કોઈ પણ સમસ્યાનો ઉપાય મળી શકે છે બસ બીજાથી અલગ અને નવું કંઈક વિચારવું જોઈએ.

જ્યારે પણ આપણી સામે કોઈ સવાલ કે અડચણ આવે એટલે આપણે એનો જવાબ શોધવાનું શરૂ કરીએ છીએ. ક્યારેક લાગે છે કે જવાબ ખુબ જ સરળ હશે અથવા તો ખુબજ અઘરો, પરંતુ ઘણી વાર જવાબ ફક્ત થોડુંક અલગ રીતે વિચારતા જ મળી જાય છે. કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે ખૂબ જ સીધી અથવા વધુ પડતું વિચારવાની જરૂર નથી હોતી, થોડુંક અલગ રીતે વિચારીને આપણને તે સમસ્યાનો ઉકેલ મળી જાય છે. તમને આ વાત અમે એક વાર્તા થકી સમજાવીએ છીએ.

બકરીને સંતોષ કરવા માટેની સ્પર્ધા :-

એક રાજા પાસે એક બકરી હતી જે એને ખુબ પ્રિય હતી, પરંતું તે વધુ પડતું ઘાસ ખાતી હતી. રાજા પાસે કોઈ પણ પ્રકારની કમી ન હતી પણ તેને એ નહતું સમઝાતું કે બકરી વધુ ઘાસ કેમ ખાય છે? એકવાર રાજા એ એક જાહેરાત કરી કે જે પણ કોઈ વ્યક્તિ રાજાની બકરીને ઘાસ ખવડાવીને સંતુષ્ટ કરી દેશે, તેને ઇનામમાં સોનાના સિક્કા આપવામાં આવશે. બકરી ઘાસ ખાઈને સંતુષ્ટ થઈ છે કે નહીં એનો નિર્ણય રાજા પોતે કરશે.

લોકો આ જાહેતર સાંભળીને ખુશ થઈ ગયા કારણકે લોકોને આ ખૂબ જ સરળ કામ લાગ્યુ. ખાલી બકરીને ઘાસ જ તો ખવડવાનું છે, કેટલું ખાંસે? થોડી વારમાં સંતુષ્ટ થઈ જશેને ઈનામમાં સોનાના સિક્કા જીતી લઈશું. બસ આ જ વિચારે મોટી સંખ્યામાં લોકો રાજાના મહેલમાં બકરીને ઘાસ ખવડાવા આવી પહોચ્યા. ધીરે ધીરે બધા લોકો બકરીને ઘાસ ખવડાવે છે પણ બકરી બધાનું જ ઘાસ ખાય જાય છે. છતાંય પાછું ખાવા માટે પોતાનું મોં ખોલી દે છે. અંતે બધા લોકો પોતાની હાર માને છે અને સમજી જાય છે કે આ બકરી ને કોઈ પણ સંતુષ્ટ કરી શકે નહિ. બધા હારી ગયા કે આ સ્પર્ધા કોઈ જીતી શકશે નહિ.

એક વ્યક્તિ એ જીત્યા સોનાના સિક્કા :-

આ બધા લોકોની વચ્ચે એક બુદ્ધિમાન વ્યક્તિ હતો. તે બધા લોકોની હાર માની લીધા પછી રાજની સામે હાજર થયો, અને થોડી વાર માટે બકરીને પોતાની સાથે લઈ જવાની અરજ કરે છે. રાજા બકરીને તે વ્યક્તિ સાથે જવા દે છે. તે વ્યક્તિ બકરીને જંગલમાં લઈ જાય છે અને બકરીને થોડૂક ઘાસ ખવડાવે છે ને બકરીને બે વાર લાકડી મારે છે. પછી બકરી સામે પાછું થોડુંક ઘાસ નાખે છે, બકરી ઘાસ ખાય છે તો ફરી પાછી તેને બે વાર લાકડી મારે છે. પાછું ઘાસ ખવડવે છે ને પાછી લાકડી મારે છે.

ત્યાર બાદ બકરીને લઈને રાજાના મહેલમાં પરત આવે છે અને રાજાને જણાવે છે કે હવે તે બકરીને ઘાસ ખવડાવા માંગે છે. જેવું જ ઘાસ બકરી સામે મૂકે છે કે બકરીએ વિચારીયું કે ઘાસ ખાસે તો માર પડશે. બકરી એ ઘાસ નહિ ખાધુંને પોતાનું મો ફેરવી લીધું. બધા જ વિચારવા લાગ્યા કે હંમેશા ઘાસ ખાવાવાળી બકરી હવે ઘાસ કેમ નથી ખાતી. બધા લોકો વિચારતા રહ્યા પણ તે વ્યક્તિએ રાજાની સ્પર્ધા જીતી લીઘી હતી અને રાજા એ તે વ્યક્તિ ને એક હજાર સોનાના સિક્કા આપ્યાં.

આના પરથી આપણને શીખ મળે છે કે ઘણી વખત એક જ પ્રકારના પ્રયાસ કરવાથી સફળતા ન મળે, તો બીજી રીતે પ્રયાસ કરવો જોઈએ. વિવિધ રીતે પ્રયાસ કરવા માટે આપણે આપણી વિચારવાની શક્તિને વધારવી જોઇએ અને કંઈક અલગ વિચારવું જોઈએ તો જ સફળતા મળશે.