપયોગ પોતાના માટે કીડા મકોડા થી બચવા માટે કરતા હતા.

વિયાગ્રા

વિયાગ્રાનો સાચો ઉપયોગ આજે જે કામ માટે થાય છે તેનાથી આપણે બધા માહિતગાર છીએ. પણ વિયાગ્રાને આપણે આ કામ માટે નહિ પણ કોઈ બીજા કામ માટે બનાવવામાં આવેલ હતી. વિયાગ્રાને સૌથી પહેલા હ્રદયની બીમારી ના ઈલાજ અને બ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરવા માટે બનાવવામાં આવેલ હતી.

ટાઈ

ટાઈ જે આજકાલ એક ફેશન બની ગયેલ છે ખાસ કરીને જુના સમયમાં એક ઉપયોગ મફલર ની જેમ કરવામાં આવતી હતી. પહેલા લોકો ઠંડી થી બચવા માટે પોતાના ગળામાં પહેરતા હતા. તેથી તે સમયમાં રૂમાલની જેમ પણ ઉપયોગ કરવામાં આવતો હતો. અને ઘણા દેશોના સૈનિકો પોતાની ઓળખ માટે ઉપયોગ કરતા હતા.

ટી શર્ટ

ટી શર્ટ પહેલા એક ઇનર ગારમેન્ટ હતું. જેનો ઉપયોગ અમેરિકન આર્મીના નવા સોલ્જર્સ કરતા હતા. કમ્ફર્ટેબલ હોવાને કારણે જ ધીમે ધીમે તેનો ઉપયોગ વધ્યો અને લોકો તેને શર્ટ ની જગ્યાએ ઉપયોગ કરવા લાગ્યા.

હાઈ હિલ્સ

હાઈ હિલ્સ આજે એક ફેશન છે. પણ હાઈ હિલ્સનો ઉપયોગ પહેલા માત્ર સૈનિકો દ્વારા જ કરવામાં આવે છે. હાઈ હિલ્સ પહેરીને તે એક જગ્યા ઉપર સ્ટેબલ થવાની તાલીમ લેતા હતા. આમ ઘોડા ઉપર બેસીને નિશાન તાકવામાં સક્ષમ બનાવવા માટે કરવામાં આવતો હતો.

ટી બેગ્સ

ટી બેગ્સનો ઉપયોગ આજકાલ સામાન્ય બની ગયેલ છે. ટી બેગ્સ કોઈપણ જગ્યાએ સરળતાથી ચા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પણ તેને બનાવનાર ન્યુયોર્કના થોમસ સુલીવનએ ચા ને જુદી રીતે વેચવા માટે બનાવેલ હતી. તેમનું માનવું હતું કે એક કપ ચા માટે એક ટી બેગ લોકોને આપવામાં આવે.