એક ફોટો વિડીયો કોઈ પણ માટે ખતરનાક થઇ શકે છે. ખુબ સરળતાથી કોઈપણ કોઈને બ્લેકમેલ કરી શકે છે

જો કોઈને બ્કેલમેલ કરવામાં આવી રહ્યા છે તો શું કરવું જોઈએ ? ખુબ સરળ એવા પગલા જીવન બરબાદ થવાથી બચાવી શકે છે.

વોટસઅપ કે સોસીયલ મીડિયા ઉપર મોકલવામાં આવેલ એક ફોટો કોઈ પણ માટે ખતરનાક થઇ શકે છે. ખુબ સરળતાથી કોઈપણ કોઈને પણ એક જ ફોટા થી બ્લેકમેલ કરી શકે છે, પણ આવું બની રહ્યું છે તો શું કરવું જોઈએ?

(1) ડીલીટ ન કરવો મેસેજ…

જો આવું થઇ રહ્યું છે તો મોકલેલ મેસેજ ડીલીટ ન કરવો જોઈએ. તેની સાથે જ કોઈ બ્લેકમેલ કરનાર મેસેજ કે ફોન કરી રહ્યા છે તો તેને પણ ડીલીટ ન કરો, એના કોલ રેકોર્ડ પણ ડીલીટ ના કરો. રીપોર્ટ કર્યા પછી તે મુખ્ય પુરાવા સ્વરૂપે માનવામાં આવી શકે છે.

(2) સ્ક્રીનશોટ છે સાચો સાથી..

હમેશા બ્લેકમેલ કરનાર જો સોસીયલ મીડિયા દ્વારા પોતાનું કામ કરી રહેલ છે તો ખોટું એકાઉન્ટ જરૂર બનાવ્યું હશે. આવા એકાઉન્ટ હમેશા ડીએક્ટીવ કરી દેવામાં આવે છે અને પછી ચેટ નથી દેખાતું. જો આવું કઈં છે તો સ્ક્રીનશોટ તરત જ લઇ લેવો જોઈએ. એક વાતનું ધ્યાન રાખવું કે સ્ક્રીન શોટની સાથે ટાઈમ સ્ટેમ્પ પણ આવે.

(3) એફઆઈઆર…

હમેશા લોકો આવા કેસમાં એફઆઈઆર કે વુમેન હેલ્પલાઈન ને કોલ નથી કરતા. આવું કરવું ખતરનાક થઇ શકે છે. સૌથી પહેલુ કામ એ કરવું જોઈએ. તેના વિષે જો વિચારવામાં આવી રહ્યું છે કે આવો રીપોર્ટ કરવાથી બદનામી થશે તો તે ખોટું છે. ધંધાદારી લોકો પાસે હમેશા આવા કેસ આવે છે અને ગુપ્ત રાખવામાં આવે છે. રીપોર્ટ ન કર્યો તો કેસ બગડી શકે છે. એટલે બદનામી ના ડરથી ક્યારેય પાછું ના પડવું

(4) પૂરી ન કરવી માંગણીઓ..

જે પણ માંગવામાં આવે છે તે પૂરી ન કરવી. બ્લેકમેલર જો કોઈ પણ રીતે ફોન કરે છે કે કઈ માંગે છે તો તેને તરત માની લેવાની ભૂલ કોઈએ પણ ન કરવી જોઈએ. બ્લેકમેલર માત્ર બીક નો ફાયદો ઉઠાવે છે એવામાં જો એક વખત ડરીને વાત માની લેવામાં આવે તો આગળ પણ આવું ઘણી વખત થઇ શકે છે.

(5) ઘર વાળાઓને કે કાયદાના જાણકારને જરૂર જણાવો…

આવી કોઈપણ સ્થિતિમાં ફસાઈ જવાથી સૌથી પહેલા ઘર વાળાઓને જણાવો અને જો નથી જણાવી શકતા તો કોઈ મિત્ર કે માર્ગદર્શકની મદદ લો. માત્ર એફઆઈઆર કરાવવાથી જ કામ પૂરું થતું નથી. કાયદાકીય સલાહ લેવી પણ ખુબ સારું રહેશે. ઘરવાળા કે મિત્રો ને જણાવવાથી ચિંતા દુર થશે અને સમસ્યાનો યોગ્ય ઉકેલ નીકળશે. તમે આવા તત્વો ના તાબે થશો તો તમારી જિંદગી વધુ ખરાબ થઇ જશે એટલે ભૂલ થી પણ એવા તત્વો ના તાબે થયા વિના ઘરના સભ્યો દ્વારા જ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરાવો.

આવા બ્લેકમેલર નાં ત્રાસ થી તમે કોઈ ખોટું પગલું નાં લેતા પરિવાર નાં સભ્યો પણ ખુબ સહકાર આપે એ ખુબ જરૂરી હોય છે.

આવા સંજોગો માં આ બધી વાતો સિવાય તમારી ખુદ ની પણ રીતો અજમાવી શકો છો પણ ધ્યાન રાખજો એ ગુનો કરે છે તો એની સામે તમે પણ કોઈ ગુનાહિત કૃત્ય નાં કરતા કાનૂની દાયરા માં અહિંસક રીતે જ ઉકેલ મેળવવા પ્રયત્ન કરજો.