કોઈને ન્હાવું પસંદ નથી, તો કોઈ ચાવે છે નખ, જાણો આ 11 ફિલ્મી સ્ટાર્સની અજીબોગરીબ આદતો.

દરેક લોકોમાં સારી અને ખરાબ ટેવો હોય છે. આમ તો ઘણા લોકોમાં ઘણી જ વિચિત્ર ટેવો પણ હોય છે. તેવામાં આજે અમે તમને બોલીવુડના એ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને ઘણી વિચિત્ર ટેવો છે. હવે તમે પોતે તે વાંચીને નિર્ણય કરો કે તે ટેવ સારી છે કે ખરાબ.

શાહરૂખ ખાન :-

બોલીવુડ કિંગ ખાને એક વખત પોતે જ એક ઈન્ટરવ્યુંમાં તે વાતનો સ્વીકાર કર્યો હતો કે તેને પોતાના પગના બુટ કાઢવા પસંદ નથી. ત્યાં સુધી કે ઘણી વખત તે બુટ પહેરીને જ પથારી ઉપર ઊંઘી જાય છે.

સની લિયોન :-

કરોડોના દિલના ધબકારા વધારનારી સની લિયોનને પોતાના પગ વારંવાર સાફ કરવાની ટેવ છે. ક્યારે ક્યારે આ ટેવ તેને મુશ્કેલીમાં મૂકી દે છે, જેમ કે તે ફિલ્મના શુટિંગ દરમિયાન દરેક ૧૫ મિનીટમાં પોતાના પગ સાફ કરવા જતી રહે છે. તેવું જિસ્મ ૨ ફિલ્મના સેટ ઉપર સૌથી વધુ થયું હતું.

કરીના કપૂર :-

કરીના કપૂરની સ્ટાઈલને જોઈ આપણે બધા તેને એક ક્લાસી અભિનેત્રી માનીએ છીએ. આમ તો તમને જાણીને નવાઈ લાગશે કે બેબોને પોતાના નખ ચાવવાની ખરાબ ટેવ છે. નખ ચાવવાના તેના થોડા ફોટા પણ ઓનલાઈન વાયરલ થઇ ગયા છે.

સલમાન ખાન :-

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને સાબુ સાથે ઘણો પ્રેમ છે. તેના ઘરમાં હાથથી બનેલા સુગંધિત અને ડિઝાઈનર સાબુનું ઘણું બધું કલેક્શન છે. તે કારણ છે કે તે હંમેશા સુગંધિત રહે છે.

આમીર ખાન :-

આમીર ખાનને સ્નાન કરવું જરાપણ પસંદ નથી. તે ઘરેથી બહાર નથી જતા અને રજા ઉપર હોય તો તેને સ્નાન કરવાનું ગમતું નથી. તે ઉપરાંત એક વખત એક છોકરીએ આમીર ખાનની લવ પ્રપોઝલ રીજેક્ટ કરી દીધી હતી, તો તેણે તેનું માથું મુંડાવી લીધું હતું.

સંજય દત્ત :-

આપણા સંજુ બાબાને ગુટકા ખાવાની ખરાબ ટેવ છે. સ્થિતિ એ છે કે એક વખત તે ‘કેન્સરથી બચાવ કેવી રીતે કરવા’ સંબંધિત ઈવેંટમાં ગયા હતા અને ત્યાં તેને પોતે ગુટખા ખાતા એક ફોટોગ્રાફરે પકડી લીધા હતા.

અમિતાભ બચ્ચન :-

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા પોતાના હાથમાં બે ઘડિયાળ પહેરે છે. એવું એટલા માટે કે જયારે પણ અભિષેક કે એશ્વર્યા વિદેશ જાય છે, તો તે એક ઘડિયાળ ભારતીય સ્ટેન્ડર્ડ ટાઈમ ઉપર સેટ રાખે છે જયારે બીજી ઘડિયાળ તે વિશેષ દેશના ટાઈમ જોનના હિસાબે સેટ કરી દે છે.

સુષ્મિતા સેન :-

સુષ્મિતા સેનને બંધ સ્થળ ઉપર સ્નાન કરવું પસંદ નથી. તે ખુલ્લામાં સ્નાન કરવાનું પસંદ કરે છે. તે કારણ છે કે તેના ઘરના ધાબા ઉપર એક બાથટબ પણ બનેલું છે.

જોન અબ્રાહમ :-

જોનને પોતાના પગ સતત હલાવતા રહેવાની ટેવ છે. તે જયારે પણ ક્યાય બેસે છે, તો તે પોતાનો એક પગ હંમેશા હલાવતા રહે છે.

બોબી દેઓલ :-

બોબી દેઓલે એક વખત ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તે એક સમયે એવો હતો, જયારે તે પોતાની બેગમાં લાકડાનો ટુકડો રાખતો હતો. તેવામાં જયારે પણ તે કાંઈક બોલતો હતો તો તે લાકડાના ટુકડાને ટચ કરતો હતો. તે તેની ઘણી વિચિત્ર ટેવ હતી.

રાની મુખર્જી :-

આપણે આપણા દિવસની શરુઆત એક કપ ચા થી કરીએ છીએ, જયારે રાની સ્મોકિંગ સાથે કરવાનું પસંદ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.